RBI Repo Rate Unchanged; MPC Meet Begins June 3, 2026

Last Updated: June 3, 2026By

નવી દિલ્હી23 કલાક પેહલા

  • કૉપી લિંક

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ની મોનેટરી પોલિસી કમિટી (MPC) ની મીટિંગ આજે એટલે કે 3 જૂનથી શરૂ થઈ રહી છે. આ મીટિંગ 5 જૂન સુધી ચાલશે અને તે જ દિવસે તેમાં લેવાયેલા તમામ નિર્ણયોની જાહેરાત કરવામાં આવશે.

નિષ્ણાતોના મતે આ મીટિંગમાં વ્યાજ દરોમાં ઘટાડાની ઓછી જ અપેક્ષા છે. આ પહેલા એપ્રિલમાં થયેલી મીટિંગમાં પણ રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો ન હતો.

2025માં ચાર વારમાં 1.25% નો ઘટાડો

  • ફેબ્રુઆરી 2025માં વ્યાજ દરોને 6.5% થી ઘટાડીને 6.25% કરી દેવામાં આવ્યા હતા.
  • મોનેટરી પોલિસી કમિટી દ્વારા આ ઘટાડો લગભગ 5 વર્ષ પછી કરવામાં આવ્યો હતો.
  • બીજી વાર એપ્રિલમાં થયેલી મીટિંગમાં પણ વ્યાજ દર 0.25% ઘટાડવામાં આવ્યો.
  • જૂનમાં ત્રીજી વાર RBI દ્વારા દરોમાં 0.50% નો ઘટાડો કરવામાં આવ્યો હતો.
  • ડિસેમ્બરમાં 0.25% ના ઘટાડા પછી વ્યાજ દરો 5.25% પર આવી ગયા હતા.

રિઝર્વ બેંક રેપો રેટ શા માટે વધારે છે અને ઘટાડે છે?

કોઈપણ સેન્ટ્રલ બેંક પાસે પોલિસી રેટના રૂપમાં મોંઘવારી સામે લડવા માટે એક શક્તિશાળી સાધન છે. જ્યારે મોંઘવારી ખૂબ વધારે હોય છે, ત્યારે સેન્ટ્રલ બેંક પોલિસી રેટ વધારીને અર્થતંત્રમાં નાણાંના પ્રવાહને ઘટાડવાનો પ્રયાસ કરે છે.

પોલિસી રેટ વધારે હશે તો બેંકોને સેન્ટ્રલ બેંક પાસેથી મળતી લોન મોંઘી થશે. બદલામાં બેંકો તેમના ગ્રાહકો માટે લોન મોંઘી કરે છે. આનાથી અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ ઓછો થાય છે. નાણાંનો પ્રવાહ ઓછો થાય છે તો માંગમાં ઘટાડો થાય છે અને મોંઘવારી ઘટી જાય છે.

આ જ રીતે જ્યારે અર્થતંત્ર ખરાબ સમયમાંથી પસાર થાય છે ત્યારે રિકવરી માટે નાણાંનો પ્રવાહ વધારવાની જરૂર પડે છે. આવી સ્થિતિમાં સેન્ટ્રલ બેંક પોલિસી રેટ ઘટાડે છે. આનાથી બેંકોને સેન્ટ્રલ બેંક પાસેથી મળતી લોન સસ્તી થઈ જાય છે અને ગ્રાહકોને પણ સસ્તા દરે લોન મળે છે.

દર બે મહિને થાય છે RBIની મીટિંગ

મોનેટરી પોલિસી કમિટીમાં 6 સભ્યો હોય છે. તેમાંથી 3 RBIના હોય છે, જ્યારે બાકીના કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવે છે. RBIની મીટિંગ દર બે મહિને થાય છે.

તાજેતરમાં રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2026-27ની મોનેટરી પોલિસી કમિટીની બેઠકોનું શેડ્યૂલ જાહેર કર્યું હતું. આ નાણાકીય વર્ષમાં કુલ 6 બેઠકો યોજાવાની છે, આ આ નાણાકીય વર્ષની બીજી બેઠક છે. પ્રથમ બેઠક એપ્રિલમાં યોજાઈ હતી.

Leave A Comment