સુનીલ ગ્રોવરે પત્નીનો હાથ પકડીને તાજમહેલની સુંદરતા નીહાળી:ડાયના બેન્ચ પર રોમેન્ટિક ફોટો ક્લિક કરાવ્યા, ચાહકો ઓખળી જતાં કોમેડિયનને ઘેરી લીધો

Last Updated: June 3, 2026By

કોમેડિયન સુનીલ ગ્રોવર પત્ની આરતી સાથે ઉત્તર પ્રદેશના આગ્રા પહોંચ્યો હતો. રવિવારે સવારે સૂર્યોદય સમયે તાજમહેલ પહોંચ્યો હતો. તેણે તાજમહેલની સુંદરતાને નજીકથી નિહાળી. તેણે પત્ની સાથે ડાયના બેન્ચ પર બેસીને તસવીર ખેંચાવી. તાજમહેલ કેમ્પસમાં આવ્યા પછી સુનીલ ગ્રોવરે શરૂઆતમાં માસ્ક પહેરી રાખ્યો હતો, પરંતુ જેવા પ્રવાસીઓએ તેને ઓળખી લીધો, તેની સાથે ફોટો અને સેલ્ફી લેનારાઓની ભીડ જામી ગઈ. સુનીલ ગ્રોવરે પણ તેના ચાહકોનું અભિવાદન કર્યું અને હસતાં હસતાં તેમની સાથે ફોટો પડાવ્યા. આ દરમિયાન તે પત્નીનો હાથ પકડીને તાજમહેલ પરિસરમાં ફરતો જોવા મળ્યો. તે લગભગ 1 કલાક સુધી ત્યાં રહ્યો. આ દરમિયાન તેણે ગાઈડ અંસાર અલી પાસેથી તાજમહેલની કોતરણી અને સ્થાપત્ય વિશે માહિતી માંગી. સુનીલ ગ્રોવરને 2022માં હાર્ટ એટેક આવ્યો હતો સુનીલની પત્ની આરતી વ્યવસાયે ઇન્ટિરિયર ડિઝાઇનર છે અને બંનેને એક દીકરો પણ છે. વર્ષ 2022માં સુનીલને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેની ચાર બાયપાસ સર્જરી થઈ હતી. ડોકટરોએ તેને એક મહિનાનો આરામ કરવાનું કહ્યું હતો, પરંતુ તે માત્ર 25 દિવસમાં જ કામ પર પાછો ફર્યો હતો. હવે ગ્રાફિક્સમાં સુનીલ ગ્રોવરની કારકિર્દી વિશે જાણીએ…

Leave A Comment