Alpha Trailer Release | Alia Bhatt Sharvari Wagh To Fight Against Bobby Deol
- Gujarati News
- Entertainment
- Alpha Trailer Release | Alia Bhatt Sharvari Wagh To Fight Against Bobby Deol | High Octan Action YRF Spy Universe
1 કલાક પેહલા
- કૉપી લિંક
આલિયા ભટ્ટની લાંબા સમયથી રાહ જોવાતી હાઈ-ઓક્ટેન એક્શન પેક્ડ ફિલ્મ ‘આલ્ફા’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. યશ રાજ ફિલ્મ્સની સ્પાય યુનિવર્સની આ ફિમેલ લીડ ફિલ્મનું 2.33 સેકન્ડનું ટ્રેલર જોઈ આંખ પલકારવાનું ભૂલી જવાય છે. ચુલબુલા અંદાજ માટે જાણીતી આલિયા ભટ્ટ અને શર્વરી વાઘનો મારધાડવાળો અવતાર આશ્ચર્યમાં મૂકી દે છે. ટ્રેલરમાં લોર્ડ બોબીનો એક જૂદો જ પણ ખતરનાક અંદાજ જોવા મળી રહ્યો છે.
ઘમંડી રાક્ષસે રાજકુમારીને કેદ કરી ટ્રેલરની શરૂઆત ફતેહ (બોબી દેઓલ)થી થાય છે, જે નાનકડી બાળકીને પોતાના ઘમંડથી ઊભા કરેલા સામ્રાજ્યમાં કેદ કરી લે છે અને તેને તેની માતા જાનકીના નામ પરથી સીતા (આલિયા ભટ્ટ) નામ આપે છે અને તેને ખતરનાક તાલીમ આપે છે.

બોબી દેઓલ સીતાને કેદ કરીને રાખે છે.
ટ્રેલર એક નરેશન સાથે આગળ વધે છે, જેમાં સીતા (આલિયા) જણાવે છે કે, કેવી રીતે એક રાક્ષસ રાજકુમારીનું અપહરણ કરી લે છે અને તેને લાગે છે કે રાજકુમારીના નસીબનો તેણે ફેંસલો કરી નાખ્યો છે. જોકે, આ વખતે વાર્તામાં ટ્વિસ્ટ છે.

સીતા ફતેહની લંકાને બાળવા માટે તૈયાર છે.
સીતા જાતે લંકા બાળવાનો પ્રણ લે છે’ સીતા આજ લંકા ખૂદ જલાને વાલી હૈ’ ડાયલોગ સાથે મોટી થઈ ગયેલી સીતા (આલિયા) ફતેહ (બોબી)ની લંકાને બાળવા માટેનો પ્રણ લે છે. આલિયા ભટ્ટનો અત્યારસુધી ન જોયેલો એક્શનથી ભરપુર અંદાજ અને હથિયારો પર પકડ જોવા મળે છે.

ફિલ્મમાં અનિલ કપૂરનું પાત્ર ધીર-ગંભીર છે.
શર્વરી સાથે જીવ સટોસટીની લડાઈ આ જંગ દરમિયાન તેનો સામનો શર્વરી સાથે થાય છે. શરૂઆતમાં આલિયા શર્વરી પર વિશ્વાસ મૂકતા અચકાય છે, બંને વચ્ચે હેન્ડ-ટુ-હેન્ડ કોમ્બેટ એક્શન જોવા મળે છે. જીવ સટોસટીની લડાઈ બાદ બંને વચ્ચે મિત્રતાની ઝલક પણ જોવા મળે છે. બંને રાક્ષસના સામ્રાજ્યને ધ્વસ્ત કરવા હાથ મિલાવે છે.

આલિયા અને શર્વરી વચ્ચે જોરદાર લડાઈ જોવા મળશે.
ટ્રેલરના અંતે રહસ્યમય માણસની એન્ટ્રી અનિલ કપૂર આલિયાને ફતેહના ‘આલ્ફા’ મિશન વિશે ચેતવતા અને હિંમત આપતા જોવા મળે છે. જોકે, ટ્રેલરના અંતમાં એક રહસ્યમય માણસની એન્ટ્રી થાય છે, જે વાર્તામાં મોટો વળાંક લાવશે.

આલિયા ભટ્ટનો અગાઉ ક્યારેય ન જોયેલો એક્શન અવતાર જોવા મળશે.
‘આલ્ફા’ 3 જુલાઈએ રિલીઝ થશે આ યશ રાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સની 7મી અને ફીમેલ લીડવાળી પહેલી ફિલ્મ છે. આલિયા ભટ્ટ, શર્વરી વાઘ, બોબી દેઓલ અને અનિલ કપૂર ફિલ્મમાં મુખ્ય ભૂમિકાઓમાં છે.
ફિલ્મમાં હૃતિક રોશનનો કેમિયો જોવા મળશે. ફિલ્મ 3 જુલાઈના રોજ રિલીઝ થવા માટે શેડ્યૂલ છે. ફિલ્મનું ડિરેક્શન શિવ રવૈલે કર્યું છે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


