IPL 2026 Final GT vs RCB; Rain Threat in Ahmedabad, Check Traffic Routes & Parking Map

Last Updated: May 31, 2026By

આજે 31 મે, 2026ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઈટન્સ (GT) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે આઈપીએલ (IPL 2026) ની હાઈવોલ્ટેજ ફાઈનલ મેચ રમાઈ રહી છે, ત્યારે આ ઐતિહાસિક મુકાબલાને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા

.

વરૂણ ધવન, પૂજા અને મૃણાલ સહિતના સેલેબ્સ અમદાવાદમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં ક્રિકેટરસિકો ફાઈનલ મેચ જોવા માટે અમદાવાદ પહોંચ્યા હતા. જાણીતા ફિલ્મ કલાકારો વરૂણ ધવન, પૂજા હેગડે અને મૃણાલ ઠાકુર સહિતના સેલેબ્સ અમદાવાદ આવી પહોંચ્યા હતા. આ દરમિયાન BCCI સેક્રેટરી જય શાહ આઈટીસી (ITC) નર્મદા હોટલથી સ્ટેડિયમ જવા માટે પોતાની પર્સનલ કારના બદલે સામાન્ય બસમાં બેસીને રવાના થયા હતા.

IPL ફાઈનલમાં ગ્લેમર ગર્લનો જમાવડો જોવા મળ્યો.

મેંગ્લોરની સિંગર નિમિકા રત્નાકર મેચ જોવા પહોંચી આ રોમાંચક ફાઈનલ મેચ નિહાળવા કર્ણાટકના મેંગ્લોરની અને હાલ બેંગ્લોરમાં રહેતી કન્નડ અભિનેત્રી, ડાન્સર અને સિંગર નિમિકા રત્નાકર પણ ખાસ હાજર રહી છે. નિમિકા સોશિયલ મીડિયા પર સતત વિરાટ કોહલીના ફોટોઝ પોસ્ટ કરવા માટે જાણીતી છે અને તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની બહુ મોટી ડાયહાર્ડ ફેન છે.

સ્ટેડિયમની બહાર વિરાટનો હમશકલ અને રાવણ ફેન્સે આકર્ષણ જણાવ્યું નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર ચાહકો અવનવા વેશ ધારણ કરીને પોતાની મનપસંદ ટીમને સપોર્ટ કરવા પહોંચ્યા હતા. વિરાટ કોહલી જેવો જ આબેહૂબ દેખાતો એક યુવક આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો, જેની સાથે ફોટા પડાવવા માટે ફેન્સે પડાપડી કરી હતી, જ્યારે RCBનો એક ડાયહાર્ડ ફેન માથા પર ટીમ પરફોર્મન્સ અને ખેલાડીઓના ફોટોગ્રાફ્સ લગાવીને ‘રાવણ’ ના અનોખા લુકમાં સ્ટેડિયમ પહોંચ્યો હતો.

મોદી સ્ટેડિયમ બહાર મોટી સંખ્યામાં RBCના ફેન્સ ટીમને સપોર્ટ કરવા પહોંચ્યા.

મોદી સ્ટેડિયમ બહાર મોટી સંખ્યામાં RBCના ફેન્સ ટીમને સપોર્ટ કરવા પહોંચ્યા.

‘આવવા દે… આવવા દે…’ના ફેન્સે નારા લગાવ્યા ગુજરાત ટાઇટન્સને પ્રોત્સાહિત કરવા માટે પ્રખ્યાત ક્રિકેટ ફેન અરુણ હરિયાણવી પણ સ્ટેડિયમ આવી પહોંચ્યો હતો. ગેટ નંબર 1ની બહાર ગુજરાત ટાઇટન્સના ચાહકોએ ‘આવવા દે… આવવા દે…’ના ભારે નારા લગાવ્યા હતા.

એક જ પરિવારમાં બે ટીમના સપોર્ટર્સ સ્ટેડિયમમાં એવા પણ પરિવારો જોવા મળ્યા હતા જેમાં અડધા સભ્યો RCB ને અને અડધા સભ્યો GT ને સપોર્ટ કરી રહ્યા હતા અને પરસ્પર બંને ટીમોના નારા લગાવીને મનોરંજન પૂરું પાડી રહ્યા હતા.

મેટ્રો ટ્રેનમાં RCB અને GTના સામ સામે ફેન્સે નારા લગાવ્યા.

મેટ્રો ટ્રેનમાં RCB અને GTના સામ સામે ફેન્સે નારા લગાવ્યા.

મોદી સ્ટેડિયમ બહાર ક્રિકેટ રસિકોનું કીડીયારું ઉભરાયું મેચના પગલે અમદાવાદ મેટ્રો ટ્રેનમાં ક્રિકેટ રસિકોનું કીડીયારું ઉભરાયું હતું. મેટ્રોમાં પગ મૂકવાની પણ જગ્યા ન હોવા છતાં લોકો ભારે ઉત્સાહ સાથે મોટેરા સ્ટેડિયમ તરફ પહોંચ્યા હતા. બીજી તરફ, મેટ્રો સ્ટેશનથી ગેટ નંબર એક તરફ લાખોની સંખ્યામાં પ્રેક્ષકો આવી રહ્યા હોવાથી બહારના ભાગે ભારે માનવમેદની એકઠી થઈ હતી. સુરક્ષાના ભાગરૂપે પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

1.5 કલાકમાં 45 હજાર ટિકિટોનું વેચાણ IPL 2026 ફાઈનલ મેચની ટિકિટોનું ઓનલાઈન વેચાણ સવારે 10 વાગ્યા બાદ શરૂ થયું હતું. 1.5 કલાકમાં જ 45 હજાર જેટલી ટિકિટોનું વેચાણ થઈ ચૂક્યું છે. સવારના દોઢ કલાકમાં જ 30 ટકા જેટલી ટિકિટોનું વેચાણ થયું હતું.

અમદાવાદ સ્ટેડિયના ગેટ નં.1 પાસે પ્રવેશ માટે ભીડ લાગી.

અમદાવાદ સ્ટેડિયના ગેટ નં.1 પાસે પ્રવેશ માટે ભીડ લાગી.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં થન્ડર એક્ટિવિટી સાથે હવામાન વિભાગે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જેના કારણે આજે (31 મે)ના રોજ યોજાનારી ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે IPL ફાઈનલ મેચ દરમિયાન વરસાદ વિઘ્નરૂપ બની શકે છે.

પળેપળની અપડેટ્સ માટે નીચેના બ્લોગમાંથી પસાર થાઓ…

Leave A Comment