કુણાલના ઠુમકા, કોહલીના ભાંગડા!:અનુષ્કાએ પતિનો ડાન્સ રેકોર્ડ કર્યો,પાટીદાર ઢોલ પર બેસીને ઝૂમ્યો; 5 VIDEOમાં જુઓ RCBનું મેડનેસ સેલિબ્રેશન
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ રવિવારે રમાયેલી રોમાંચક ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવીને સતત બીજી વખત IPL ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. આ ઐતિહાસિક જીત બાદ બેંગલુરુના કેમ્પમાં ઉજવણીનો માહોલ જામ્યો હતો, જેનો એક શાનદાર BTS વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. ઢોલના તાલે ઝૂમ્યા વિરાટ અને કુણાલ RCBએ સોશિયલ મીડિયા પર શેર કરેલા વીડિયોમાં ઓલરાઉન્ડર કુણાલ પંડ્યા હાથમાં આઈપીએલ ટ્રોફી લઈને ઢોલના તાલે જોરદાર ઠુમકા લગાવતો જોવા મળ્યો હતો. થોડી જ વારમાં ટી-શર્ટ અને શોર્ટ્સ પહેરીને વિરાટ કોહલી પણ ત્યાં પહોંચી ગયો હતો અને કુણાલ સાથે ભાંગડા કરવા લાગ્યો હતો. બંને દિગ્ગજોને આ રીતે મસ્તીના મૂડમાં નાચતા જોઈને ચાહકો પણ ખુશખુશાલ થઈ ગયા છે. અનુષ્કાએ પતિનો ડાન્સ વીડિયોમાં કેદ કર્યો મેદાન પર વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્માની ક્યૂટ કેમિસ્ટ્રીએ ફેન્સના દિલ જીતી લીધા હતા. ફાઇનલ જીત્યા બાદ ટીમ હોટલમાં યોજાયેલી આફ્ટર-પાર્ટીમાં પણ આ કપલનો રોમેન્ટિક અંદાજ જોવા મળ્યો હતો. બૂટ-કટ જીન્સમાં સજ્જ અનુષ્કા અને વિરાટ કોહલીએ ડાન્સ ફ્લોર પર સાથે મળીને જોરદાર મૂવ્સ દેખાડ્યા હતા. જ્યારે વિરાટ તેના સાથી ખેલાડીઓ સાથે મસ્તીમાં ડાન્સ કરી રહ્યો હતો, ત્યારે અનુષ્કાએ હસતાં-હસતાં પોતાના મોબાઇલમાં આ ખાસ પળોને કેદ કરી હતી. સ્પેશિયલ ટી-શર્ટ આકર્ષણનું કેન્દ્ર બની આ સેલિબ્રેશન દરમિયાન વિરાટ કોહલીએ એક ખાસ ટી-શર્ટ પહેરી હતી, જેના પર લખ્યું હતું: “One felt nice, we did it twice” (એક વાર સારું લાગ્યું, અમે બીજી વાર કરી બતાવ્યું). RCBની સતત બીજી જીતને સેલિબ્રેટ કરવા માટેની આ ટી-શર્ટ સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રેન્ડ થઈ રહી છે. પાટીદાર ઢોલ પર બેસીને ઝૂમ્યો ઉજવણી માત્ર ડાન્સ ફ્લોર પૂરતી સીમિત નહોતી. રજત પાટીદાર અને કુણાલ પંડ્યા હોટલના આંગણામાં વાગી રહેલા ભાંગડાના તાલે મન મૂકીને નાચ્યા હતા. બીજી ટ્રોફી જીત્યા બાદ કેપ્ટન રજત પાટીદાર તો એટલો ઉત્સાહમાં આવી ગયો હતો કે તે ઢોલ પર બેસીને ઝૂમવા લાગ્યો હતો. કુણાલનો દીકરા સાથે ક્યૂટ અંદાજ મેદાન પર પ્રેઝન્ટેશન સેરેમની પૂરી થયા બાદ કુણાલ પંડ્યા તેના નાના દીકરા સાથે રમતો જોવા મળ્યો. બંને બાપ-દીકરો મેદાન પર વેરાયેલા સેલિબ્રેશન પેપર (કોન્ફેટી) એકબીજા પર ફેંકીને રમતા જોવા મળ્યા. ફાઈનલની આ ક્યૂટ મોમેન્ટનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે.
