'ગોવિંદાના માથામાં વાળ નથી, હેર પેચ લગાવે છે':સુનીતાએ ફરી જાહેરમાં પતિની મજાક ઉડાવી, કહ્યું- 'યુવાનીમાં ચીચી ખૂબ હેન્ડસમ લાગતો હતો'

Last Updated: June 17, 2026By

ગોવિંદાની પત્ની સુનીતા આહુજાએ નવા પોડકાસ્ટમાં ફરી એકવાર પતિની મજાક ઉડાવી છે. તેમણે દાવો કર્યો છે કે, જ્યારે તે ગોવિંદાને પહેલા મળ્યા હતાં, ત્યારે તે ખૂબ સ્માર્ટ હતા, જોકે હવે ગોવિંદાના માથામાં વાળ નથી, જેને છુપાવવા માટે તે હેર પેચનો ઉપયોગ કરે છે. ‘ગોવિંદા ખૂબ હેન્ડસમ લાગતો હતો’ ‘મેશેબલ ઇન્ડિયા’ને આપેલા ઇન્ટરવ્યુમાં સુનીતાએ ગોવિંદા સાથેની શરૂઆતની મુલાકાતો પર કહ્યું છે, ‘મારી બહેનના લગ્ન, તેમના મામા સાથે થયા હતા, તો હું તેમને લગ્નમાં જ મળી હતી. હું કિસ્મત કોટેજમાં રહેતી હતી, જ્યારે મારું ગોવિંદા સાથે અફેર શરૂ થયું. હું 15-16 વર્ષની હતી. સારો માલ પટાવ્યો હતો.’ તેણે આગળ કહ્યું- ‘શું માલ હતો ચીચી (ગોવિંદા). દેશી માલ હતો. ખૂબ હેન્ડસમ લાગતો હતો.’ જ્યારે તેમને કહેવામાં આવ્યું કે તેઓ હજુ પણ હેન્ડસમ છે. આના પર સુનીતાએ કહ્યું, ‘લાગે છે, પણ ત્યારે ઓરિજિનલ વાળ હતા ને, હવે પેચ લગાવે છે.’ આ કહેતા જ સુનીતા જોર જોરથી હસી પડી. જ્યારે તેમને કહેવામાં આવ્યું કે તેઓ પતિના સિક્રેટ્સ રીવીલ કરી દે છે, તો તેમણે કહ્યું, ‘બોલવામાં શું જાય છે. કયો હીરો આ નથી કરતો. બધા જાય છે ઓપરેશન કરાવે છે. જૂઠું નથી બોલી રહી.’ પહેલાં પણ સુનીતાના નિવેદનોથી ફસાઈ ચૂક્યા છે ગોવિંદા 2025થી જ સુનીતા અને ગોવિંદા છૂટાછેડાના સમાચારોથી ચર્ચામાં છે. આ દરમિયાન સુનીતાએ ગોવિંદા વિરુદ્ધ ઘણા વિવાદાસ્પદ નિવેદનો આપ્યા છે. એકવાર તો ગોવિંદાએ પોતે સુનીતાના નિવેદન પર માફી માંગી હતી. ગોવિંદા પર લગાવ્યા હતા એક્સ્ટ્રા મેરિટલ અફેરના આરોપો સુનીતા આહુજાએ છૂટાછેડાના સમાચારો વચ્ચે ‘મિસ માલિની’ને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘2025 મારા માટે ખૂબ ખરાબ વર્ષ હતું, અમારા પારિવારિક જીવનમાં ઘણી મુશ્કેલીઓ ચાલી રહી હતી. હું ગોવિંદા વિશે પણ ઘણી વાતો સાંભળી રહી હતી, જે મને બિલકુલ સારું લાગી રહ્યું ન હતું. હું હંમેશા કહું છું કે દરેક વસ્તુ કરવાની એક ઉંમર હોય છે. 63 વર્ષની ઉંમરે આવી વાતો સાંભળવી સારી નથી લાગતી, ખાસ કરીને જ્યારે બાળકો મોટા થઈ ગયા હોય. આ બધું ખૂબ ખોટું અને દુઃખદ હતું. આશા છે કે 2026 માં ભગવાન ગોવિંદાને સાચી સમજદારી આપે.’ તેમણે આગળ કહ્યું હતું કે, ‘હું હંમેશા કહું છું કે આ તારી ઉંમર નથી. આજકાલ શું થાય છે, જે છોકરીઓ સંઘર્ષ કરવા આવે છે, તેમને એક શુગર ડેડી જોઈએ છે, જે તેમનો ખર્ચ ચલાવે. ચહેરો બે કોડીનો હોય છે, પણ હિરોઈન બનવા માંગે છે. તો પછી શું અપેક્ષા રાખશો? પછી ફસાવી લેશે, પછી બ્લેકમેલ કરશે, એવી ઘણી છોકરીઓ આવે છે. પણ તું થોડો બેવકૂફ છે. તું 63 વર્ષનો થઈ ગયો છે.’ પૂજા પાઠ પર સુનીતાએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન, ગોવિંદાએ માંગી માફી ગયા વર્ષે સુનીતાએ પારસ છાબડાના પોડકાસ્ટમાં કહ્યું હતું, ‘અમારા ઘરમાં એક જ્યોતિષ છે, ગોવિંદાનો પૂજારી. તે પૂજા કરાવે છે અને 2 લાખ રૂપિયા લે છે. હું કહું છું કે પોતે પૂજા કરો, તેમની કરાવેલી પૂજાથી કંઈ થતું નથી. ભગવાન તમારા પોતાના હાથે કરેલી પૂજા સ્વીકારે છે. હું કોઈને પૈસા આપીને ભક્તિ કરતી નથી. ડરનાર જ ડરે છે.’ વિવાદ વધતાં ગોવિંદાએ 4 નવેમ્બર 2025ના રોજ પોતાના પંડિતજીની માફી માંગતા કહ્યું કે, ‘આદરણીય પંડિત મુકેશ શુક્લાજી અત્યંત યોગ્ય, પ્રમાણિક અને મોટા ગુણી વ્યક્તિ છે. યજ્ઞ-વિધિ અને પ્રયોગની ઊંડી સમજ ધરાવતા આવા પસંદગીના લોકો અને પરિવારો ઉત્તર પ્રદેશમાં બહુ ઓછા છે. મારી આદરણીય ધર્મપત્નીએ તમારા વિશે કેટલાક અપશબ્દો કહ્યા, તેના માટે હું ક્ષમાપ્રાર્થી છું અને તેમનો ખંડન પણ કરું છું.’ ગોવિંદાના માફીનામા પર પણ સુનીતાએ નિવેદન બહાર પાડ્યું અને કહ્યું હતું કે, તેઓ નથી ઈચ્છતા કે ગોવિંદા તેમના માટે માફી માંગે. સુનીતા દ્વારા પોતાની વિરુદ્ધ આપવામાં આવી રહેલા નિવેદન પર પણ ગોવિંદાએ એક ANI સાથેની વાતચીતમાં કહ્યું કે તેમની વિરુદ્ધ વર્ષોથી ષડયંત્ર રચાઈ રહ્યું છે, જેના માટે તેમના પરિવારનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ‘હું ગૂંગળાઈ જાઉં એવી સ્થિતિ ઊભી ન કરો’ આ ઉપરાંત તેમણે સુનીતાના એક્સ્ટ્રા મેરિટલ અફેરવાળા નિવેદન પર કહ્યું હતું કે, ‘મને એ કહો, મેં કેટલા લગ્ન કર્યા? 40 વર્ષ થઈ ગયા છે, 4-5 લગ્ન કરીને બેઠો છું? જેમણે કર્યા છે તેઓ મજા કરી રહ્યા છે. ફિલ્મ લાઇનના લોકો આવી બાબતોની ચર્ચા કરતા નથી. ભાગ્યે જ મેં આ વર્ગમાં દૂધે ધોયેલા લોકોને જોયા છે. જે કોઈ બીજા પર આરોપ લગાવી શકે. મેં આવું જોયું નથી. જે સમયે અમને કોર્નર કરી દેવામાં આવે છે, ત્યારે અમને લાગે છે કે અમે આ પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર નીકળીએ.’ ‘હું ખૂબ જ ગૂંગળાઈ જાઉં એવી સ્થિતિ ઊભી ન કરો. એવી હું બધાને વિનંતી કરું છું, ખાસ કરીને મારા પોતાના પરિવારના લોકોને કરું છું. હું હીરો છું, ફિલ્મ લાઇનમાં છું. મને આશ્ચર્ય થાય છે જ્યારે આવા પ્રશ્નો પૂછવામાં આવે છે.’ સુનીતાએ કહ્યું- ‘ગોવિંદા સારો પતિ નથી’ ‘પિંકવિલા’ના એક જૂના ઇન્ટરવ્યુમાં સુનીતાને પૂછવામાં આવ્યું હતું કે, શું તે સાત જન્મો માટે ગોવિંદાને પતિ તરીકે જોવા માંગે છે? આના પર સુનીતાએ હાથ જોડીને કહ્યું હતું, ‘ના ભાઈ, મને નથી જોઈતો. મેં કપિલના શોમાં પણ કહ્યું હતું કે ગોવિંદા ખૂબ સારો દીકરો છે, ખૂબ સારો ભાઈ છે, પણ સારો પતિ નથી. મેં તો પહેલા જ કહ્યું ભાઈ ચીચી (ગોવિંદા) તું મારો દીકરો બનીને જન્મજે, પતિ તરીકે તું નથી જોઈતો. આ જન્મ જ પૂરતો છે.’ 2025 થી છૂટાછેડાના સમાચાર ચાલી રહ્યા છે
ગયા વર્ષે ગોવિંદા અને સુનીતાના છૂટાછેડાના સમાચાર ચર્ચામાં હતા. રિપોર્ટ્સ અનુસાર, મે 2025 માં સુનીતાએ બાંદ્રા ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી પણ કરી હતી. જોકે પાછળથી તેમણે ઇન્ટરવ્યુમાં સુલેહની વાત કરી. આ જ સમયે સમાચાર હતા કે ગોવિંદાનો અફેર એક મરાઠી એક્ટ્રેસ સાથે ચાલી રહ્યું છે.