Social Media Giants Fined $27 Million Over Student Mental Health Impact | Gujarat News

Last Updated: June 2, 2026By

આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા જીવનનો અભિન્ન ભાગ બની ગયું છે, પરંતુ આ ચમકતી સ્ક્રીનો પાછળ એક ઘેરી વાસ્તવિકતા છુપાયેલી છે. તાજેતરમાં, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટિકટોક, યુટ્યુબ અને સ્નેપચેટ જેવી દિગ્ગજ ટેક કંપનીઓ કાયદાકીય મુસીબતમાં મુકાઈ હતી. અમેરિકાના કેન્ટુકી રાજ્યમાં બ્રેથિટ કાઉન્ટી સ્કૂલ ડિસ્ટ્રિક્ટે આ કંપનીઓ વિરુદ્ધ એક ઐતિહાસિક કેસ જીત્યો છે, જેમાં આ કંપનીઓ વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડવા બદલ આશરે 256 કરોડ રૂપિયા (૨૭ મિલિયન ડોલર) ચૂકવવા સંમત થઈ છે.

શું હતો સમગ્ર મામલો?

બ્રેથિટ કાઉન્ટી સ્કૂલ ડિસ્ટ્રિક્ટે આરોપ લગાવ્યો હતો કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની રચના એવી રીતે કરવામાં આવી છે કે તે વિદ્યાર્થીઓમાં વ્યસન પેદા કરે છે. આ પ્લેટફોર્મના વધુ પડતા ઉપયોગથી વિદ્યાર્થીઓમાં તણાવ, ઊંઘનો અભાવ, ચિંતા, ભાવનાત્મક અસ્થિરતા અને આત્મવિશ્વાસમાં ઘટાડો જેવી ગંભીર માનસિક સમસ્યાઓ જોવા મળી રહી છે. આ કેસ દેશભરમાં દાખલ કરાયેલા 1200થી વધુ મુકદ્દમાઓ માટે ‘ટેસ્ટ કેસ’ સમાન હતો, જેથી આ પરિણામ ટેક કંપનીઓ માટે એક મોટી ચેતવણી છે.

કઈ કંપનીએ કેટલું આપ્યું યોગદાન?

આ સમાધાન હેઠળ મેટા (ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક) સૌથી વધુ 9 મિલિયન ડોલર ચૂકવશે. જ્યારે સ્નેપ (સ્નેપચેટ) અને બાઇટડાન્સ (ટિકટોક) દરેક ૮ મિલિયન ડોલરનું યોગદાન આપશે. ગૂગલ (યુટ્યુબ) ૨ મિલિયન ડોલર રોકડ અને ૯ લાખ ડોલરના મૂલ્યના સોફ્ટવેર લાયસન્સ અને તાલીમ કાર્યક્રમો પૂરા પાડશે.

મળેલી રકમનો ઉપયોગ ક્યાં થશે?

સ્કૂલ ડિસ્ટ્રિક્ટે આગામી 15 વર્ષ સુધી ચાલનારા માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમો માટે 60 મિલિયન ડોલરની માંગ કરી હતી. હવે મળેલી આ રકમથી શાળામાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યના સુધારા માટે વિશેષ સત્રો, કાઉન્સેલિંગ અને સોશિયલ મીડિયાના દુષ્પ્રભાવોને રોકવા માટેના વિવિધ પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચોઃ  Cylinder Delivery New Rules: હવે DAC કોડ વગર નહીં મળે કોર્મશિયલ LPG સિલિન્ડર, જાણી લો પ્રોસેસ

Leave A Comment