Anirudh Ravichander & Kavya Maran Marriage Confirmed by Uncle

Last Updated: June 28, 2026By

37 મિનિટ પેહલા

  • કૉપી લિંક

મ્યુઝિક કમ્પોઝર અનિરુદ્ધ રવિચંદર અને સનરાઇઝર્સ હૈદરાબાદની CEO કાવ્યા મારનના લગ્નના સમાચાર ફરી એકવાર ચર્ચામાં છે. અનિરુદ્ધના કાકા અને તમિલ એક્ટર વાય.જી. મહેન્દ્રને બંનેના લગ્નનો દાવો કર્યો છે.

મહેન્દ્રને તમિલ ચેનલ KPTVને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે તેને જે કહેવામાં આવ્યું છે, તે મુજબ આ લગ્ન પાક્કા છે. કાવ્યા અને અનિરુદ્ધની જોડી ખૂબ સારી છે. જોકે, અનિરુદ્ધ અને કાવ્યા મારન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

કાવ્યા સન ટીવી નેટવર્કની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે અને IPL ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)નું સંપૂર્ણ કામ સંભાળે છે.

કાવ્યા સન ટીવી નેટવર્કની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે અને IPL ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)નું સંપૂર્ણ કામ સંભાળે છે.

અંકલે કહ્યું- આ લગ્ન પાક્કા છે

એક્ટર વાય.જી. મહેન્દ્રને એક તમિલ ચેનલ KPTVને આપેલા ઇન્ટરવ્યુમાં આ સંબંધ વિશે વાત કરી હતી. તેણે અનિરુદ્ધના વખાણ કરતા કહ્યું કે તે ખૂબ જ શાંત સ્વભાવનો છોકરો છે. હું તેને અભિનંદન આપવા માંગુ છું. તે ખૂબ મોટા લગ્ન કરવા જઈ રહ્યો છે. મને જે માહિતી મળી છે, તેના પરથી આ એકદમ પાક્કી વાત છે કે બંને લગ્ન કરી રહ્યા છે. જોકે, તેણે લગ્નની તારીખ કે સ્થળ વિશે કોઈ માહિતી શેર કરી ન હતી.

અનિરુદ્ધ રવિચંદર તમિલ સિનેમાના મ્યુઝિક કમ્પોઝર છે, જે 2012માં આવેલા ગીત 'વ્હાય ધીસ કોલાવેરી ડી'થી પોતાની ખાસ ઓળખ બનાવી ચૂક્યો છે.

અનિરુદ્ધ રવિચંદર તમિલ સિનેમાના મ્યુઝિક કમ્પોઝર છે, જે 2012માં આવેલા ગીત ‘વ્હાય ધીસ કોલાવેરી ડી’થી પોતાની ખાસ ઓળખ બનાવી ચૂક્યો છે.

‘કાવ્યા સામાન્ય છોકરી નથી’

મહેન્દ્રને સન ગ્રુપના ચેરમેન કલાનિધિ મારનની પુત્રી કાવ્યા મારનની પણ ખૂબ પ્રશંસા કરી. તેણે કહ્યું કે કાવ્યા કોઈ સામાન્ય છોકરી નથી. તેનામાં આટલી મોટી IPL ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદને સંભાળવાની ક્ષમતા છે. તેને તેના પિતા પાસેથી બિઝનેસના ગુણ મળ્યો છે. બંનેની જોડી ખૂબ સારી રહેશે અને તેને સાથે આવીને મ્યુઝિકલ બિઝનેસમાં હાથ અજમાવવો જોઈએ.

અનિરુદ્ધના કાકા અને તમિલ એક્ટર વાય જી મહેન્દ્રન.

અનિરુદ્ધના કાકા અને તમિલ એક્ટર વાય જી મહેન્દ્રન.

વર્ષ 2025માં પણ ફેલાઈ હતી અફવા

અનિરુદ્ધ અને કાવ્યા મારનના અફેરની ચર્ચા પહેલીવાર નથી થઈ. વર્ષ 2025માં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ પર એક પોસ્ટ વાયરલ થઈ હતી. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે બંને એક વર્ષથી વધુ સમયથી રિલેશનશિપમાં છે અને ટૂંક સમયમાં લગ્ન કરવાના છે. તે પોસ્ટમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે અનિરુદ્ધના સંબંધી અને સુપરસ્ટાર રજનીકાંતે આ સંબંધમાં કાવ્યાના પિતા કલાનિધિ મારન સાથે મુલાકાત પણ કરી હતી.

અનિરુદ્ધે પહેલા ઇનકાર કર્યો હતો

વર્ષ 2025માં જ્યારે લગ્નની ખબરો વાયરલ થઈ હતી, ત્યારે અનિરુદ્ધ રવિચંદરે સોશિયલ મીડિયા હેન્ડલ X પર તેનો ખંડન કર્યો હતો. તેણે લખ્યું હતું કે, ‘લગ્ન? મજેદાર છે. લોકો શાંત રહે અને અફવાઓ ફેલાવવાનું બંધ કરે.’ તે સમયે અનિરુદ્ધે લગ્નની વાતને સંપૂર્ણપણે નકારી કાઢી હતી, પરંતુ કાવ્યા મારનને ડેટ કરવાના સવાલ પર કોઈ ટિપ્પણી કરી ન હતી. હવે તેના કાકાના નિવેદન પછી આ મામલો ફરી ચર્ચામાં આવ્યો છે.

વર્ષ 2025માં પણ સોશિયલ મીડિયા પર બંનેના લગ્નની અફવા હતી.

વર્ષ 2025માં પણ સોશિયલ મીડિયા પર બંનેના લગ્નની અફવા હતી.