અદાણી એનર્જી સોલ્યુશન્સની સ્માર્ટ મીટર સેગમેન્ટમાં એન્ટ્રી:ભારતના સૌથી મોટા સ્માર્ટ મીટર પ્લેયર્સમાંની એક ઇન્ટેલીસ્માર્ટને ₹3,050 કરોડમાં હસ્તગત કરશે
ભારતની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન કંપની અને ભારતની અગ્રણી એનર્જી સોલ્યુશન્સ પ્રોવાઈડર્સમાંની એક, અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (AESL) એ નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (NIIF) અને એનર્જી એફિશિયન્સી સર્વિસીસ લિમિટેડ (EESL) વચ્ચેના અગ્રણી સ્માર્ટ મીટરિંગ સંયુક્ત સાહસ (JV), ઇન્ટેલીસ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડમાં 100% ઇક્વિટી હિસ્સો હસ્તગત કરવા માટે એક બાઇન્ડિંગ સિક્યોરિટીઝ પર્ચેઝ એન્ડ સબ્સ્ક્રિપ્શન એગ્રીમેન્ટ (SPSA) કર્યો છે. આ પ્રસ્તાવિત અધિગ્રહણ 4.7+ કરોડથી વધુ સ્માર્ટ મીટર સાથે ભારતના સૌથી મોટા સ્માર્ટ મીટરિંગ પ્લેટફોર્મ તરીકે AESL ની સ્થિતિને વધુ મજબૂત કરશે. આ પ્રસ્તાવિત ₹3,050 કરોડના ટ્રાન્ઝેક્શનમાં ઇન્ટેલીસ્માર્ટની 100% ઇક્વિટી શેર મૂડીનું અધિગ્રહણ અને NIIF દ્વારા ધારણ કરાયેલા ઇન્ટેલીસ્માર્ટના ઓપ્શનલી કન્વર્ટિબલ ડિબેન્ચર્સનું રિડેમ્પશન સામેલ છે. ટ્રાન્ઝેક્શનની પૂર્ણાહુતિ નિયામક અને અન્ય મંજૂરીઓને આધીન છે. ઇન્ટેલીસ્માર્ટ એ ભારતમાં સ્માર્ટ મીટર એસેટ્સના અગ્રણી માલિકો અને ઓપરેટરોમાંની એક છે, જે ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ, બિહાર અને આસામમાં 2.2+ કરોડ મીટરનો કુલ પોર્ટફોલિયો ધરાવે છે. ઉચ્ચ વિકાસ ધરાવતા ગ્રાહક બજારોમાં ઇન્ટેલીસ્માર્ટની ઉપસ્થિતિ ભવિષ્યના વિસ્તરણ માટે મજબૂત માર્ગ પૂરો પાડે છે. અદાણી એનર્જી સોલ્યુશન્સના સીઈઓ (CEO) કંદર્પ પટેલે જણાવ્યું હતું કે, ‘ઇન્ટેલીસ્માર્ટનું અધિગ્રહણ અમારા સ્કેલ અને અમલીકરણ ક્ષમતાઓમાં વધારો કરે છે, જે અમને ટેક્નોલોજી આધારિત સોલ્યુશન્સ દ્વારા ભારતના વીજ વિતરણના આધુનિકીકરણને ટેકો આપવા સક્ષમ બનાવે છે. આ અધિગ્રહણ ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક બંને તકો દ્વારા મૂલ્ય-વર્ધક વૃદ્ધિ આગળ ધપાવવાની AESL ની વ્યૂહરચનાને અનુરૂપ છે. આ અધિગ્રહણથી ઇકોનોમીઝ ઓફ સ્કેલ (મોટા પાયા પર કામ કરવાના ફાયદા), ઓપરેશન અને મેઇન્ટેનન્સ ખર્ચના ઓપ્ટિમાઇઝેશન અને AESL ના વ્યાપક ઉર્જા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મ સાથેના જોડાણ દ્વારા શ્રેષ્ઠ તાલમેલ મળવાની અપેક્ષા છે.’ ઇન્ટેલીસ્માર્ટના MD અને CEO અનિલ રાવલે જણાવ્યું હતું કે, ‘ઇન્ટેલીસ્માર્ટ આ સીમાચિહ્નરૂપ ટ્રાન્ઝેક્શનનો હિસ્સો બનવા બદલ ગર્વ અનુભવે છે, જેણે તેના સ્ટેકહોલ્ડર્સ માટે મૂલ્યનું નિર્માણ કર્યું છે. આ સિદ્ધિથી વધુ રોકાણો પ્રેરિત થવાની અને પાવર ડિસ્ટ્રિબ્યુશન સેક્ટરના ડિજિટલાઇઝેશનને વેગ મળવાની અપેક્ષા છે, જે દેશની સમગ્ર પાવર વેલ્યુ ચેઇનમાં પરિવર્તનના મુખ્ય ચાલક બળ તરીકે ઉભરી રહ્યું છે.’ NIIF ના મેનેજિંગ પાર્ટનર વિનોદ ગિરીએ જણાવ્યું હતું કે, ‘દેશના અગ્રણી સ્માર્ટ મીટરિંગ પ્લેટફોર્મ્સમાંના એક તરીકે ઇન્ટેલીસ્માર્ટનો વિકાસ, રાષ્ટ્રીય મહત્વના ઉભરતા ક્ષેત્રોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસના નિર્માણ અને તેને મોટા પાયા પર લઈ જવાની NIIF ની ક્ષમતા દર્શાવે છે. NIIF માટે, આ ટ્રાન્ઝેક્શન અમારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વ્યૂહરચનામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે અને ભારતમાં ઉદ્યોગ-અગ્રણી પ્લેટફોર્મ બનાવવા માટેની અમારી પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. જેમ ઇન્ટેલીસ્માર્ટ તેના વિકાસના આગામી તબક્કામાં પ્રવેશી રહ્યું છે, તેમ આ એક્ઝિટ અમને ભારતના ડિજિટલ અને એનર્જી ટ્રાન્ઝિશનમાં સંસ્થાકીય મૂડીને પ્રોત્સાહિત કરવાનું ચાલુ રાખવાની સાથે મૂલ્ય અનલોક કરવા સક્ષમ બનાવે છે.’ EESLના CEO અખિલેશ દીક્ષિતે જણાવ્યું હતું કે, ‘EESL ભારતના પાવર સેક્ટરમાં ઉર્જા કાર્યક્ષમતા અને ડિજિટલ પરિવર્તનને સક્ષમ કરવા માટે પ્રતિબદ્ધ છે. અમને સ્માર્ટ મીટરિંગ ઇકોસિસ્ટમમાં ઇન્ટેલીસ્માર્ટના યોગદાન પર ગર્વ છે અને અમારો વિશ્વાસ છે કે આ ટ્રાન્ઝેક્શન ડિસ્કોમ્સ (DISCOMs) અને ગ્રાહકોને મોટા પાયે સેવા આપવાની તેની ક્ષમતાને વધુ મજબૂત બનાવશે.’ આ ટ્રાન્ઝેક્શન માટે સિરિલ અમરચંદ મંગળદાસે AESL ના કાનૂની સલાહકાર તરીકે કામ કર્યું હતું, તલવાર ઠાકોર એન્ડ એસોસિએટ્સે વેચાણકર્તાઓના કાનૂની સલાહકાર તરીકે કામ કર્યું હતું, જ્યારે ડેલોઇટ તુશ તોહમાત્સુ ઇન્ડિયાએ વેચાણકર્તાઓના વિશિષ્ટ ટ્રાન્ઝેક્શન એડવાઇઝર તરીકે કામ કર્યું હતું. AESL વિશે જાણો અદાણી પોર્ટફોલિયોનો હિસ્સો ધરાવતી AESL એ પાવર ટ્રાન્સમિશન, ડિસ્ટ્રિબ્યુશન, સ્માર્ટ મીટરિંગ અને કૂલિંગ સોલ્યુશન્સ જેવા ઉર્જા ક્ષેત્રના વિવિધ પાસાઓમાં ઉપસ્થિતિ ધરાવતી એક સંસ્થા છે. AESL દેશની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન કંપની છે, જે ભારતના 16 રાજ્યોમાં હાજરી ધરાવે છે અને 27,949 ckm નું સંચિત ટ્રાન્સમિશન નેટવર્ક તથા 1,23,175 MVA ની ટ્રાન્સફોર્મેશન ક્ષમતા ધરાવે છે. તેના ડિસ્ટ્રિબ્યુશન વ્યવસાયમાં, AESL મેટ્રોપોલિટન મુંબઈ અને મુંદ્રા SEZ ના ઔદ્યોગિક હબમાં 1.3 કરોડથી વધુ ગ્રાહકોને સેવા આપે છે. AESL તેના સ્માર્ટ મીટરિંગ વ્યવસાયને વેગ આપી રહી છે અને 2.46 કરોડથી વધુ મીટરની ઓર્ડર બુક સાથે ભારતની અગ્રણી સ્માર્ટ મીટરિંગ ઇન્ટિગ્રેટર બનવાના માર્ગ પર છે. પેરેલલ લાયસન્સ અને ગ્રીન પાવરના નોંધપાત્ર હિસ્સા સહિત સ્પર્ધાત્મક તેમજ કસ્ટમાઇઝ્ડ રિટેલ સોલ્યુશન્સ દ્વારા તેના વિતરણ નેટવર્કના વિસ્તરણ સાથે સંકલિત ઓફરિંગ દ્વારા AESL અંતિમ ગ્રાહક સુધી ઉર્જા પહોંચાડવાની પદ્ધતિમાં ક્રાંતિ લાવી