This is Mark Zuckerbergs biggest mistake after laying off 8000 people in the wake of AI | Gujarat News

Last Updated: June 14, 2026By

ફેસબુકની પેરન્ટ કંપની મેટા (Meta) માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર ફોકસ વધારવા અને કંપનીના માળખામાં ફેરફાર કરવાના ચક્કરમાં તાજેતરમાં જ હજારો કર્મચારીઓએ પોતાની નોકરી ગુમાવવી પડી છે. મેટાએ ગયા મહિને જ તેના વૈશ્વિક કર્મચારીઓમાંથી આશરે 10 ટકા એટલે કે લગભગ 8,000 લોકોને નોકરીમાંથી બહારનો રસ્તો બતાવ્યો હતો. આ મોટા આંચકા બાદ હવે કંપનીના સીઈઓ માર્ક ઝકરબર્ગે (Mark Zuckerberg) પોતે સ્વીકાર્યું છે કે કંપનીના રિસ્ટ્રક્ચરિંગ દરમિયાન કેટલીક મોટી ભૂલો થઈ છે અને યોજના મુજબ ધારેલા પરિણામો મળ્યા નથી.

ઇન્ટરનલ મેમોમાં ઝકરબર્ગે સ્વીકારી ભૂલ

રોયટર્સના અહેવાલ મુજબ, એક આંતરિક મેમોમાં માર્ક ઝકરબર્ગે તેમના કર્મચારીઓ સમક્ષ સ્વીકાર્યું છે કે કંપનીનું AI ટ્રાન્સફોર્મેશન સંપૂર્ણપણે સફળ રહ્યું નથી. તેમણે જણાવ્યું કે નવી ટેક્નોલોજી અને AI ના યુગમાં પોતાની જાતને ઢાળવાની પ્રક્રિયા દરમિયાન આગામી દિવસોમાં પણ આવી ભૂલો થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે માર્ચ મહિનાના અંત સુધીમાં મેટામાં આશરે 78,000 કર્મચારીઓ કામ કરતા હતા, જેમાંથી 10 ટકા એટલે કે 8,000 કર્મચારીઓની છંટની કરવામાં આવી છે. આ સાથે જ, આશરે 7,000 જેટલા કર્મચારીઓને AI સાથે જોડાયેલા પ્રોજેક્ટ્સમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે.

AI પર અબજો ડોલરનો મોટો દાવ

માર્ક ઝકરબર્ગ અત્યારે મેટાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટેલેન્ટ અને નવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રોડક્ટ્સ પર અબજો ડોલરનું રોકાણ કરી રહ્યા છે. મેટા તે વૈશ્વિક ટેક કંપનીઓની રેસમાં સૌથી આગળ છે જે પોતાના આખા બિઝનેસ મોડલને AI ની આસપાસ ફરીથી ગોઠવી રહી છે. કંપની અત્યારે એવા ‘AI એજન્ટ્સ’ તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જે પરંપરાગત રીતે કર્મચારીઓ દ્વારા કરવામાં આવતા કામોને સરળતાથી સંભાળી શકે.

આ વર્ષે હવે વધુ છટણી નહીં થાય

જો કે, આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓને કાઢ્યા બાદ માર્ક ઝકરબર્ગે બાકીના કર્મચારીઓને નોકરીની સુરક્ષા અંગે આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે મેટા આ વર્ષે હવે કોઈ મોટી છંટની કરવાની યોજના ધરાવતી નથી. પરંતુ સાથે જ તેમણે ટિપ્પણી કરી કે ટેક ઈન્ડસ્ટ્રીમાં થઈ રહેલા ઘણા ઝડપી ફેરફારો તેમના નિયંત્રણ બહાર છે. AI ના આ આંધળા અનુકરણ વચ્ચે કર્મચારીઓમાં ભયનો માહોલ છે, ત્યારે ઝકરબર્ગનું આ નિવેદન કંપનીની આંતરિક મૂંઝવણોને સ્પષ્ટપણે દર્શાવે છે.

આ પણ વાંચો:Europe: શું આવશે હિમયુગ? પૃથ્વીના સમુદ્રી એન્જિનમાં આવતી ખામી માનવજાત માટે ખતરો!

Leave A Comment