Messi Ronaldo Clash? FIFA World Cup 2026 Groups Revealed

Last Updated: June 14, 2026By

  • Gujarati News
  • Sports
  • Messi Ronaldo Clash? FIFA World Cup 2026 Groups Revealed | Argentina Portugal

ન્યૂયોર્ક3 દિવસ પેહલા

  • કૉપી લિંક

ફૂટબોલ ઇતિહાસની સૌથી મોટી અને ઐતિહાસિક હરીફાઈ તેના સૌથી રોમાંચક વળાંક પર પહોંચી ગઈ છે. વર્ષ 2026નો ફીફા વર્લ્ડ કપ એક એવા અભૂતપૂર્વ રેકોર્ડનો સાક્ષી બનવા જઈ રહ્યો છે, જ્યાં સર્વકાલીન મહાન ખેલાડીઓ લિયોનેલ મેસ્સી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો તેમની કારકિર્દીના છઠ્ઠા વર્લ્ડ કપમાં રમવા ઉતરશે.

દુનિયાભરના ફૂટબોલ ચાહકોના મનમાં ફક્ત એક જ સવાલ છે – શું આ મહાકુંભમાં આ બંને દિગ્ગજો તેમની નેશનલ જર્સીમાં એકબીજાની સામે હશે? આર્જેન્ટિનાના મેસ્સી (38 વર્ષ) અને પોર્ટુગલના રોનાલ્ડો (41 વર્ષ)ની ઉંમરને જોતાં, આ વર્લ્ડ કપના મંચ પર બંને વચ્ચેની ટક્કરનો છેલ્લો મોકો હોઈ શકે છે.

ગ્રુપ સ્ટેજ મેચ અને શેડ્યૂલ

લિયોનેલ મેસ્સીની આગેવાનીમાં આર્જેન્ટિનાને ગ્રુપ-Jમાં રાખવામાં આવી છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના પોર્ટુગલને ગ્રુપ-Kમાં સ્થાન મળ્યું છે.

જો આર્જેન્ટિના તેના ગ્રુપમાં ટોચ પર રહે છે, તો તેઓ 4 જુલાઈએ રાઉન્ડ ઑફ-32માં ગ્રુપ-H (જેમાં સ્પેન, ઉરુગ્વે, કેપ વર્ડે, સાઉદી અરેબિયાનો સમાવેશ થાય છે)ની બીજા નંબરે રહેલી ટીમ સામે ટકરાશે.

આર્જેન્ટિનાની જેમ પોર્ટુગલ પણ તેના ગ્રુપમાં ટોચ પર રહેવાની અપેક્ષા રાખે છે. આ સ્થિતિમાં 4 જુલાઈએ રાઉન્ડ ઑફ-32માં તેમનો મુકાબલો ગ્રુપ D, E, I, J અથવા L ગ્રુપમાંથી ત્રીજા સ્થાને રહેલી ટીમ સાથે થશે.

3 સમીકરણો

ટુર્નામેન્ટના ફોર્મેટ અને બ્રેકેટને જોતાં મેસ્સી અને રોનાલ્ડો વચ્ચે આ ટુર્નામેન્ટમાં આમને-સામનેની ટક્કર થવાના મુખ્યત્વે 3 સમીકરણો બની રહ્યા છે…

1. રાઉન્ડ ઑફ-16માં સખત મુકાબલો

જો કોઈ મોટા અપસેટને કારણે બંને ટીમો પોતપોતાના ગ્રુપમાં બીજા સ્થાને રહે છે, તો વાર્તા રોમાંચક બની શકે છે. આવી સ્થિતિમાં, રાઉન્ડ ઑફ-32ની મેચ જીત્યા પછી, આ બંને દિગ્ગજો સીધા રાઉન્ડ ઑફ-16માં એકબીજા સામે આવી શકે છે.

જોકે, બીજા સ્થાને રહેવાથી ‘રાઉન્ડ ઑફ 32’નો માર્ગ અત્યંત મુશ્કેલ બની જશે, કારણ કે ત્યારે આર્જેન્ટિનાનો સામનો સ્પેનથી અને પોર્ટુગલનો સામનો ક્રોએશિયા જેવી મજબૂત ટીમથી થવાની સંભાવના વધી જશે.

2. ક્વાર્ટર ફાઈનલમાં બ્લોકબસ્ટર મુકાબલો

આનો સૌથી સીધો અને સરળ જવાબ એ છે કે બંને ટીમ પોતપોતાના ગ્રુપમાં ટોચ પર રહે. આ પછી, જો આર્જેન્ટિના અને પોર્ટુગલ બંને રાઉન્ડ ઑફ-32 અને રાઉન્ડ ઑફ-16ની પોતપોતાની મેચ જીતી જાય, તો ફૂટબોલ ચાહકોને ક્વાર્ટર ફાઈનલમાં આર્જેન્ટિના vs પોર્ટુગલની બ્લોકબસ્ટર મેચ જોવા મળશે.

