AI AI is not necessary for every job why did Microsoft CEO give this advice to employees | Gujarat News
આજના આધુનિક યુગમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ રોકેટ ગતિએ વધી રહ્યો છે. દુનિયાભરની મોટી ટેક કંપનીઓ પોતાના કર્મચારીઓને AI ટુલ્સ અપનાવવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. પરંતુ આ બધાની વચ્ચે વિશ્વની સૌથી મોટી ટેક કંપની માઈક્રોસોફ્ટના સીઈઓ (CEO) સત્યા નડેલાએ એક ચોંકાવનારું અને મહત્વનું નિવેદન આપ્યું છે. નડેલાના મતે, દરેક સમસ્યાનું સમાધાન માત્ર AI હોઈ શકે નહીં અને દરેક કામ માટે સૌથી એડવાન્સ કે પાવરફુલ AI મોડેલની જરૂર હોતી નથી.
સત્યા નડેલાએ AI વ્યૂહરચના વિશે ખુલીને વાત કરી
તાજેતરમાં ‘ન્યૂયોર્ક ટાઈમ્સ’ના ‘હાર્ડ ફોર્ક’ પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન સત્યા નડેલાએ માઈક્રોસોફ્ટના આંતરિક કામકાજ અને AI વ્યૂહરચના વિશે ખુલીને વાત કરી હતી. તેમણે સ્વીકાર્યું કે માઈક્રોસોફ્ટની અંદર AI નો ઉપયોગ ખૂબ જ ઝડપથી વધ્યો છે. તેમણે રમુજી અંદાજમાં પોતાની જાતને “ટોકનમેક્સર” (Tokenmaxer) ગણાવ્યા હતા, એટલે કે એક એવી વ્યક્તિ જે AI ટુલ્સનો સતત અને વધુ પડતો ઉપયોગ કરે છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

