ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ:અસ્થિરતા વચ્ચે બજારમાં ખરીદીના પ્રવાહ સામે નફારૂપી વેચવાલી યથાવત્…!!!

Last Updated: June 14, 2026By

ગત સપ્તાહ દરમિયાન ભારતીય શેરબજારમાં ભારે અસ્થિરતા વચ્ચે મિશ્ર પરંતુ એકંદરે તેજી તરફી વલણ જોવા મળ્યું. સપ્તાહની શરૂઆત વૈશ્વિક અનિશ્ચિતતા, ક્રૂડ ઓઈલના ભાવમાં વધઘટ અને વિદેશી રોકાણકારોની સાવચેત સ્થિતિના કારણે દબાણ સાથે થઈ હતી. જોકે સપ્તાહ આગળ વધતા બેંકિંગ, નાણાકીય સેવાઓ અને પસંદગીયુક્ત મોટી મૂડીવાળા શેરોમાં મજબૂત ખરીદી જોવા મળી. ઉપરના સ્તરે નફાવસૂલી અને નીચેના સ્તરે ખરીદી બંને પ્રવૃત્તિઓ સક્રિય રહી. બજારનું એકંદર માળખું હજુ પણ સકારાત્મક છે, પરંતુ અસ્થિરતા અને વૈશ્વિક જોખમો રોકાણકારોને સાવચેત રહેવાનો સંદેશ આપી રહ્યા છે. ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી રણશિંગું ફૂંકાઈ ગયું હોઈ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ડિલ નહીં કરનારા ઈરાનને કિંમત ચૂકવવી પડશે એવા કરેલા હૂંકાર અને સામે ઈરાને પણ વળતાં પ્રહારમાં અમેરિકી સૈન્ય મથકોને ગલ્ફ દેશોમાં નિશાન બનાવતા મામલો બિચકતાં આજે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારોમાં ઘટાડાનો દોર આગળ વધ્યો હતો. ક્રુડ ઓઈલના ભાવમાં મજબૂતી સાથે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો ફરી નબળો પડવા લાગતાં અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ના ફફડાટમાં આઈટી શેરોમાં ફરી પેનીક સેલિંગ નીકળતાં ગાબડાં પડયા હતા. સપ્તાહના અંતે એક સમયે ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાન પર મોટો હુમલો કરવાની ધમકી આપી આખા વિશ્વની ચિંતા વધારી દીધી હતી પરંતુ ગણતરીના કલાકોમાં જ ટ્રમ્પે ગુલાંટ મારતાં ઈરાન સાથે ડીલ થઈ ગયાની વાત કહેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. હવે આ અહેવાલની જ અસર શેરબજાર અને કોમોડિટી માર્કેટ સહિત વિશ્વભરના બજારોમાં જોવા મળી રહી છે. બીજી બાજુ બ્રેન્ટ ક્રૂડ જે ગઇકાલે ગુરુવારે 95 ડૉલરના લેવલે પહોંચી ગયો હતો તે આજે ફરી એકવાર 90 ડૉલરથી નીચે આવે જતાં 88.93 ડૉલરના લેવલે ટ્રેડ થઈ રહ્યો છે જે ઓઈલ સંકટ સામે ઝઝૂમતી દુનિયા માટે મોટી રાહતના સમાચાર છે. જ્યારે બીજી બાજુ ડૉલર સામે રૂપિયાની વાત કરીએ તો એ પણ મજબૂત થયો છે. ગઇકાલે એક સમયે 96ની સપાટીની નજીક પહોંચેલો રૂપિયો આજે ફરી એકવાર 95ના લેવલની આજુબાજુ આવી ગયો છે. સેન્સેક્સમાં સપ્તાહ દરમિયાન ભારે વધઘટ જોવા મળી. શરૂઆતના સત્રોમાં વૈશ્વિક નબળાઈના કારણે દબાણ રહ્યું હતું,.