વર્તમાન બ્રેકેટને જોતાં આ સૌથી વ્યવહારુ સ્થિતિ લાગે છે. આ રસ્તામાં આર્જેન્ટિના માટે રાઉન્ડ ઑફ-32માં ઉરુગ્વે સૌથી મુશ્કેલ હરીફ હોઈ શકે છે, જ્યારે પોર્ટુગલને ક્વાર્ટર ફાઈનલ પહેલાં કોઈ બહુ મોટી ટીમ સામે ટકરાવું નહીં પડે.

3. ફાઈનલનું પણ જાદુઈ સમીકરણ

વર્લ્ડ કપના વિશાળ ફોર્મેટને જોતાં એક વધુ જાદુઈ સમીકરણ પણ શક્ય છે. જો બંનેમાંથી કોઈ એક ટીમ પોતાના ગ્રુપમાં પ્રથમ સ્થાને રહે અને બીજી ટીમ પોતાના ગ્રુપમાં બીજા સ્થાને રહે, તો બંનેનો રસ્તો અલગ-અલગ થઈ જશે.

આ સ્થિતિમાં બંને ટીમ ફક્ત અને ફક્ત FIFA વર્લ્ડ કપ 2026ની ફાઈનલ મેચમાં જ એકબીજા સાથે ટકરાઈ શકે છે. જો આવું થાય છે, તો આ રમત ઇતિહાસનો સૌથી મોટો “લાસ્ટ ડાન્સ” સાબિત થશે.

આ વખતે ઘણા રેકોર્ડ દાવ પર હશે

  • લિયોનેલ મેસ્સી: મેસ્સી પાસે પહેલાથી જ વર્લ્ડ કપમાં સૌથી વધુ મેચ રમવાનો (26 મેચ) અને સૌથી વધુ મિનિટ (2,314 મિનિટ) મેદાન પર વિતાવવાનો રેકોર્ડ છે. તે વર્લ્ડ કપમાં આર્જેન્ટિનાના ઓલટાઇમ ટૉપ સ્કોરર (13 ગોલ) છે. તે જર્મનીના મિરોસ્લાવ ક્લોઝના 16 ગોલના ઓલટાઇમ રેકોર્ડથી માત્ર 3 ગોલ દૂર છે. આ ઉપરાંત, મેસ્સી વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ યોગદાન (21)ના મામલે પેલે સાથે બરાબરી પર છે.
  • ક્રિસ્ટિયાનો રોનાલ્ડો: રોનાલ્ડોના નામે હાલમાં વર્લ્ડ કપના ઘણા રેકોર્ડ નથી. તેના વર્લ્ડ કપમાં 8 ગોલ છે. પરંતુ ઇન્ટરનેશનલ ફૂટબોલમાં તે હજુ પણ દુનિયાના બેતાજ બાદશાહ છે. તેણે દુનિયામાં સૌથી વધુ ઇન્ટરનેશનલ મેચ (226) રમી છે અને સૌથી વધુ ગોલ (143) કર્યા છે. તે આ બંને રેકોર્ડ્સને વધુ આગળ વધારશે. જ્યારે, મેસ્સી 198 મેચમાં 116 ગોલ સાથે બીજા સ્થાને છે.

ક્લબ ફૂટબોલમાં મેસ્સીનું પ્રભુત્વ, આંતરરાષ્ટ્રીય સ્તરે બરાબર

  • બંને વચ્ચે કુલ 35 ક્લબ મેચ રમાઈ છે (જેમાંથી મોટાભાગની બાર્સેલોના અને રિયલ મેડ્રિડ વચ્ચે રમાઈ હતી). આ 35 મેચમાંથી મેસ્સીએ 16 મેચ જીતી છે, જ્યારે રોનાલ્ડોએ 10 મેચમાં જીત નોંધાવી છે (9 મેચ ડ્રો રહી). ક્લબ મેચમાં બંનેએ એકબીજા સામે બરાબર 22-22 ગોલ કર્યા છે.
  • જ્યારે નેશનલ ટીમની વાત આવે છે, ત્યારે બંનેએ ફક્ત બે ઈન્ટરનેશનલ મેચ (ફ્રેન્ડલી)માં એકબીજાનો સામનો કર્યો છે. બંનેએ 1-1 મેચ જીતી છે અને બંનેએ 1-1 ગોલ જ કર્યો છે.

Leave A Comment