ખેલાડીને ધક્કો માર્યો હતો, હવે વૈભવ સૂર્યવંશી પર એક્શન:શ્રીલંકન ખેલાડી સાથે સુપર ઓવર બાદ થયો હતો વિવાદ, તિલક પર પણ દંડની ભલામણ
શ્રીલંકન A ટીમના ખેલાડીને ધક્કો મારવાના મામલામાં વૈભવ સૂર્યવંશી પર દંડ લગાવવાની ભલામણ કરવામાં આવી છે. 15 જૂનના રોજ દાંબુલામાં રમાયેલી આ મેચ ટાઈ થઈ હતી. શ્રીલંકન ટીમે સુપર ઓવરમાં ઈન્ડિયા-Aને હરાવ્યું હતું. આ દરમિયાન વૈભવની શ્રીલંકન ખેલાડી સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. મેચ રેફરી પ્રદીપ જયપ્રકાશે બંને ટીમોના બોર્ડને મેચ રિપોર્ટ મોકલ્યો છે. આમાં ઈન્ડિયા-Aના કેપ્ટન તિલક પર મેચ ફીના 30% દંડ લગાવવાનું કહેવામાં આવ્યું છે. તિલકે મેચ દરમિયાન અમ્પાયર સાથે દલીલ કરતા મેચ ટાઈ થયા બાદ સુપર ઓવર કરાવવાનું કહ્યું હતું. રિપોર્ટમાં શ્રીલંકા-Aના વિશેન હલામબાગે પર 50% અને વિકેટકિપર નિરોશન ડિકવેલા પર પણ 20% દંડ લગાવવાનું કહેવામાં આવ્યું છે. ડિકવેલા પર સ્લેજિંગના આરોપ લગાવવામાં આવ્યા છે. હવે અંતિમ નિર્ણય સંબંધિત ક્રિકેટ બોર્ડ અને ટૂર્નામેન્ટની શિસ્ત સમિતિએ લેવાનો રહેશે. વૈભવની શ્રીલંકાના ખેલાડી સાથે ધક્કામુક્કી થઈ હતી 15 જૂને રમાયેલી મેચ ટાઈ થઈ. ત્યારબાદ શ્રીલંકા-Aએ સુપર ઓવરમાં 16 રન બનાવ્યા. જવાબમાં ભારત માત્ર 9 રન જ બનાવી શક્યું. ભારત મેચ હાર્યા બાદ શ્રીલંકાના ખેલાડીઓએ વૈભવને કંઈક કહ્યું. આનાથી વૈભવ ગુસ્સે થઈ ગયો અને તેની શ્રીલંકાના ખેલાડી સાથે ધક્કામુક્કી થઈ ગઈ. શ્રીલંકાના ખેલાડીની કોમેન્ટથી વિવાદ શરૂ થયો યજમાન ટીમના ખેલાડી વિશન હલમબાગેએ વૈભવ પર કમેન્ટ કરી હતી. હલમબાગેએ વૈભવને કહ્યું, આ IPL નથી, મેચ પૂરી… હવે તું ઘરે જા. આ કમેન્ટ પર સૂર્યવંશીએ શ્રીલંકાના ખેલાડીને ધક્કો માર્યો. ત્યારબાદ બંને ખેલાડીઓ સામસામે આવી ગયા અને સ્થિતિ ગંભીર બની ગઈ. જોકે, મેદાન પર હાજર બંને ટીમના બાકીના ખેલાડીઓએ વચ્ચે પડીને બંનેને એકબીજાથી અલગ કર્યા. ટુર્નામેન્ટની શરૂઆતથી જ કેટલાક શ્રીલંકાના ખેલાડીઓ વૈભવ પર સતત સ્લેજિંગ કરી રહ્યા હતા. જણાવવામાં આવ્યું કે તેઓ ખેલાડીઓના IPL પ્રદર્શનને લઈને પણ કટાક્ષ કરી રહ્યા હતા. યુથ વન-ડેમાં ICCના નિયમો લાગુ પડતા નથી A-ટીમ સ્તરની મેચોમાં શિસ્તભંગની કાર્યવાહીનો નિયમ સિનિયર આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી અલગ છે. આવા કિસ્સાઓમાં ICC દ્વારા દંડ કે સજા આપોઆપ લાગુ પડતી નથી. મેચ રેફરીની ભલામણો હવે BCCI અને શ્રીલંકા ક્રિકેટને મોકલી દેવામાં આવી છે. હવે બંને બોર્ડ નક્કી કરશે કે આ પ્રસ્તાવિત દંડને મંજૂરી આપવી કે નહીં અને તેને લાગુ કરવો કે નહીં. રિપોર્ટ અનુસાર આ મામલે કોઈ ઔપચારિક સુનાવણી થઈ નથી. મેચ રેફરીએ મેદાન પર હાજર અમ્પાયરોની રિપોર્ટના આધારે આ ભલામણો કરી છે. વૈભવ આ સિરીઝમાં એક પણ ફિફ્ટી લગાવી શક્યો નથી ટ્રાઈ નેશન વન-ડે સિરીઝ ઈન્ડિયા-A, અફઘાનિસ્તાન-A અને શ્રીલંકા-A વચ્ચે રમાઈ રહી છે. વૈભવ આ સિરીઝમાં આઉટ ઓફ ફોર્મ રહ્યો છે. તે 4 મેચમાં 117 રન જ બનાવી શક્યો છે. આ સિરીઝમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 44 રન રહ્યું છે. ——————————–
ટ્રાઈ સિરીઝ: ઈન્ડિયા-A ફાઈનલમાં પહોંચ્યું, AFG-Aને 101 રને હરાવ્યું ઈન્ડિયા-Aએ ટ્રાઈ-નેશન સિરીઝની કરો યા મરો મેચમાં અફઘાનિસ્તાન-Aને 101 રનથી હરાવ્યું છે. આ સાથે જ ટીમે ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. હવે ભારતીય ટીમ શ્રીલંકા-A અને અફઘાનિસ્તાન-A વચ્ચે 19 જૂને રમાનારી મેચના વિજેતા સામે 21મી જૂને દાંબુલામાં જ ફાઈનલ રમશે. સંપૂર્ણ સમાચાર વાંચો…
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

