બ્રાઝિલ ફૂટબોલ વર્લ્ડ કપના નોકઆઉટમાં પહોંચ્યું:સ્કોટલેન્ડને 3-0થી હરાવ્યું, વિનીસિયસે બે ગોલ કર્યા, નેમાર પણ મેદાનમાં ઉતર્યો

Last Updated: June 25, 2026By

5 વખતની વર્લ્ડ ચેમ્પિયન બ્રાઝિલ ફૂટબોલ વર્લ્ડ કપના નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશી ગયું છે. તેમણે ગુરુવારે સવારે ગ્રુપ-Cની મેચમાં સ્કોટલેન્ડને 3-0થી હરાવ્યું. મિયામી સ્ટેડિયમમાં બ્રાઝિલ તરફથી વિનીસિયસ જુનિયરે બે ગોલ કર્યા. જ્યારે એક ગોલ મેથિયસ કુન્હાએ કર્યો. સ્કોટલેન્ડ 1998 પછી પહેલીવાર વર્લ્ડ કપમાં રમી રહ્યું છે, પરંતુ ટીમ ફરી એકવાર ગ્રુપ સ્ટેજથી આગળ વધવામાં નિષ્ફળ રહી. ટુર્નામેન્ટના ઇતિહાસમાં આ નવમી વખત છે, જ્યારે સ્કોટલેન્ડ ગ્રુપ સ્ટેજ પાર કરી શક્યું નથી. જ્યારે, બ્રાઝિલ બીજી જીત સાથે 7 પોઇન્ટ્સ લઈને ગ્રુપ-Cના ટોચ પર છે. વિનિસિયસે પ્રથમ હાફમાં બંને ગોલ કર્યા
વિનિસિયસે મેચની સાતમી મિનિટે ગોલ કરીને બ્રાઝિલને શરૂઆતી લીડ અપાવી. તેણે હાફ ટાઈમ પહેલા જ બીજો ગોલ પણ કર્યો. કુન્હાએ પણ હાફ ટાઈમ પહેલા જ સ્કોરશીટમાં નામ નોંધાવ્યું. વિનિસિયસ હવે ટુર્નામેન્ટમાં ચાર ગોલ કરી ચૂક્યા છે અને ગોલ્ડન બૂટની રેસમાં ફ્રાન્સના કિલિયન એમ્બાપ્પેની બરાબરી પર પહોંચી ગયો છે. બંનેના 4-4 ગોલ છે, જ્યારે આર્જેન્ટિનાના લિયોનેલ મેસ્સી પાંચ ગોલ સાથે ટૉપ પર છે. નેમારે ઈજામાંથી કમબેક કર્યું, ચાહકોએ સ્વાગત કર્યું બ્રાઝિલના સ્ટાર ખેલાડી નેમારે 76મી મિનિટે મેદાન પર ઉતરીને ઈજા બાદ કમબેક કર્યું. જમણા પગની પિંડલીની સમસ્યાને કારણે તે ટીમના શરૂઆતના બે મુકાબલામાં રમી શક્યો નહોતો. સ્ટેડિયમમાં હાજર બ્રાઝિલિયન પ્રશંસકોએ તેના કમબેકનું જોરદાર સ્વાગત કર્યું. મેચ 50: મોરોક્કો vs હૈતી, સ્કોરલાઇન 4-2 મોરોક્કો પણ રાઉન્ડ ઓફ 32માં પહોંચ્યું, હૈતી બહાર ગ્રુપ-Cની છેલ્લી મેચમાં મોરોક્કોએ હૈતીને 4-2થી હરાવ્યું. આ જીતથી ટીમ રાઉન્ડ ઑફ-32માં પહોંચી ગઈ. એટલાન્ટા સ્ટેડિયમમાં મોરોક્કો બે વાર પાછળ પડ્યું, પરંતુ હાર ન માની અને કમબેક કરીને જીત મેળવી. મોરોક્કો માટે સુફિયાન રહીમીએ 78મી મિનિટે ડિફ્લેક્ટેડ શોટથી ટીમને 3-2ની લીડ અપાવી. ત્યારબાદ 89મી મિનિટે ગેસિમ યાસીને ગોલ કરીને જીત પર મહોર લગાવી દીધી. હૈતીએ મેચમાં બે વાર લીડ લીધી. પરંતુ, તે જાળવી શકી નહીં. 52 વર્ષ પછી વર્લ્ડ કપ રમવા ઉતરેલી હૈતીની ટીમ ટુર્નામેન્ટમાં પોતાનો પહેલો પોઇન્ટ મેળવવામાં પણ સફળ રહી નહીં. તેનું વર્લ્ડ કપ અભિયાન ગ્રુપ સ્ટેજમાં જ સમાપ્ત થઈ ગયું.

Leave A Comment