Jacqueline Fernandez Denies Conspiracy Charges in ₹200 Cr Case
- Gujarati News
- Entertainment
- Jacqueline Fernandez Denies Conspiracy Charges In ₹200 Cr Case | Patiala House Delhi Court Hearing Update
5 કલાક પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિસ ₹200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં બુધવારે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર થઈ. કોર્ટમાં સુનાવણી દરમિયાન એક્ટ્રેસે પોતાના પર લાગેલા તમામ આરોપોને સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા અને તેને ફગાવી દીધા.
કોર્ટની કાર્યવાહી પૂરી થતાં જ જેકલીન સીધી પરિસરમાંથી બહાર નીકળીને રવાના થઈ ગઈ. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) આ કેસમાં મુખ્ય આરોપી સુકેશ ચંદ્રશેખર સાથે જેકલીનની ભૂમિકા અને પૈસાની લેવડદેવડની તપાસ કરી રહ્યું છે.

જેકલીન ફર્નાન્ડિસ ₹200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં પહોંચી હતી.

આ દરમિયાન જેકલીને સાદો સફેદ રંગનો ડ્રેસ પહેર્યો હતો અને મોં પર માસ્ક લગાવેલો હતો.
કોર્ટમાં આરોપોને ફગાવ્યા જેકલીન ફર્નાન્ડિસ બુધવારે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટ પહોંચી હતી. કોર્ટમાં તેની વિરુદ્ધ નક્કી કરવામાં આવી રહેલા આરોપો અંગે દલીલ થઈ. જેકલીને જજ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરતાં કહ્યું કે, તેના પર લગાવવામાં આવેલા મની લોન્ડરિંગના તમામ આરોપો પાયાવિહોણા છે.
તેણે કોઈપણ પ્રકારના ખોટા વ્યવહારમાં સામેલ થવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. સુનાવણી પૂરી થયા બાદ કોર્ટ પરિસરમાંથી બહાર નીકળતી વખતે જેકલીનના વીડિયો અને તસવીરો પણ સામે આવી છે, જ્યાં તે મીડિયા સાથે વાત કર્યા વિના પોતાની ગાડીમાં બેસીને નીકળી ગઈ.

જેકલીન કોર્ટ પરિસરમાંથી બહાર નીકળતી દેખાઈ.

સુનાવણી પૂરી થતાં જ જેકલીન તરત કારમાં બેસીને રવાના થઈ ગઈ.
શું છે 200 કરોડનો આ મામલો
આ આખો મામલો હાઈ-પ્રોફાઈલ ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલો છે. સુકેશ પર આરોપ છે કે તેણે દિલ્હીની રોહિણી જેલની અંદરથી જ ફોર્ટિસ હેલ્થકેરના પૂર્વ પ્રમોટર શિવિન્દર સિંહની પત્ની અદિતિ સિંહ પાસેથી 200 કરોડ રૂપિયાની ખંડણી વસૂલી હતી. તપાસ એજન્સી EDનો દાવો છે કે સુકેશે આ વસૂલાતની રકમનો મોટો હિસ્સો જેકલીન ફર્નાન્ડિસ અને તેના પરિવાર પર ખર્ચ કર્યો હતો. સુકેશે જેકલીનને લલચાવવા માટે કરોડો રૂપિયાની ભેટ આપી હતી.

જેકલીનને ઠગ સુકેશે કરોડો રૂપિયાની મોંઘી જ્વેલરી, ચાર પર્શિયન બિલાડીઓ, 57 લાખ રૂપિયાનો એક ઘોડો, બહેરીનમાં રહેતા જેકલીનના માતા-પિતાને 1.89 કરોડ રૂપિયાની બે ગાડીઓ (પોર્શ અને મસેરાટી),જેકલીનના ભાઈને SUV અને જેકલીનની બહેનને સવા કરોડની BMW કાર ગિફ્ટ કરી છે.
EDની સપ્લીમેન્ટરી ચાર્જશીટમાં જેકલીન આરોપી છે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આ મામલાની તપાસ કર્યા બાદ દાખલ કરવામાં આવેલી તેની સપ્લીમેન્ટરી ચાર્જશીટમાં જેકલીન ફર્નાન્ડિસને પણ આરોપી બનાવી હતી. EDનું કહેવું છે કે જેકલીનને સુકેશના ગુનાહિત બેકગ્રાઉન્ડ અને ખંડણીના પૈસા વિશે પહેલેથી જ જાણકારી હતી, તેમ છતાં તેણે તેની પાસેથી મોંઘી ગિફ્ટ્સ લેવાનું ચાલુ રાખ્યું. આ ગિફ્ટ્સમાં લક્ઝરી ગાડીઓ, મોંઘા બ્રાન્ડેડ બેગ, કપડાં, જ્વેલરી અને ઘણા કિંમતી પાલતુ પ્રાણીઓનો સમાવેશ થતો હતો.

સુકેશ હાલમાં દિલ્હીની મંડોલી જેલમાં બંધ છે (તેને નવેમ્બર 2023માં તિહારથી અહીં સ્થાનાંતરિત કરવામાં આવ્યો હતો). જ્યાંથી તે અવારનવાર જેકલીનને લવ લેટર મોકલતો રહે છે.
લીગલ ટીમની દલીલ- ‘જેકલીન પોતે પીડિત છે’ બીજી તરફ, જેકલીન ફર્નાન્ડિસની લીગલ ટીમ સતત કોર્ટમાં આ દલીલ કરી રહી છે કે, એક્ટ્રેસ આ મામલે સંપૂર્ણપણે નિર્દોષ છે. તેના વકીલોનું કહેવું છે કે, ‘જેકલીન પોતે સુકેશ ચંદ્રશેખરના ષડયંત્રનો શિકાર બની છે અને તેણે સુકેશને એક બિઝનેસમેન સમજીને તેની સાથે મિત્રતા કરી હતી.’
તપાસ દરમિયાન સુકેશ અને જેકલીનની ઘણી અંગત તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. હાલમાં આ મામલે કોર્ટ એ નક્કી કરી રહી છે કે, આરોપોના આધારે કેસને આગળ કેવી રીતે વધારવો.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


