આજે 'દિવ્ય ભાસ્કર ગુજરાતી ફિલ્મ અવોર્ડ્સ 2026' યોજાશે:મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અવોર્ડ એનાયત કરશે, ગુજ્જુ સ્ટાર્સનું ધમાકેદાર પરફોર્મન્સ

Last Updated: June 14, 2026By

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા ઉત્સવ ‘દિવ્ય ભાસ્કર ગુજરાતી ફિલ્મ અવોર્ડ્સ 2026’ આજે 14 જૂને યોજાવા જઈ રહ્યા છે. ગુજરાત ટુરિઝમ પ્રસ્તુત અને પાવર્ડ બાય તનિષ્ક આ અવોર્ડ શોમાં થિયેટર, OTT અને ફિલ્મોના શ્રેષ્ઠ ટેલેન્ટને સન્માનિત કરવામાં આવશે. અવોર્ડ શોમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહેશે. આકર્ષક રેડ કાર્પેટ બાદ મુખ્ય અવોર્ડ સેરેમની યોજાશે. સાથે જ સુપરસ્ટાર્સ ધમાકેદાર પરફોર્મન્સ પણ આપશે. આ ફિલ્મ એવોર્ડ્સમાં ટ્રાવેલ અને હોસ્પિટાલિટી પાર્ટનર તરીકે થોમસ કૂક, એસોસીએટ પાર્ટનર તરીકે તિરૂપતિ એડીબલ ઓઈલ્સ, લક્ઝરી મોલ પાર્ટનર તરીકે પેલેડિયમ અમદાવાદ, આઉટરીચ પાર્ટનર તરીકે જુગાડ મીડિયા, સહયોગમાં GMDC, સેલેબ્રિટી પાર્ટનર રેડ ચેરી, ડિજિટલ પાર્ટનર તરીકે દિવ્ય ભાસ્કર એપ અને રેડિયો પાર્ટનર તરીકે 94.3 MY FM જોડાયા છે. થિયેટર, ઓટીટી અને ફિલ્મ્સ સાથે જોડાયેલા કલાકારો માટે કુલ 28 કેટેગરીમાં 100થી વધુ કલાકારો અને આર્ટિસ્ટ્સને જૂરી તથા પબ્લિક દ્વારા નોમિનેટ કરવામાં આવ્યા છે. 28થી વધુ વિજેતાઓનું સન્માન મુખ્ય મંત્રી, નાયબ મુખ્ય મંત્રી, અન્ય મહાનુભાવો અને ઇન્ડસ્ટ્રીના દિગ્ગજો કરશે. ફિલ્મ કેટેગરી 1. બેસ્ટ ફિલ્મ 2. બેસ્ટ એક્ટર ઈન લીડીંગ રોલ (ફિમેલ) 3. બેસ્ટ એક્ટર ઈન લીડીંગ રોલ (મેલ) 4. બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટર 5. બેસ્ટ પ્લેબેક સિંગર (ફિમેલ) 6. બેસ્ટ પ્લેબેક સિંગર (મેલ) 7. બેસ્ટ એક્ટર ઈન સપોર્ટિંગ રોલ (ફિમેલ) 8. બેસ્ટ એક્ટર ઈન સપોર્ટિંગ રોલ (મેલ) 9. બેસ્ટ એક્ટર ઈન કોમિક રોલ (મેલ/ફિમેલ) 10. બેસ્ટ ડાયલોગ્સ 11. બેસ્ટ ડિરેક્ટર 12. બેસ્ટ પ્રોડ્યુસર 13. બેસ્ટ સ્ક્રીનપ્લે 14. બેસ્ટ સ્ટોરી 15. બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈન 16. બેસ્ટ એક્શન 17. બેસ્ટ કોરિયોગ્રાફી 18. બેસ્ટ સિનેમેટોગ્રાફી 19. બેસ્ટ લિરિક્સ થિયેટર કેટેગરી 1. બેસ્ટ ડ્રામા 2. બેસ્ટ ડિરેક્ટર 3. બેસ્ટ એક્ટર (મેલ/ફિમેલ) ઓટીટી કેટેગરી 1. બેસ્ટ ફિલ્મ 2. બેસ્ટ ડિરેક્ટર 3. બેસ્ટ એક્ટર ઈન લીડીંગ રોલ (મેલ) 4. બેસ્ટ એક્ટર ઈન લીડીંગ રોલ (ફિમેલ) સત્તાવાર 28 કેટેગરી ઉપરાંત બાકી રહેલી વિશિષ્ટ શ્રેણીઓ, ખાસ પુરસ્કારો અને 28થી વધુ વિજેતાઓની જાહેરાત સીધી મંચ પરથી કરવામાં આવશે. ચૂકશો નહીં! ગુજરાતના આ ભવ્ય સિનેમા મહોત્સવના સાક્ષી બનવા અને તમારા મનપસંદ કલાકારોને પુરસ્કાર જીતતા જોવા માટે તૈયાર રહો.

Leave A Comment