FIFA World Cup 2026: Brazil vs Morocco clash; Australias record vs Turkey

Last Updated: June 13, 2026By

સ્પોર્ટ્સ ડેસ્ક42 મિનિટ પેહલા

  • કૉપી લિંક

FIFA ફૂટબોલ વર્લ્ડ કપ 2026ના ત્રીજા દિવસે શનિવારે 5 મેચ રમાશે. દિવસની પ્રથમ મેચ કતાર અને સ્વિટ્ઝર્લેન્ડ વચ્ચે રમાશે. મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 12:30 વાગ્યે સેન ફ્રાન્સિસ્કો બે એરિયા સ્ટેડિયમમાં શરૂ થશે.

બીજી મેચ બ્રાઝિલ અને મોરોક્કો વચ્ચે સવારે 4:30 વાગ્યે ન્યૂ યોર્ક ન્યૂ જર્સી સ્ટેડિયમમાં રમાશે. ત્રીજી મેચ સવારે 6:30 વાગ્યે હેતી અને સ્કોટલેન્ડ વચ્ચે મિયામી સ્ટેડિયમમાં થશે.

ચોથી મેચ સવારે 9:30 વાગ્યે ઓસ્ટ્રેલિયા અને તુર્કી વચ્ચે સિએટલ સ્ટેડિયમમાં, જ્યારે પાંચમી મેચ જર્મની અને કુરાકાઓ વચ્ચે હ્યુસ્ટન સ્ટેડિયમમાં રાત્રે 10:30 વાગ્યે રમાશે.

મેચ-5: વર્લ્ડ કપમાં પહેલીવાર કતાર અને સ્વિટ્ઝર્લેન્ડની ટક્કર

ગ્રુપ-Bમાં સામેલ કતાર અને સ્વિટ્ઝર્લેન્ડ વચ્ચે અત્યાર સુધી માત્ર 1 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે, જેમાં કતારે 1-0 થી જીત મેળવી હતી. જોકે, FIFA વર્લ્ડ કપના ઇતિહાસમાં બંને ટીમ પ્રથમ વખત એકબીજા સામે ટકરાશે.

કતારની ટીમ એશિયા કપ ચેમ્પિયન હોવાના ઉત્સાહ સાથે મેદાનમાં ઉતરશે અને તેને તેના વિંગર એડમિલ્સન જુનિયર પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા હશે.

બીજી તરફ, સ્વિટ્ઝર્લેન્ડની મજબૂત યુરોપિયન ટીમ તેના સ્ટાર ખેલાડી ગ્રેનિટ જાકાના અનુભવના આધારે મેચ જીતવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે.

બંને ટીમની સંભવિત સ્ટાર્ટિંગ-11:

કતાર: અબુનાદ, ઉઈ, મિગુએલ, ખુખી, અલ-અમીન, અબ્દુલસલામ, ફાથી, લાયે, અબ્દુલરીસાગ, અફીફ, જુનિયર.

સ્વિટ્ઝર્લેન્ડ: કોબેલ, વિડમર, એલવેદી, અકાંજી, રોડ્રિગેઝ, એબિશર, જાકા, ફ્રાયલર, એનડૉય, મનજાંબી, અમદૌની.

મેચ-6: 1998 વર્લ્ડ કપમાં બ્રાઝિલે મોરોક્કોને હરાવ્યું હતું

ગ્રુપ-Cમાં સામેલ પાંચ વખતની ચેમ્પિયન બ્રાઝિલ અને મોરોક્કો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 3 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. જેમાંથી 2 મેચ બ્રાઝિલે જીતી છે અને એકમાં તેને હાર મળી છે.

ફિફા વર્લ્ડ કપમાં બંને ટીમ 28 વર્ષ પછી આમને-સામને હશે. આ પહેલા બંનેની ટક્કર 1998ના વર્લ્ડ કપમાં થઈ હતી, જ્યાં બ્રાઝિલે મોરોક્કોને 3-0થી હરાવ્યું હતું.

નેમારની ગેરહાજરીમાં બ્રાઝિલની નજર વિનિસિયસ જુનિયર અને રાફિન્હા પર રહેશે.

બીજી તરફ, મોરોક્કોની ટીમ તેના સ્ટાર ખેલાડીઓ અશરફ હકીમી અને બ્રાહિમ ડિયાઝના દમ પર બ્રાઝિલને સખત પડકાર આપશે.

