Canada Express Entry Rules Change

Last Updated: May 30, 2026By

એકતરફ અમેરિકાએ ગ્રીન કાર્ડ પ્રક્રિયામાં મોટો ફેરફાર કરતાં ત્યાં રહેતા ભારતીયો સહિત વિદેશી નાગરિકોને મોટો ફટકો પડ્યો છે. બીજીતરફ હવે કેનેડા સરકાર ઇમિગ્રેશન ક્ષેત્રે કેટલાક નવા ફેરફારો કરવા જઇ રહી છે. કેનેડા હવે તેના સૌથી પોપ્યુલર પ્રોગ્રામમાંથી એક એવા

.

હાલની એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમ કેવી રીતે કામ કરે છે? નવી સિસ્ટમથી કયા ફેરફારો આવી શકે છે? ભારતીય વિદ્યાર્થીઓ માટે શું બદલાવ આવશે? શું ધ્યાન રાખવું પડશે? આ તમામ સવાલોના જવાબો મેળવો આજની સન્ડે બિગ સ્ટોરીમાં. દિવ્ય ભાસ્કરે ઇમિગ્રેશન એક્સપર્ટ પાર્થેશ ઠક્કર પાસેથી આ અંગે માહિતી મેળવી છે.

એક્સપ્રેસ એન્ટ્રી એટલે શું? વિવિધ ક્ષેત્રોમાં કુશળતા ધરાવતા વિદેશી કામદારોને કેનેડામાં કાયમી વસવાટ (PR) આપવા માટેની ઓનલાઇન અને પોઇન્ટ આધારિત મેનેજમેન્ટ સિસ્ટમને એક્સપ્રેસ એન્ટ્રી કહેવાય છે. આ સિસ્ટમ 2015માં શરૂ થઇ હતી. જેને કેનેડામાં PR મેળવવાનો સૌથી ઝડપી રસ્તો મનાય છે.

આ સિસ્ટમમાં 3 મુખ્ય પ્રોગ્રામ છે.

એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમ ધરમૂળથી બદલાશે આ સિસ્ટમ અંગે પાર્થેશ ઠક્કરે કહ્યું કે, કેનેડાની સરકાર તેના એક્સપ્રેસ એન્ટ્રીના નામથી ઓળખાતા લોકપ્રિય ઇમિગ્રેશન પ્રોગ્રામમાં મોટાપાયે ફેરફારો લાવવાનું આયોજન કરી રહી છે. આમાંના ઘણા બધા ફેરફારો તેમણે ચર્ચા-વિચારણા માટે પબ્લિક પ્લેટફોર્મ પર મૂક્યા છે.

એક્સપ્રેસ સિસ્ટમના 3 પ્રોગ્રામ અને હવે તેના સ્થાને જે નવી સિસ્ટમ આવી શકે તેમાં શું ફેરફારો હોઇ શકે તેની માહિતી પણ તેમણે આપી.

3 પ્રોગ્રામને બંધ કરીને એક જ પ્રોગ્રામની શક્યતા તેઓ કહે છે કે, આ ત્રણેય પ્રોગ્રામની પોતાની વ્યક્તિગત યોગ્યતા અને જરૂરિયાતો છે. જેના આધારે તેમાં એન્ટ્રી મળી શકે છે. હવે આ એલિજિબિલિટી ક્રાઇટેરિયા બદલીને ત્રણેય પ્રોગ્રામ બંધ કરી દેવાનું અને તેના બદલે એક નવો કમ્બાઇન્ડ પ્રોગ્રામ લાવવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. આ બદલાવ બાદ ફેડરલ સ્કિલ્ડ વર્કર માટે જે 67 પોઇન્ટની રિકવાયર્મેન્ટ સ્કિલ હતી તે હવે નીકળી જશે. કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસથી ઇમિગ્રેશનમાં એન્ટ્રી લેવા માટેના મિનિમમ ક્વોલિફાઇંગ ક્રાઇટેરિયા ધોરણ 12 અથવા તેને સમકક્ષ થઇ જશે.

