UK Social Media Ban: Britain Bans Social Media for Children Under 16 | Gujarat News

Last Updated: June 15, 2026By

બ્રિટિશ સંસ્કૃતિ મંત્રી લિસા નંદીએ જણાવ્યું હતું કે મોટાભાગના લોકોએ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધને ટેકો આપ્યો હતો. 

બ્રિટિશ સરકારનો મોટો નિર્ણય

બાળકોના માનસિક અને સામાજિક સ્વાસ્થ્ય અંગે વધતી ચિંતાઓ વચ્ચે, બ્રિટિશ સરકાર મોટો નિર્ણય લેવા જઈ રહી છે. બ્રિટિશ પીએમ કીર સ્ટાર્મરે જાહેરાત કરી છે કે, 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. સરકાર માને છે કે, આ પગલું બાળકોને ઓનલાઈન દુનિયાના નકારાત્મક પ્રભાવોથી બચાવવા માટે જરૂરી છે. આ પ્રતિબંધ વિશ્વના ઘણા લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાગુ થશે. 

ચેટબોટ્સ પર પણ કડક પ્રતિબંધો 

લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે, TikTok, Instagram, Facebook, X, YouTube, Snapchat, Threads, Twitch, Kickstarter અને Redditનો સમાવેશ થાય છે. જો આ યોજના લાગુ કરવામાં આવે છે, તો 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકશે નહીં. માત્ર સોશિયલ મીડિયા જ નહીં, પરંતુ ચેટબોટ્સ પર પણ કડક પ્રતિબંધો લાદવામાં આવશે.

અન્ય દેશોએ પણ લીધા છે સમાન પગલાં 

યુકે આ દિશામાં પગલાં લેનાર પહેલો દેશ નથી. ઓસ્ટ્રેલિયા, કેનેડા, બ્રાઝિલ અને ઇન્ડોનેશિયા જેવા દેશોએ પણ બાળકોના સોશિયલ મીડિયા ઍક્સેસને નિયંત્રિત કરવા માટે કાયદા ઘડ્યા છે અથવા વય-આધારિત પ્રતિબંધોની જાહેરાત કરી છે. નિષ્ણાતો માને છે કે વધુ પડતા સોશિયલ મીડિયાનો ઉપયોગ બાળકોના માનસિક સ્વાસ્થ્ય, ઊંઘ અને શિક્ષણને અસર કરી શકે છે. તેથી, બ્રિટનનો આ નિર્ણય ભવિષ્યમાં અન્ય દેશો માટે એક ઉદાહરણ સ્થાપિત કરી શકે છે. 

આ પણ વાંચોઃ Pakistan એરફોર્સનું વિમાન ક્રેશ, બે પાયલટના મોત, ત્રણ નાગરિક ઘાયલ