બંને ટીમની સંભવિત સ્ટાર્ટિંગ-11:

બ્રાઝિલ: એલિસન, ડેનિલો, માર્વિન્હોસ, ગેબ્રિયલ, સેન્ડ્રો, કાસિમીરો, ગુઇમારેસ, રાફિન્હા, પાકેટા, વિનિસિયસ જુનિયર, કુન્હા.

મોરોક્કો: બોનો, હકીમી, ડિયોપ, રિયાદ, મઝરાઉઇ, અમરાબત, અલ આયનાઉઇ, ઓનાહી, ડિયાઝ, સૈબારી, અલ ખન્નાઉસ.

મેચ-7: હૈતી અને સ્કોટલેન્ડ વચ્ચે જોરદાર ટક્કર

ગ્રુપ-Fમાં સામેલ હૈતી અને સ્કોટલેન્ડ વચ્ચે અત્યાર સુધી કુલ 2 આંતરરાષ્ટ્રીય મુકાબલા રમાયા છે. તેમાંથી સ્કોટલેન્ડે 1 મેચ જીતી છે, જ્યારે 1 મુકાબલો ડ્રો રહ્યો છે.

FIFA વર્લ્ડ કપના ઇતિહાસમાં બંને ટીમ વચ્ચે આ પ્રથમ ટક્કર હશે, જ્યાં હૈતીની ટીમ સ્કોટલેન્ડ સામે પોતાની પ્રથમ જીતની શોધમાં મેદાનમાં ઉતરશે.

બંને ટીમની સંભવિત સ્ટાર્ટિંગ-11:

હૈતી: પ્લેસાઇડ, આર્કસ, અદે, ડેલક્રોઇક્સ, એક્સપિરિયન્સ, ડીડસન, જીન જેક્સ, બેલેગાર્ડે, પ્રોવિડન્સ, ઇસિડોર, નાજોન.

સ્કોટલેન્ડ: ગન, હિકી, હેનલી, સુતાર, રોબર્ટસન, ડોક, મેકટોમિને, ફર્ગ્યુસન, મેકગિન, એડમ્સ, શેન્લેન્ડ.

મેચ-8: ઓસ્ટ્રેલિયા સામે નથી હાર્યું તુર્કી

ગ્રુપ-Dમાં સામેલ ઓસ્ટ્રેલિયા અને તુર્કી વચ્ચે અત્યાર સુધી કુલ 2 આંતરરાષ્ટ્રીય મુકાબલા રમાયા છે. હેડ-ટુ-હેડ રેકોર્ડમાં તુર્કીનું પલડું ભારે છે, જેણે બંને મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં બંને ટીમ પહેલીવાર એકબીજા સામે મેદાન પર ઉતરશે.

બંને ટીમની સંભવિત સ્ટાર્ટિંગ-11:

ઓસ્ટ્રેલિયા: રયાન, ઇટાલિયાનો, સિરકાતી, સુતાર, હેરિંગ્ટન, બોસ, મેટકાફ, ઇરવિન, ઓ’નીલ, લેકી, ટુરે.

તુર્કી: ચાકિર, ચેલિક, ડેમિરલ, બરદાકચી, એલ્માલી, ચાલહાનઓગ્લુ, યુકસેક, ગુલર, કોકચુ, યિલમાઝ, ગુલ.

મેચ-9: જર્મની સામે ઐતિહાસિક ડેબ્યૂ કરશે કુરાસાઓની ટીમ

ગ્રુપ-Eમાં સામેલ 4 વખતની વર્લ્ડ ચેમ્પિયન જર્મની અને કેરેબિયન દેશ કુરાકાઓ વચ્ચે આ પહેલી મેચ હશે. કુરાકાઓ ઇતિહાસમાં પહેલીવાર FIFA વર્લ્ડ કપ રમી રહી છે.

જર્મનીને ફ્લોરિયન વિર્ટ્ઝ અને જમાલ મુસિયાલા જેવા યુવા સિતારાઓ પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા હશે.

બંને ટીમની સંભવિત સ્ટાર્ટિંગ-11:

જર્મની: નોયર, કિમિચ, તાહ, રુડિગર, રૉમ, ગોરેત્ઝકા, પાવલોવિચ, વિર્ટ્ઝ, મુસિયાલા, હાવર્ટ્ઝ, ઉંડાઉ.

કુરાકાઓ: રૂમ, બ્રેનેટ, ગારી, ઓબિસ્પો, ફ્લોરાનસ, એલ. બકુના, જે. બકુના, ગોરે, ચોંગ, કસ્તાનીર, માર્ગરીથા.

Leave A Comment