નોર્વેમાં બની રહ્યું છે યુરોપનું સૌથી મોટું AI ડેટાસેન્ટર:માઇક્રોસોફ્ટ અને ઓપનએઆઈ ઉપયોગ કરશે; ઠંડા હવામાન અને સસ્તી વીજળીને કારણે સ્થળ પસંદ કરાયું
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની વધતી માંગને કારણે વિશ્વભરમાં ડેટા સેન્ટર્સની હોડ જામી છે. આ જ કડીમાં, બ્રિટિશ સ્ટાર્ટઅપ ‘Nscale’ નોર્વેના નાર્વિકમાં એક વિશાળ ડેટા સેન્ટર બનાવી રહ્યું છે. આર્કટિક સર્કલ નજીક બની રહેલો આ પ્રોજેક્ટ યુરોપના સૌથી મોટા AI ડેટા સેન્ટર્સમાંનો એક હશે.
સ્થાનનો ફાયદો નાર્વિકમાં કડકડતી ઠંડી પડે છે, જે ડેટા સેન્ટરની ગરમ ચિપ્સને કુદરતી રીતે ઠંડી રાખવામાં મદદ કરશે. જૂન-જુલાઈ અહીંનો સૌથી ગરમ મહિનો હોય છે, ત્યારે પણ મહત્તમ તાપમાન 15 થી 17 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહે છે. શિયાળામાં સરેરાશ તાપમાન -4 થી -6 ડિગ્રીની આસપાસ રહે છે. સસ્તી વીજળી નોર્વેમાં હાઇડ્રોપાવરથી ભરપૂર અને સસ્તી ઊર્જા ઉપલબ્ધ છે. અહીં વીજળી 3-4 રૂ. પ્રતિ યુનિટ છે, જે યુરોપ કરતાં ઘણી સસ્તી છે. વપરાશ સંપૂર્ણપણે કાર્યરત થવા પર આ સેન્ટર 520 મેગાવોટ વીજળીનો વપરાશ કરશે, જે નોર્વેના તમામ હાલના ડેટા સેન્ટર્સના કુલ વપરાશ કરતાં પણ વધુ છે. ખર્ચ- ટેકનોલોજી એમાં એનવીડિયાના નવા ‘વેરા રુબિન’ પ્રોસેસર લાગશે. પ્રોજેક્ટનો કુલ ખર્ચ 9.57 લાખ કરોડ રૂપિયાથી વધુ અંદાજવામાં આવી રહ્યો છે, જેમાં 60-80% ખર્ચ ચિપ્સનો હશે. ઉપયોગ આ સેન્ટરનો ઉપયોગ ‘માઇક્રોસોફ્ટ’ અને ‘ઓપનએઆઇ’ કરશે. વર્ષના અંત સુધીમાં તેને 1 લાખથી વધુ એડવાન્સ ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ સાથે શરૂ કરવામાં આવશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