સપ્તાહ દરમિયાન અનેક વખત ઉપરના સ્તરે નફાવસૂલી જોવા મળી હતી, છતાં ખરીદદારોનું પ્રભુત્વ યથાવત રહ્યું. સપ્તાહના અંતે સેન્સેક્સ મહત્વપૂર્ણ આધાર વિસ્તાર ઉપર બંધ રહ્યો, જે બજાર માટે સકારાત્મક સંકેત માનવામાં આવે છે. નિફ્ટી વાયદા બજારમાં શરૂઆતમાં દબાણ જોવા મળ્યું, પરંતુ ત્યારબાદ ટૂંકી વેચવાલી આવરણ અને નવી ખરીદીના કારણે મજબૂત સુધારો નોંધાયો. ટેકનિકલ રીતે ઊંચા તળિયાની રચના હજુ પણ યથાવત જોવા મળી રહી છે. મહત્વપૂર્ણ આધાર વિસ્તાર નજીક ખરીદદારો સક્રિય રહ્યા, જ્યારે ઉપરના સ્તરે વેચવાલીનું દબાણ પણ સતત જોવા મળ્યું. ટૂંકા ગાળામાં વાયદા બજારમાં સકારાત્મક વલણ યથાવત છે, પરંતુ અસ્થિરતા પણ ઊંચી રહેવાની શક્યતા છે. વૈશ્વિક પરિબળો :- વૈશ્વિક બજારોમાં સમગ્ર સપ્તાહ દરમિયાન મિશ્ર વલણ જોવા મળ્યું. અમેરિકન બોન્ડ યીલ્ડમાં વધઘટ રોકાણકારો માટે ચિસ્તાનો વિષય રહી. ડોલર સૂચકાંકમાં મજબૂતી ઉદયમાન બજારો માટે પડકારરૂપ બની. ક્રૂડ ઓઈલના ભાવ ઊંચા સ્તરે રહેતા વૈશ્વિક મોંઘવારી અંગેની ચિંતા યથાવત રહી. યુરોપિયન અને એશિયન બજારોમાં પણ મિશ્ર વલણ જોવા મળ્યું. ભૂરાજકીય તણાવ અને વૈશ્વિક આર્થિક વૃદ્ધિ અંગેની અનિશ્ચિતતાએ બજારના મનોબળને અસર કરી. સ્થાનિક સંસ્થાગત રોકાણકારોની સતત ખરીદી, બેંકિંગ ક્ષેત્રમાં મજબૂતી, મહત્વપૂર્ણ આધાર વિસ્તાર ઉપર બજાર ટકી રહેવું અને ટૂંકી વેચવાલી આવરણ બજાર માટે મુખ્ય સકારાત્મક પરિબળ રહ્યા. રિટેલ રોકાણકારોની સક્રિય ભાગીદારી અને મજબૂત સ્થાનિક પ્રવાહે બજારને ટેકો આપ્યો. દૈનિક વપરાશ અને ઔષધિ જેવા રક્ષણાત્મક ક્ષેત્રોમાં માંગ પણ રોકાણકારોના વિશ્વાસને મજબૂત બનાવતી રહી. અમેરિકન બોન્ડ યીલ્ડમાં અસ્થિરતા, ડોલર સૂચકાંકમાં મજબૂતી, ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ અને વૈશ્વિક આર્થિક વૃદ્ધિ અંગેની ચિંતા બજાર માટે નકારાત્મક પરિબળ રહ્યા. માહિતી પ્રૌદ્યોગિકી અને ધાતુ ક્ષેત્રમાં દબાણ યથાવત રહ્યું. ઉપરના સ્તરે સતત નફાવસૂલી અને અવરોધ વિસ્તાર નજીક વેચવાલીનું દબાણ પણ બજાર માટે પડકારરૂપ રહ્યું. સ્થાનિક સંસ્થાગત રોકાણકારો દ્વારા સતત ખરીદી જોવા મળી, જે બજાર માટે સૌથી મોટો ટેકો બની. બીજી તરફ વિદેશી સંસ્થાગત રોકાણકારોનું વલણ મિશ્ર અને સાવચેત રહ્યું. કેટલીક સત્રોમાં વિદેશી વેચવાલી જોવા મળી, પરંતુ સ્થાનિક ખરીદીના કારણે બજારમાં મોટી નબળાઈ જોવા મળી નહીં. એકંદરે સ્થાનિક પ્રવાહ બજારને સ્થિર રાખવામાં સફળ રહ્યો. ભાવિ દિશા :- આગામી સપ્તાહમાં બજારનું વલણ “તેજી સાથે અસ્થિરતા” રહેવાની સંભાવના છે. મહત્વપૂર્ણ આધાર વિસ્તાર ઉપર બજાર ટકી રહેશે તો ખરીદદારોનું પ્રભુત્વ યથાવત રહી શકે છે. જોકે ઉપરના સ્તરે અવરોધ દબાણ સતત વધતું જઈ રહ્યું છે, જેના કારણે દરેક ઉછાળા પર નફાવસૂલી જોવા મળી શકે છે. બેંકિંગ અને નાણાકીય સેવાઓ ક્ષેત્ર આગામી સમયમાં પણ બજારને ટેકો આપી શકે છે. દૈનિક વપરાશ અને ઔષધિ જેવા રક્ષણાત્મક ક્ષેત્રોમાં પણ તુલનાત્મક મજબૂતી યથાવત રહેવાની શક્યતા છે. બીજી તરફ માહિતી પ્રૌદ્યોગિકી અને ધાતુ ક્ષેત્રમાં નબળાઈ ચાલુ રહે તો સૂચકાંકો પર દબાણ વધી શકે છે. જો વિદેશી નાણાં પ્રવાહમાં સુધારો થાય, ડોલર સૂચકાંક નરમ પડે અને ક્રૂડ ઓઈલના ભાવ સ્થિર રહે તો બજારમાં વધુ તેજી જોવા મળી શકે છે. પરંતુ વૈશ્વિક અનિશ્ચિતતા વધે અથવા અમેરિકન બોન્ડ યીલ્ડમાં વધુ વધારો થાય તો અચાનક નફાવસૂલીનું દબાણ વધી શકે છે. એકંદરે બજારનું માળખું હજુ સકારાત્મક છે, પરંતુ અસ્થિરતા ઊંચી હોવાથી રોકાણકારોએ પસંદગીયુક્ત ખરીદી, જોખમ નિયંત્રણ અને તબક્કાવાર રોકાણની વ્યૂહરચના અપનાવવી વધુ યોગ્ય રહેશે. