Sonu Nigam Neck Nerve Compression Update; Singer On Painkillers After MRI CT Scan Photos VIDEOS

Last Updated: June 17, 2026By

18 કલાક પેહલા

  • કૉપી લિંક

સિંગર સોનુ નિગમની ગરદનની નસો દબાઈ ગઈ છે. આ જાણકારી સિંગરે પોતે સોશિયલ મીડિયા દ્વારા આપી અને બતાવ્યું કે કેવી રીતે તે પટ્ટીઓ લગાવીને પરફોર્મન્સની તૈયારી કરી રહ્યો છે.

‘મારી નસો દબાઈ ગઈ છે’

આ ઘટના 13 જૂનની છે. સોનુ નિગમે ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં તેણે કહ્યું, ‘જુઓ મારી નસો દબાઈ ગઈ છે. હું તો એક અઠવાડિયાથી પીડાઈ રહ્યો છું. MRI, સિટી સ્કેન બધું થયું. દવાઓ, ફિઝિયોથેરાપી ખૂબ થકવી દેનારું કામ છે. હાલમાં પેઇનકિલર્સ લઈ રહ્યો છું, જેનાથી ગળું પણ થોડું ભારે થઈ ગયું છે.’

સોનુ નિગમે વીડિયો શેર કર્યો.

સોનુ નિગમે વીડિયો શેર કર્યો.

સિંગરે આગળ કહ્યું, ‘આજે (13 જૂન) હું એક મહિના 10-12 દિવસ પછી પરફોર્મ કરી રહ્યો છું. મારો આત્મવિશ્વાસ એમ પણ થોડો ઓછો છે. નસોને આરામ આપવા માટે જે દવા લઈ રહ્યો છું, તેનાથી મારા ગળા પર અસર પડી. કોઈ વાંધો નહીં, ભગવાન સ્ટેજ પર મને શક્તિ આપે.’

સોનું નિગમે જણાવ્યું કે, આ પરેશાનીના કારણે તેનો કોન્ફિડન્સ ઓછો થઈ ગયો છે.

સોનું નિગમે જણાવ્યું કે, આ પરેશાનીના કારણે તેનો કોન્ફિડન્સ ઓછો થઈ ગયો છે.

ઘણા સિંગર્સે સોનુ નિગમ માટે પ્રાર્થના કરી

સોનુ નિગમની પોસ્ટ સામે આવ્યા બાદ ઘણા સિંગર્સ તેના માટે પ્રાર્થના કરી રહ્યા છે, જેમાં કવિતા સેઠ, રૂપકુમાર રાઠોડ, અલીશા ચિનોયનો સમાવેશ થાય છે.

સિંગર્સે સોનુ નિગમને ઝડપી રિકવરીની પ્રાર્થના કરી.

સિંગર્સે સોનુ નિગમને ઝડપી રિકવરીની પ્રાર્થના કરી.

ચાહકો અને સિંગર્સે સોનુ નિગમનો આત્મવિશ્વાસ વધાર્યો.

ચાહકો અને સિંગર્સે સોનુ નિગમનો આત્મવિશ્વાસ વધાર્યો.

,

સોનુ નિગમ સંબંધિત આ સમાચાર પણ વાંચો-

વર્સેટાઇલ અવાજના લીધે જ 4 વર્ષ કામ ન મળ્યું:બાળ ઠાકરેની પુત્રવધૂને લીધે સોનુ નિગમને પત્નીથી છૂટું થવું હતું! ગીતો કરતાં વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં

બોલિવૂડમાં પોતાના સૂરીલા અવાજથી સૌને મંત્રમુગ્ધ કરનાર સિંગર સોનુ નિગમ આજે 52 વર્ષનો થયો છે. ‘કલ હો ના હો’, ‘મુજ મેં કહીં’, ‘દિલ ડૂબા’ જેવા હિટ સોંગ્સ આપનારા સોનુએ ‘બેતાબ’ ફિલ્મમાં બાળકલાકાર તરીકે પણ કામ કર્યું હતું. સંપૂર્ણ સમાચાર વાંચો…