Shubman Gill; IND vs AFG ODI LIVE Score Updates Rohit Sharma Shreyas Iyer

Last Updated: June 12, 2026By

  • Gujarati News
  • Sports
  • Cricket
  • Shubman Gill; IND Vs AFG ODI LIVE Score Updates Rohit Sharma Shreyas Iyer | Rashid Khan Azmatullah Omarzai

સ્પોર્ટ્સ ડેસ્ક1 કલાક પેહલા

  • કૉપી લિંક

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીઝની પહેલી મેચ આજે રમાશે. મેચ ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં બપોરે 1:30 વાગ્યે શરૂ થશે.

ભારત સામે અફઘાનિસ્તાન પ્રથમ વન-ડે સિરીઝ રમશે. આ પહેલા બંને ટીમ વર્લ્ડ કપ અને એશિયા કપમાં સામસામે આવી હતી. વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા ઈજાના કારણે બહાર થઈ ગયા છે. જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજને આરામ આપ્યો છે. ત્યારે પ્રિન્સ યાદવ અને ગુરનૂર બ્રારમાંથી કોઈ એકને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે.

ધર્મશાલામાં હવામાન મેચ પર અસર કરી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ શનિવારે વરસાદની શક્યતા 55% છે.

ભારત-અફઘાનિસ્તાન વચ્ચે 4 વન-ડે રમાઈ, ઇન્ડિયા 3 જીત્યું

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 4 વન-ડે મેચ રમાઈ છે. ભારતે ત્રણ મેચ જીતી છે, જ્યારે એક મેચ ટાઈ રહી છે. અફઘાનિસ્તાન હજુ સુધી ભારત સામે વન-ડેમાં જીત મેળવી શક્યું નથી. બંને ટીમની છેલ્લી ટક્કર 2023 વન-ડે વર્લ્ડ કપમાં દિલ્હીમાં થઈ હતી, જ્યાં ભારતે 8 વિકેટે એકતરફી જીત નોંધાવી હતી.

ભારતની નજર શુભમન-રોહિત પર

  • વિરાટ કોહલીની ગેરહાજરીમાં ભારતીય બેટિંગની જવાબદારી કેપ્ટન શુભમન ગિલ, રોહિત શર્મા, શ્રેયસ અય્યર અને કેએલ રાહુલ પર રહેશે.
  • 2025 પછી વન-ડે ક્રિકેટમાં શુભમન ગિલે 625 રન બનાવ્યા છે. જ્યારે રોહિત શર્માએ 17 મેચમાં 711 રન બનાવ્યા છે, જેમાં બે સદી અને ચાર ફિફ્ટી સામેલ છે. ટીમ મેનેજમેન્ટ નંબર-3 પર ઈશાન કિશન, કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલ જેવા વિકલ્પોને પણ અજમાવી શકે છે.
  • બોલિંગમાં કુલદીપ યાદવ ભારતની આગેવાની કરશે. તેણે 2025 પછી 22 વિકેટ લીધી છે. જ્યારે પ્રસિદ્ધ ક્રિષ્ના અને અર્શદીપ સિંહ પર નવા બોલથી સારી શરૂઆત અપાવવાની જવાબદારી રહેશે.

અફઘાનિસ્તાનની તાકાત ઝદરાન-રાશિદ

  • અફઘાનિસ્તાનની બેટિંગ ઇબ્રાહિમ ઝદરાન, રહમાનુલ્લાહ ગુરબાઝ, રહમત શાહ અને અઝમતુલ્લાહ ઉમરઝઈ પર ટકેલી હશે. ઝદરાને 2025 પછી માત્ર 6 વનડેમાં 429 રન બનાવ્યા છે અને તેની એવરેજ 71.50 રહી છે.
  • અઝમતુલ્લાહ ઓમરઝઈ તાજેતરના સમયમાં અફઘાનિસ્તાનનો સૌથી ભરોસાપાત્ર ઓલરાઉન્ડર બનીને ઉભર્યો છે. તેણે છેલ્લી 10 વન-ડે મેચમાં 24 વિકેટ લીધી છે અને બેટથી પણ સતત યોગદાન આપ્યું છે. 2023 વર્લ્ડ કપમાં ભારતની પીચ પર તેનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું.
  • અફઘાનિસ્તાનને સૌથી મોટી મજબૂતી સ્ટાર લેગ સ્પિનર રાશિદ ખાનના પુનરાગમનથી મળી છે. રાશિદ ભારત સામે 3 વન-ડેમાં 5 વિકેટ ઝડપી ચૂક્યો છે અને IPL 2026માં પણ શાનદાર ફોર્મમાં હતો.

HPCAમાં બેટર્સ અને ફાસ્ટ બોલરો બંનેને મદદ

ધર્મશાલાનું HPCA સ્ટેડિયમ સમુદ્ર સપાટીથી ઘણી ઊંચાઈ પર આવેલું છે. અહીં બોલ ઝડપથી બેટ પર આવે છે અને આઉટફિલ્ડ પણ ફાસ્ટ રહે છે. શરૂઆતની ઓવરોમાં ફાસ્ટ બોલરોને સ્વિંગ અને એક્સ્ટ્રા બાઉન્સ મળે છે, જ્યારે બાદમાં બેટર્સ મુક્તપણે રન બનાવી શકે છે.

આ મેદાન પર અત્યાર સુધી 9 વન-ડે રમાઈ છે, જેમાંથી 5 વખત ટાર્ગેટને ચેઝ કરનારી ટીમ જીતી છે. અહીં પહેલી ઇનિંગ્સનો એવરેજ સ્કોર આશરે 253 રન છે. 2023 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડ સામે 388 રન બનાવીને અહીંનો સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો.

શ્રેયસ 3 હજાર વન-ડે રનથી 23 રન દૂર

ભારતે પોતાની છેલ્લી પાંચ વન-ડે મેચમાં બે જીત અને ત્રણ હારનો સામનો કર્યો છે. આમાં તાજેતરમાં જ ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે મળેલી સિરીઝની હાર પણ સામેલ છે. જ્યારે અફઘાનિસ્તાન સતત ચાર વન-ડે જીતીને આ સિરીઝમાં ઉતરશે. શ્રેયસ અય્યર 3000 વન-ડે રન પૂરા કરવાથી 23 રન દૂર છે. જ્યારે કેપ્ટન શુભમન ગિલને આ આંકડા સુધી પહોંચવા માટે 47 રનની જરૂર છે.

બન્ને ટીમની પોસિબલ પ્લેઇંગ-11

ભારત (IND): શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, ઈશાન કિશન, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ ક્રિષ્ના, પ્રિન્સ યાદવ/ગુરનૂર બ્રાર.

અફઘાનિસ્તાન (AFG): ઇબ્રાહિમ જાદરાન, રહમાનુલ્લાહ ગુરબાઝ, સેદિકુલ્લાહ અટલ, રહમત શાહ, હશ્મતુલ્લાહ શાહિદી (કેપ્ટન), અઝમતુલ્લાહ ઓમરઝઈ, મોહમ્મદ નબી/ઇકરામ અલીખિલ, રાશિદ ખાન, મોહમ્મદ સલીમ, અલ્લાહ ગઝનફર, ઝિયા-ઉર-રહમાન.

Leave A Comment