આકાશમાંથી સીધું રસ્તા પર પડ્યું પાકિસ્તાની એરક્રાફ્ટ:આંખના પલકારામાં જ અગનગોળો બન્યું, બંને પાયલટના મોત; જુઓ VIDEO

Last Updated: June 15, 2026By

પાકિસ્તાનમાંથી એક હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે. ખૈબર પખ્તુનખ્વાના મરદાન શહેરમાં એરફોર્સનું એક ટ્રેનર પ્લેન અચાનક આકાશમાંથી નીચે પડીને રસ્તા પર ક્રેશ થઈ ગયું છે. સોમવારે થયેલા આ અકસ્માતમાં પ્લેન ઉડાવી રહેલા બંને પાઇલટનું કરુણ મૃત્યુ થયું છે. કેમેરામાં કેદ થયેલું ભયાનક દ્રશ્ય
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં અકસ્માત સ્પષ્ટપણે જોઈ શકાય છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે પ્લેન કેટલી ઝડપથી નીચે આવે છે અને રસ્તા સાથે અથડાતા જ આગના ગોળામાં ફેરવાઈ જાય છે. ક્રેશ થયા પછી, આ પ્લેન તેની પાછળ આગની જ્વાળાઓ છોડતું નજીકના એક ખાલી મેદાન સુધી ઘસડાઈને જાય છે. રસ્તા પર વિનાશનું દ્રશ્ય જોવા મળ્યું
અકસ્માત પછી સામે આવેલા બીજા વીડિયોમાં વિનાશનું દ્રશ્ય વધુ ભયાનક છે. રસ્તા પર વિમાનનો બળી ગયેલો કાટમાળ અને વિસ્ફોટને કારણે સામાન પણ વેરવિખેર જોવા મળી રહ્યો છે. ‘નોર્મલ ટ્રેનિંગ પર હતું પ્લેન: પાકિસ્તાની સેના પાકિસ્તાની સેનાએ જણાવ્યું કે આ પ્લેન એક રૂટિન ટ્રેનિંગ ઉડાન પર હતું. આ ભયાનક અકસ્માતમાં જીવ ગુમાવનાર બંને અધિકારીઓ સેનાની અલગ-અલગ વિંગમાંથી હતા, જેમની ઓળખ ફ્લાઇટ લેફ્ટનન્ટ મોહમ્મદ કાસિમ અબ્દુલ્લાહ અને લેફ્ટનન્ટ તાહા અબ્બાસી તરીકે થઈ છે. અકસ્માત પછી તરત જ એર હેડક્વાર્ટર દ્વારા આ ક્રેશનું સાચું કારણ જાણવા માટે તપાસ (Board of inquiry)ના આદેશ આપવામાં આવ્યા છે. સેના પ્રમુખ આસિમ મુનીરે પણ આ અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. એક અઠવાડિયામાં બીજો મોટો અકસ્માત તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં માત્ર એક અઠવાડિયામાં આ બીજો મોટો હવાઈ અકસ્માત છે. આ પહેલા બુધવારે જ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં સેનાનું એક હેલિકોપ્ટર ટેકનિકલ ખામીને કારણે ક્રેશ થયું હતું, જેમાં સવાર તમામ લોકોના મોત થયા હતા. પાકિસ્તાનમાં સૈન્ય અને નાગરિક ઉડ્ડયન સુરક્ષાનો રેકોર્ડ ઘણો ખરાબ રહ્યો છે. ખાસ કરીને ઉત્તરીય પહાડી વિસ્તારોમાં વારંવાર વિમાન અને હેલિકોપ્ટર ક્રેશ થાય છે.

Leave A Comment