વૈભવ પછી હવે નાનો ભાઈ આશીર્વાદ સૂર્યવંશી ચર્ચામાં:10 વર્ષના ક્રિકેટરે બીજી સદી ફટકારી, 119 બોલમાં 168 રનની વિસ્ફોટક ઇનિંગ રમી, 19 ચોગ્ગા, 6 છગ્ગા સામેલ

Last Updated: June 24, 2026By

15 વર્ષના વૈભવ સૂર્યવંશીના નાના ભાઈ આશીર્વાદે ફરી તોફાની ઇનિંગ્સ રમી. તેણે એક સ્થાનિક ટુર્નામેન્ટમાં 119 બોલમાં 168 રન બનાવ્યા. તેની ઇનિંગ્સમાં 19 ચોગ્ગા અને 6 છગ્ગાનો સમાવેશ થતો હતો. 10 વર્ષના આશીર્વાદે બુધવારે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીથી પોતાની ઇનિંગ્સની જાણકારી આપી. તેની ઇનિંગ્સના જોરે ઋષભ-11એ સમસ્તીપુરમાં રમાયેલી સ્થાનિક મેચમાં વૈશાલી-11ને હરાવ્યું. આ જ મહિને આશીર્વાદે સમસ્તીપુરમાં રમાયેલી એક સ્થાનિક પ્રેક્ટિસ મેચમાં તાજપુર ક્રિકેટ એકેડમી તરફથી રમતા 87 બોલમાં 103 રન બનાવ્યા હતા. પિતાએ કહ્યું હતું- આશીર્વાદને શ્રેષ્ઠ ક્રિકેટર બનાવવા માગે છે પિતા સંજીવ કહી ચૂક્યા છે કે તેઓ આશીર્વાદને પણ આગામી બે વર્ષમાં વૈભવની જેમ શ્રેષ્ઠ ક્રિકેટર બનાવવા માગે છે. આશીર્વાદ સૂર્યવંશી બિહારમાં ક્રિકેટની ટ્રેનિંગ લઈ રહ્યો છે. આશીર્વાદની છેલ્લી સદી પછી પિતા સંજીવ સૂર્યવંશીએ પણ સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરી હતી. તેમણે ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે, મારા નાના દીકરા આશીર્વાદ સૂર્યવંશીએ આજે પ્રેક્ટિસ મેચમાં પોતાની પહેલી સદી ફટકારી. આપ સૌને વિનંતી છે કે આશીર્વાદ પર પણ પોતાનો પ્રેમ અને આશીર્વાદ જાળવી રાખજો. 3 ભાઈઓમાં સૌથી નાનો છે આશીર્વાદ વૈભવ સૂર્યવંશીને 2 ભાઈઓ છે. તેના મોટા ભાઈનું નામ ઉજ્જવલ સૂર્યવંશી છે, જ્યારે સૌથી નાનો ભાઈ આશીર્વાદ સૂર્યવંશી છે. પિતા સંજીવ સૂર્યવંશી અને માતા આરતી સૂર્યવંશીએ બંને પુત્રોની ક્રિકેટ કારકિર્દીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. વૈભવની જેમ બેટિંગ કરે છે આશીર્વાદ આશીર્વાદ રાઇટ હેન્ડેડ બેટર છે, જ્યારે વૈભવ લેફ્ટી બેટિંગ કરે છે. જોકે, બંનેની બેટિંગ અપ્રોચ એકસરખી છે. આશીર્વાદ પોતાના મોટા ભાઈની જેમ આક્રમક બેટિંગ કરે છે. તે શાનદાર ટાઈમિંગ, ઉત્તમ શોટ સિલેક્શન અને પાવર હિટિંગ માટે પણ જાણીતો છે. વૈભવ સૌથી નાની ઉંમરે ટીમ ઈન્ડિયામાં સિલેક્ટ થયો આશીર્વાદનો મોટો ભાઈ વૈભવ સૂર્યવંશી હાલ ભારતીય ક્રિકેટનું ચર્ચિત નામ છે. તેને આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની T20 સિરીઝ માટે પસંદ કર્યો છે. એટલું જ નહીં, એશિયન ગેમ્સની ટીમમાં પણ તેનું નામ છે. 15 વર્ષ અને 71 દિવસની ઉંમરે ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવીને તે ભારત માટે પસંદગી પામનારા સૌથી યુવા ક્રિકેટર બન્યો. વૈભવે આ મામલે શેફાલી વર્મા અને સચિન તેંડુલકરનો રેકોર્ડ પાછળ છોડી દીધા. શેફાલી પહેલીવાર 15 વર્ષ અને 220 દિવસની ઉંમરે ભારતીય ટીમમાં પસંદગી પામી હતી, જ્યારે સચિનને 16 વર્ષ અને 194 દિવસની ઉંમરે નેશનલ ટીમમાં તક મળી હતી. 3 દિવસ પહેલા વૈભવે 11 બોલમાં ફિફ્ટી ફટકારી હતી 3 દિવસ પહેલા વૈભવ સૂર્યવંશીએ ઈન્ડિયા-A તરફથી માત્ર 11 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. તેણે 50 ઓવર ક્રિકેટમાં સૌથી ઝડપી ફિફ્ટીનો વર્લ્ડ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. વૈભવે 21 જૂને ટ્રાઇ સિરીઝની ફાઈનલમાં શ્રીલંકા-A સામે 29 બોલમાં 94 રનની ઇનિંગ રમી હતી. આ મેચ ઈન્ડિયા-A 66 રનથી જીત્યું હતું. IPLમાં જીતી ઓરેન્જ કેપ વૈભવે IPL 2026 માં 776 રન બનાવીને ઓરેન્જ કેપ પોતાના નામે કરી હતી. વૈભવને મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર, ઇમર્જિંગ પ્લેયર ઑફ ધ યર, સુપર સ્ટ્રાઈકર અને સૌથી વધુ છગ્ગા લગાવવા બદલ એવોર્ડ્સ પણ મળ્યો હતો. તેણે આ જ સીઝનમાં 36 બોલમાં સદી ફટકારીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. —————————- વૈભવ સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો… આંખમાં આંસુ અને ચહેરા પર સ્માઈલ!: ટીમ ઈન્ડિયાની જર્સી પર પોતાનું નામ જોઈ ભાવુક થયો વન્ડર બોય સૂર્યવંશી, કહ્યું- ‘જેના માટે બેટ પકડ્યું હતું, એ સપનું પૂરું થયું’ વૈભવ સૂર્યવંશી સિનિયર ટીમ ઈન્ડિયા સાથે આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડના પ્રવાસે મંગળવારે રવાના થયો. BCCIએ તેને 3 નંબરની જર્સી હોટલ મોકલી, જેને સૂર્યવંશી લાંબા સમય સુધી જોતો રહ્યો. વૈભવને જર્સી ભારતીય ટીમમાં થ્રો ડાઉન સ્પેશિયાલિસ્ટ રઘુએ સોંપી. વૈભવ સૂર્યવંશીએ સૌથી પહેલા રઘુને પગે લાગ્યો અને તેમને પ્રણામ કર્યા, પછી જર્સી લીધી. સંપૂર્ણ સમાચાર વાંચો…