Jacqueline Fernandez Money Laundering Case Court Orders To Frame Charges On Sukesh Chandrashekhar

Last Updated: May 30, 2026By

  • Gujarati News
  • Entertainment
  • Jacqueline Fernandez Money Laundering Case Court Orders To Frame Charges On Sukesh Chandrashekhar | 17 Accused Face Charges

5 કલાક પેહલા

  • કૉપી લિંક

200 કરોડ રૂપિયાની કથિત ઉચાપત અને તેની સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડિસની મુશ્કેલીઓ વધી ગઈ છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે કહ્યું કે, આરોપો ઘડવા માટે પૂરતી સામગ્રી ઉપલબ્ધ છે. કોર્ટે સુકેશ ચંદ્રશેખર, લીના મારિયા પોલ, જેકલીન ફર્નાન્ડિસ સહિત અન્ય આરોપીઓ વિરુદ્ધ મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ (PMLA) કેસમાં આરોપો ઘડવાનો આદેશ આપ્યો છે.

‘આરોપીઓ વિરુદ્ધ મજબૂત શંકા ઊભી થાય છે’

ANI અનુસાર, વધારાના સત્ર ન્યાયાધીશ (ASJ) પ્રશાંત શર્માએ જણાવ્યું કે, રેકોર્ડ પર ઉપલબ્ધ સામગ્રીના આધારે તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રથમ દૃષ્ટિએ મજબૂત શંકા ઊભી થાય છે. તેથી, તેમની વિરુદ્ધ PMLAની કલમ 3 હેઠળ આરોપો ઘડવા જોઈએ, જેની સજા કલમ 4 માં નિર્ધારિત છે.

જેકલીનને ઠગ સુકેશે કરોડો રૂપિયાની મોંઘી જ્વેલરી, ચાર પર્શિયન બિલાડીઓ, 57 લાખ રૂપિયાનો એક ઘોડો, બહેરીનમાં રહેતા જેકલીનના માતા-પિતાને 1.89 કરોડ રૂપિયાની બે ગાડીઓ (પોર્શ અને મસેરાટી),જેકલીનના ભાઈને SUV અને જેકલીનની બહેનને સવા કરોડની BMW કાર ગિફ્ટ કરી છે.

જેકલીનને ઠગ સુકેશે કરોડો રૂપિયાની મોંઘી જ્વેલરી, ચાર પર્શિયન બિલાડીઓ, 57 લાખ રૂપિયાનો એક ઘોડો, બહેરીનમાં રહેતા જેકલીનના માતા-પિતાને 1.89 કરોડ રૂપિયાની બે ગાડીઓ (પોર્શ અને મસેરાટી),જેકલીનના ભાઈને SUV અને જેકલીનની બહેનને સવા કરોડની BMW કાર ગિફ્ટ કરી છે.

જેકલીન સહિતના આરોપીઓને 3 જૂને કોર્ટમાં હાજર રહેવા આદેશ

કોર્ટે આરોપો પર ઔપચારિક હસ્તાક્ષર માટે કેસને 3 જૂને સૂચિબદ્ધ કર્યો છે. તમામ આરોપીઓને બપોરે 2 વાગ્યે વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

આ કેસ ઉદ્યોગપતિ અદિતિ સિંહ પાસેથી કથિત 200 કરોડ રૂપિયાની ખંડણી સાથે સંબંધિત છે. દિલ્હી પોલીસે તેમની ફરિયાદ પર કેસ દાખલ કર્યો હતો. ત્યારબાદ EDએ મની લોન્ડરિંગની તપાસ શરૂ કરીને ચાર્જશીટ દાખલ કરી હતી.

સુકેશ ચંદ્રશેખર અને લીના મારિયા પોલ વિરુદ્ધ આ જ કેસમાં મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (MCOCA) હેઠળ પણ આરોપો ઘડવાનો આદેશ આપવામાં આવ્યો છે. જોકે, જેકલીન ફર્નાન્ડિસ ખંડણીના મૂળ કેસમાં આરોપી નથી, પરંતુ ED તપાસમાં નામ આવ્યા બાદ તેને મની લોન્ડરિંગ કેસમાં આરોપી બનાવવામાં આવી હતી.

સુકેશ હાલમાં દિલ્હીની મંડોલી જેલમાં બંધ છે (તેને નવેમ્બર 2023માં તિહારથી અહીં સ્થાનાંતરિત કરવામાં આવ્યો હતો). જ્યાંથી તે અવારનવાર જેકલીનને લવ લેટર મોકલતો રહે છે.

સુકેશ હાલમાં દિલ્હીની મંડોલી જેલમાં બંધ છે (તેને નવેમ્બર 2023માં તિહારથી અહીં સ્થાનાંતરિત કરવામાં આવ્યો હતો). જ્યાંથી તે અવારનવાર જેકલીનને લવ લેટર મોકલતો રહે છે.

જેકલીને સરકારી સાક્ષી બનવાની અરજી કરી હતી

આ પહેલા દિલ્હી હાઈકોર્ટે જેકલીનની તે અરજી ફગાવી દીધી હતી, જેમાં તેણે EDની સપ્લીમેન્ટરી ચાર્જશીટ રદ કરવાની માંગ કરી હતી. ચાર્જશીટ પર સંજ્ઞાન લીધા બાદ ટ્રાયલ કોર્ટે તેમને સમન્સ જારી કર્યા હતા. બાદમાં કોર્ટમાં હાજર થવા પર તેને જામીન મળી ગયા હતા.

હાલ સુકેશ ચંદ્રશેખર ન્યાયિક કસ્ટડીમાં છે. લીના મારિયા પોલને મની લોન્ડરિંગ કેસમાં જામીન મળી ચૂક્યા છે, પરંતુ MCOCA કેસમાં દિલ્હી હાઈકોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી છે. અન્ય આરોપીઓની જામીન અરજીઓ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે.

તાજેતરમાં જેકલીન ફર્નાન્ડિસે આ કેસમાં સરકારી સાક્ષી (અપ્રુવર) બનવાની અરજી પાછી ખેંચી લીધી હતી. હવે 3 જૂને કોર્ટમાં આરોપો પર ઔપચારિક પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

Leave A Comment