વિરાટ-અનુષ્કાએ બે હાથ જોડી સ્ટેડિયમમાં હાજર દર્શકોનો આભાર માન્યો બાયોકોન લિમિટેડના ફાઉન્ડર કિરણ મઝુમદાર-શો દ્વારા શેર કરવામાં આવેલા એક વીડિયોમાં વિરાટ અને અનુષ્કા સ્ટેડિયમમાં હાજર તમામ ચાહકોનો હાથ જોડીને આભાર માનતા જોવા મળ્યા હતા. જુઓ ચેમ્પિયન્સનું ફોટોશૂટ:- , IPL સંબંધિત આ સમાચાર પણ વાંચો… 1. બેંગલુરુ સતત બીજી વખત IPL ચેમ્પિયન; ગુજરાતને 5 વિકેટે હરાવ્યું રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ સતત બીજી વખત IPL જીતી લીધું છે. તેણે રવિવારે ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવ્યું. વિરાટ કોહલીએ 18મી ઓવરના છેલ્લા બોલ પર છગ્ગો ફટકારી ટીમને જીત અપાવી. કોહલી 75 રન બનાવી અણનમ રહ્યો. સંપૂર્ણ સમાચાર વાંચો… 2. ગુજરાતના આ ધૂરંધરોએ આ વર્ષે ધૂમ મચાવી: જાડેજા-પંડ્યાએ દમદાર પરફોર્મન્સ આપ્યું, ઉર્વિલે ફેન્સના દિલ જીત્યા; બુમરાહ-હાર્દિક માટે આંચકારૂપ સીઝન રહી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026)ની રોમાંચક સીઝન પૂરી થઈ છે, જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ઇતિહાસ રચીને સતત બીજીવાર ટ્રોફી પોતાના નામે કરી છે. ક્રિકેટના આ સૌથી મોટા મહાકુંભમાં દર વખતની જેમ આ વર્ષે પણ ગુજરાતના ખેલાડીઓ પર ફેન્સની ખાસ નજર હતી. ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાની નવી પિંક જર્સીના લુકથી લઈને RCBને ચેમ્પિયન બનાવવામાં સિંહફાળો આપનારા કૃણાલ પંડ્યા સુધી, મેદાન પર આપણા પ્લેયર્સની કરિયરમાં ઘણા મોટા ઉતાર-ચઢાવ જોવા મળ્યા. જોકે, આ સીઝન જેટલી રોમાંચક રહી, તેટલી જ કેટલાક સ્ટાર ખેલાડીઓ માટે ચોંકાવનારી પણ સાબિત થઈ છે. સંપૂર્ણ સમાચાર વાંચો… 3. રજત પાટીદારે ધોની અને રોહિતની બરાબરી કરી:કોહલીની સૌથી ઝડપી ફિફ્ટી, વૈભવ સૂર્યવંશીએ સીઝનમાં સૌથી વધુ 72 સિક્સર ફટકારી; ટૉપ-15 રેકોર્ડ્સ IPL 2026 રેકોર્ડ્સવાળી સીઝન સાબિત થઈ. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ સતત બીજી વાર ટ્રોફી જીતીને ઇતિહાસ રચ્યો. કેપ્ટન રજત પાટીદારે મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્માના ખાસ ક્લબમાં સ્થાન મેળવ્યું. તે સતત બે ટ્રોફી જીતનાર ત્રીજો કેપ્ટન બન્યો. સંપૂર્ણ સમાચાર વાંચો… 4. IPL PRIZE MONEY: ચેમ્પિયન્સ પર કરોડોનો વરસાદ:રનર્સ-અપ ટીમને પણ બખ્ખા; 15 વર્ષના વૈભવે 5 એવોર્ડ્સમાં 40 લાખ સહિત કાર પણ જીતી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ સતત બીજી સીઝનમાં IPLનું ટાઇટલ પોતાના નામે કર્યું. અમદાવાદમાં રમાયેલી ફાઈનલમાં RCBએ ગુજરાત ટાઇટન્સ (GT)ને 5 વિકેટે હરાવીને ટ્રોફી જીતી. ચેમ્પિયન બનવા પર RCBને ટ્રોફી સાથે 20 કરોડ રૂપિયાની પ્રાઇઝ મની મળી, જ્યારે રનર-અપ ગુજરાત ટાઇટન્સને 12.5 કરોડ રૂપિયાથી સંતોષ માનવો પડ્યો. સંપૂર્ણ સમાચાર વાંચો…
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

