VIDEO: 'તારક મહેતા' શોનો 'બાઘા' સેટ પર ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો:માતાની યાદ આવતા ભાંગી પડ્યો; શૂટિંગ રોકવું પડ્યું, પ્રોડ્યુસર અસિત મોદીએ ટેકો આપ્યો

Last Updated: June 19, 2026By

ટેલિવિઝનના લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં બાઘાનું પાત્ર ભજવનાર તન્મય વેકારિયાનું શૂટિંગ દરમિયાન બ્રેકડાઉન થઈ ગયું. તે સેટ પર ધ્રુસકે ધ્રુસકે રહી પડ્યો, જેના પછી શોનું શૂટિંગ થોડા સમય માટે રોકવું પડ્યું. તન્મય વેકારિયા સેટ પર ઓનસ્ક્રીન ગર્લફ્રેન્ડ બનેલી બાવરી સાથે એક લવ સ્ટોરી સંબંધિત સીન કરી રહ્યો હતો. ડિરેક્ટરે જેવું જ એક્શન બોલ્યું, તન્મય સીન કરવાને બદલે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. આવી સ્થિતિમાં ત્યાં હાજર લોકોએ શૂટિંગ રોકાવી દીધું. હવે ટીવી શોના સેટ પરથી એક વીડિયો સામે આવ્યો છે, જેમાં શોના પ્રોડ્યુસર તન્મયનો હાથ પકડીને તેને સંભાળી રહ્યા છે. થોડા સમય પહેલા ઓક્ટોબર 2025માં જ તન્મય વેકારિયાની માતાનું નિધન થયું હતું. તે પુત્રને બાઘાના રોલમાં ખૂબ પસંદ કરતા હતા. જુઓ માતા સાથે તન્મયની તસવીરો- તન્મય વેકારિયા વિશે- તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો વિશે- તારક મહેતા શો સાથે જોડાયેલી આ કોન્ટ્રોવર્સી પણ વાંચો- દયાબેને શો છોડ્યો, આજે પણ લીડ એક્ટ્રેસ વિના શો ચાલુ છે શોમાં દિશા વાકાણી જેઠાલાલની પત્ની દયાબેનના રોલમાં હતી. 2017માં તેણે શોમાંથી મેટરનિટી લીવ લીધી હતી, પરંતુ માતા બન્યા પછી પણ તે શોમાં પાછી ફરી નહીં. ત્યારથી જ શોમાં નવી દયાબેનની કાસ્ટિંગના સમાચાર સતત આવતા રહે છે. આ એકમાત્ર શો છે જે છેલ્લા 9 વર્ષથી લીડ એક્ટ્રેસ વગર ચાલી રહ્યો છે. એક્ટર્સના શો છોડવાથી પણ વિવાદ વધ્યો નેહા મહેતા વિવાદ 2020માં અંજલિ ભાભીનું પાત્ર ભજવનાર નેહા મહેતાએ શો છોડી દીધો હતો. તેમનું કહેવું હતું કે સેટ પર ઘણી જગ્યાએ અનુશાસન અને પ્રોફેશનલ માહોલનો અભાવ હતો. તેમણે આરોપ લગાવ્યો કે શો છોડ્યા પછી પણ તેમને તેમનું બાકી ચૂકવણું મળ્યું નથી. તેના જવાબમાં પ્રોડક્શન હાઉસે કહ્યું કે નેહાએ જરૂરી એક્ઝિટ ફોર્માલિટીઝ પૂરી કરી ન હતી, તેથી ફાઇનલ પેમેન્ટ થઈ શક્યું નહીં. તારક મહેતા બનેલા શૈલેષ લોઢાએ શો છોડ્યો 2022માં શૈલેષ લોઢાએ પણ શો છોડી દીધો. પછીથી તેમણે નિર્માતાઓ પર પૂરું ચૂકવણું ન કરવાનો આરોપ લગાવતા કાનૂની કાર્યવાહી કરી. જેનિફર મિસ્ત્રી પર પ્રોડ્યુસર દ્વારા જાતીય સતામણીના આરોપો 2023માં, જેનિફર મિસ્ત્રી બંસીવાલે શો છોડતી વખતે નિર્માતા અસિત કુમાર મોદી, એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતીન બજાજ અને પ્રોજેક્ટ હેડ સોહેલ રમાણી પર જાતીય સતામણી (સેક્સ્યુઅલ હેરેસમેન્ટ)ના આરોપો લગાવ્યા હતા. મે 2023માં, મોનિકા ભદૌરિયાએ આરોપ લગાવ્યો કે શોના સેટ પર કામનું વાતાવરણ સારું નહોતું અને ઘણા કલાકારોના પૈસા રોકવામાં આવ્યા હતા. તેમણે એવો પણ દાવો કર્યો કે મુનમુન દત્તા અને અસિત મોદી વચ્ચે અવારનવાર દલીલો થતી હતી. પલક સિધવાની વિવાદ શોમાં સોનુ ભીડેનું પાત્ર ભજવનાર પલકે નિર્માતાઓ પર તેમનું શોષણ કરવાનો આરોપ લગાવ્યો. તેણે કહ્યું કે તે સારા કારકિર્દીના અવસરો અને સ્વાસ્થ્યના કારણોસર શો છોડવા માંગતી હતી, પરંતુ તેને કાનૂની નોટિસ મોકલવામાં આવી. જ્યારે પ્રોડક્શન હાઉસનું કહેવું હતું કે પલકે તેના કોન્ટ્રાક્ટની કેટલીક શરતોનું ઉલ્લંઘન કર્યું હતું. પલકે આ આરોપોનો ઇનકાર કરતા કહ્યું કે તેણે શો છોડવાની જાણકારી પહેલા જ આપી દીધી હતી અને બધા નિયમોનું પાલન કર્યું હતું.