હવે સતત 1 વર્ષના વર્ક એક્સપિરિયન્સની જરૂર નહીં પડે કેનેડા સરકાર વર્ક એક્સપિરિયન્સના નિયમોમાં પણ પોઝિટિવ ચેન્જ લાવી રહી છે. પાર્થેશ ઠક્કર જણાવે છે કે, પહેલાં ફેડરલ સ્કિલ્ડ વર્કર ક્લાસમાં સતત એક વર્ષનો વર્ક એક્સપિરિયન્સ જોઇતો હતો અને તે પણ એક જ વ્યવસાયમાં હોવો જરૂરી હતો. હવે એ નિયમ બદલાઇ જશે. જો એક વર્ષથી વધુ સમયગાળામાં પણ કોઇ જોબ કરી હશે અને તેમાં કોઇ ગેપ હશે અથવા અલગ-અલગ ઓક્યુપેશનમાં જોબ કરી હશે તેને પણ યોગ્ય ગણાશે.

મિનિમમ બેન્ડમાં ઘટાડો થઇ શકે પહેલાં CLB 7 (કેનેડિયન લેંગ્વેજ બેન્ચમાર્ક) એટલે કે IELTS વગેરે જેવી તમામ પરીક્ષામાં જનરલ કેટેગરીમાં મિનિમમ 6 બેન્ડ લાવવા પડતા હતા. હવે એક પોઇન્ટ ઘટાડીને CLB 6 એટલે કે 5.5 બેન્ડનો મિનિમમ ક્રાઇટેરિયા નક્કી કરાશે.

આ અંગે તેઓ કહે છે કે, એન્ટ્રી ક્રાઇટેરિયા સરળ થઇ રહ્યાં છે પરંતુ તેનો અર્થ એવો બિલકુલ નથી કે જેમના 5.5 બેન્ડ હશે તેમને ફ્યુચરમાં કેનેડિયન PR સરળતાથી મળી જશે.

ભાષાના બોનસ પોઇન્ટ નીકળી જવાની શક્યતા ઇકોનોમિક-હ્યુમન જેવા અન્ય ફેક્ટર્સમાં કેવા ફેરફારો આવવાની શક્યતા છે? આ વિશે તેઓ કહે છે કે, ઉમેદવારને ઇંગ્લિશની સાથે-સાથે જો ફ્રેન્ચ ભાષા પણ આવડતી હોય તો તેના જે વધારાના બોનસ પોઇન્ટ મળતા હતા તે પણ નીકળી જવાની પૂરેપૂરી શક્યતાઓ છે.

ઘણા કિસ્સાઓમાં સ્પાઉઝલ પોઇન્ટ એટલે કે જો કોઇ મહિલા તેના પતિ કરતાં વધુ શિક્ષિત હોય અથવા કોઇ પુરૂષ તેની પત્ની કરતાં વધુ શિક્ષિત હોય, પત્નીનું ઇંગ્લિશ સારૂં ન હોય તો તેના કારણે પોઇન્ટ ડાઉન થતા હતા. હવે આ સિસ્ટમ નીકળી જશે અને પોઇન્ટ સમાન થઇ જશે તેવી ચર્ચા ચાલી રહી છે.

ગ્લોબલ વર્ક એક્સપિરિયન્સને ધ્યાને રખાશે અત્યાર સુધી જેમની પાસે કેનેડાનો જ લોકલ વર્ક એક્સપિરિયન્સ હોય તેમને પ્રાયોરિટી મળતી હતી પરંતુ હવે એવું નહીં રહે. હવે ગ્લોબલ લેવલના ઓવરઓલ વર્ક એક્સપિરિયન્સના બેઝ પર જ પ્રાધાન્ય મળશે તેવી ચર્ચા છે.