રહી છે. AESL ઉર્જા ક્ષેત્રને સૌથી વિશ્વસનીય, સસ્તું અને ટકાઉ રીતે પરિવર્તિત કરવા માટે ઉદ્દીપક તરીકે કામ કરે છે. ઇન્ટેલીસ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ વિશે જાણો ઇન્ટેલીસ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ એ ભારતની અગ્રણી સ્માર્ટ મીટરિંગ અને ડિજિટલ સોલ્યુશન્સ પ્રોવાઈડર છે. નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (NIIF) અને એનર્જી એફિશિયન્સી સર્વિસીસ લિમિટેડ (EESL) નું આ સંયુક્ત સાહસ, યુટિલિટીઝનું સૌથી પસંદગીનું ડિજિટલ પાર્ટનર બનવાના મુખ્ય હેતુ સાથે સ્થાપિત કરવામાં આવ્યું છે. ડિજિટલ સોલ્યુશન્સ પ્રોવાઈડર તરીકે, ઇન્ટેલીસ્માર્ટ RDSS હેઠળ સ્માર્ટ મીટરના મોટા પાયે રોલઆઉટની જવાબદારી ઉપાડવાની સાથે ડિજિટલ હસ્તક્ષેપ દ્વારા પાવર સેક્ટરમાં મોટો બદલાવ લાવવાનું લક્ષ્ય રાખે છે. નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ લિમિટેડ (NIIF) વિશે જાણો NIIF એ ભારતનું સોવરિન-એન્કર્ડ ઓલ્ટરનેટિવ એસેટ મેનેજર છે, જે ભારતના વિકાસની સફરમાં મહત્વની ભૂમિકા ભજવતા ક્ષેત્રો અને એસેટ ક્લાસમાં રોકાણ કરવા માટે વૈશ્વિક મૂડીને આકર્ષિત કરે છે. અગ્રણી વૈશ્વિક રોકાણકારો સાથેની ભાગીદારીમાં ભારત સરકાર દ્વારા સંચાલિત, NIIF ચાર વ્યુહરચનાઓ- ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રાઇવેટ માર્કેટ્સ, ગ્રોથ ઇક્વિટી અને ક્લાઇમેટ ઇન્વેસ્ટમેન્ટ્સમાં USD 5+ બિલિયનથી વધુની ઇક્વિટી કેપિટલ કમિટમેન્ટ્સનું સંચાલન કરે છે. NIIF નું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (NIIF માસ્ટર ફંડ) એ ભારતનું સૌથી મોટું સ્થાનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ છે, જે મુખ્ય ક્ષેત્રોમાં ઉચ્ચ ગુણવત્તાવાળા વ્યવસાયો અને એસેટ્સમાં રોકાણ કરે છે. EESL વિશે જાણો ઊર્જા મંત્રાલય હેઠળની અગ્રણી PSUઓનું સંયુક્ત સાહસ EESL, નવીન અને ટકાઉ ઊર્જા કાર્યક્ષમ સોલ્યુશન્સના મોટા પાયે અમલીકરણ દ્વારા ભારતના એનર્જી ટ્રાન્ઝિશનોને ચલાવવામાં અગ્રેસર છે. તેના નવતર બિઝનેસ મોડલ્સ અને મોટા પાયા પર બજારને પરિવર્તિત કરતી પહેલો જેવી કે ઉજાલા (UJALA), SMNP (સ્માર્ટ મીટર નેશનલ પ્રોગ્રામ), NEBP (નેશનલ ઇ-બસ પ્રોગ્રામ) વગેરેએ ઉર્જાની બચત કરી છે, ઉર્જા સુરક્ષામાં વધારો કર્યો છે અને ક્લાઇમેટના લક્ષ્યોમાં યોગદાન આપ્યું છે. કંપની તેના પરિવર્તનકારી કાર્યક્રમો જેવા કે NECP (નેશનલ એફિશિયન્ટ કૂકિંગ પ્રોગ્રામ – ઇન્ડક્શન કૂકિંગને પ્રોત્સાહન આપવું), સોલર માઇક્રો કોલ્ડ સ્ટોરેજ, BESS, એફિશિયન્ટ કૂલિંગ પ્રોગ્રામ વગેરે દ્વારા સ્વચ્છ, હરિયાળા અને વધુ ઉર્જા-કાર્યક્ષમ ભવિષ્યના ભારત સરકારના વિઝનને સમર્થન આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવાનું ચાલુ રાખે છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