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ… નિફ્ટી ફ્યુચર બંધ :- ( 23714 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 24008 પોઇન્ટના પ્રથમ અને 24202 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 24575 પોઇન્ટથી 23474 પોઇન્ટ, 23404 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 23202 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!! ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો… ભારત ફોર્જ ( 1951 ) :- ઓટો કોમ્પોનેન્ટ્સ અને ઇન્ડસ્ટ્રિયલ ફોર્જિંગ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1919 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1909 ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1977 થી રૂ.1990 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.2000 ઉપર તેજી તરફી ધ્યાન…!! ટેક મહિન્દ્રા ( 1438 ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.1404 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1390 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1464 થી રૂ.1470 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!! ઇન્ફોસિસ ( 1133 ) :- રૂ.1103 નો પ્રથમ તેમજ રૂ.1093 બીજા સપોર્ટથી ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને આઈટી સર્વિસ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.1147 થી રૂ.1155 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! સુપ્રીમ પેટ્રોકેમ ( 690 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.676 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.660 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.707 થી રૂ.720 નો ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!! હિન્દુસ્તાન કૉપર ( 514 ) :- રૂ.494 નો પ્રથમ તેમજ રૂ.488 ના બીજા સપોર્ટથી ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.534 થી રૂ.54૦ સુધીના ભાવ સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!! તેજસ નેટવર્ક્સ ( 590 ) :- ટેલિકોમ ઇક્વિપમેન્ટ અને નેટવર્કિંગ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.606 થી રૂ.616 ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે.!! રૂ.575 નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો….!!

Leave A Comment