જેટલી આવક વધુ તેટલા પોઇન્ટ વધુ પાર્થેશ ઠક્કરના મતે, જો કોઇના સગા ભાઇ-બહેન કેનેડામાં રહેતા હોય તો તેના કારણે જે એક્સ્ટ્રા પોઇન્ટ મળતા હતા તે પણ હવે નીકળી જવાની સંભાવના છે. કેનેડામાં કોઇ વર્ક પરમિટ પર હોય અને તેની કોઇ સ્પેસિફિક ઇન્કમ હોય તો આવક જેટલી વધારે હશે તેટલા વધારે પોઇન્ટ મળશે તેવા ચેન્જીસ આવશે.

તેમણે ઉદાહરણ આપતાં સમજાવ્યું કે, કેનેડિયન સરકારે કોઇપણ એરિયાના મિનિમમ વેજિસ નક્કી કરેલા છે. કોઇપણ એક સિટીમાં કેનેડાના નાગરિકની એવરેજ ઇન્કમ ફિક્સ હોય છે. જે દર વર્ષે બદલાતી રહે છે. માની લો કે કોઇ સિટીમાં કેનેડાના નાગરિકની મહિનાની એવરેજ ઇન્કમ 4,000 ડોલર છે અને કોઇની ઇન્કમ તેનાથી 1.2 ગણી એટલે કે 4,800 ડોલર અથવા 1.3 ગણી એટલે કે 5,200 ડોલર અથવા 1.5 ગણી એટલે કે 6, 000 કેનેડિયન ડોલર્સ હોય તો તેને હાયર ઇન્કમ અનુસાર બોનસ પોઇન્ટ મળશે. આના કારણે કેનેડામાં PR લેવું ખૂબ સરળ બનશે.

આશરે દોઢેક વર્ષ પહેલાં કેનેડામાં જો જોબ ઓફર હોય તો LMIAના પોઇન્ટ મળતા હતા. જે પછીથી બંધ કરી દેવાયા હતા. તેઓ કહે છે કે,અત્યારે એવી ચર્ચા ચાલી રહી છે કે આ જોબ ઓફરના પોઇન્ટ ફરીથી પાછા આવી શકે છે. જો આવું થશે તો એક્સપ્રેસ એન્ટ્રીમાં તેના બોનસ પોઇન્ટ મળશે. જેના બેઝ પર PR મેળવવું ઘણું સરળ બની શકે છે.

7 મહિના બાદ સત્તાવાર અમલ થવાની સંભાવના એપ્રિલ, 2026માં આ તમામ ફેરફારોનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો. સરકારની મંજૂરી મળ્યાં બાદ નિયમ બનશે. તેમણે કહ્યું, આ પ્રક્રિયા ક્યારે પૂરી થશે તે અત્યારે ચોક્કસપણે કહેવું મુશ્કેલ છે પણ આવતા 3 થી 4 મહિનામાં આ બધા ચેન્જીસનું ફાઇનલ વર્ઝન બહાર આવી જશે. સાતેક મહિના બાદ તેનો સત્તાવાર અમલ થઇ શકે છે પણ અત્યારથી જ આ બાબતો ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી છે.

કેનેડા સરકાર એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમને વધુ સરળ અને રોજગારલક્ષી બનાવવા તરફ આગળ વધી રહી છે. એલિજિબિલિટી ક્રાઇટેરિયા અને ભાષાના બેન્ડમાં રાહત મળવાની આશા ચોક્કસ છે પરંતુ બદલાતા નિયમોમાં હાયર ઇન્કમ અને જોબ ઓફર જેવા પરિબળો ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે. જેથી ભવિષ્યમાં કેનેડા સ્થાયી થવા માંગતા દરેક ઉમેદવારે આવનારા 3 થી 4 મહિનાના પર ખાસ નજર રાખવી પડશે.

Leave A Comment