Vaibhav Sooryavanshi; IND vs ENG 1st T20 LIVE Score Updates Shreyas Iyer Sanju Samson

Last Updated: June 30, 2026By

  • Gujarati News
  • Sports
  • Cricket
  • Vaibhav Sooryavanshi; IND Vs ENG 1st T20 LIVE Score Updates Shreyas Iyer Sanju Samson | Harry Brook Jos Butler

સ્પોર્ટ્સ ડેસ્ક57 મિનિટ પેહલા

  • કૉપી લિંક

ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ સિરીઝમાં મળેલી કારમી હાર અને કેપ્ટન બેન સ્ટોક્સના અચાનક નિવૃત્તિ લેવાના ઝટકામાંથી ઇંગ્લેન્ડની ટીમ હજુ બહાર આવી શકી નથી. બીજી તરફ, ભારતીય ટીમનું પ્રદર્શન પણ તાજેતરના દિવસોમાં ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું છે. ક્યારેક અત્યંત શાનદાર તો ક્યારેક બિલકુલ સામાન્ય. ચેમ્પિયન્સ ટ્રોફી અને T20 વર્લ્ડ કપમાં ભારતે જીત મેળવી હતી, પરંતુ ઘરઆંગણાની ટેસ્ટ સિરીઝમાં તેમનો 12 વર્ષનો અજેય રહેવાનો સિલસિલો સતત બે ક્લીન સ્વીપ સાથે તૂટી ગયો હતો. એટલું જ નહીં, આયર્લેન્ડ સામે 0-2થી મળેલી હાર સાથે તેમની T20 સિરીઝના અજેય રથ પર પણ બ્રેક લાગી ગઈ છે. હવે ભારત અને ઇંગ્લેન્ડની ટીમ પાંચ મેચોની T20 સિરીઝમાં એકબીજાની સામે ટકરાશે.

બંને ટીમ વચ્ચેનો રેકોર્ડ

T20 ફોર્મેટમાં આ બંને ટીમ વચ્ચેની છેલ્લી બે મેચની વાત કરીએ તો, ભારતે ઇંગ્લેન્ડને બે વર્લ્ડ કપ સેમિફાઈનલમાં માત આપી છે. આ સિવાય ભારતે પોતાની ધરતી પર ઇંગ્લેન્ડને 4-1થી સિરીઝ હરાવી હતી. ભલે ભારતને તાજેતરમાં આયર્લેન્ડ સામે સિરીઝ ગુમાવવી પડી હોય, પરંતુ તેઓ હજુ પણ T20ની એક ખૂબ જ ખતરનાક ટીમ છે. ટીમમાં હાલમાં જસપ્રીત બુમરાહ હાજર નથી, જેમણે મુંબઈમાં રમાયેલી સેમિફાઈનલમાં 253 રનના સ્કોરને ડિફેન્ડ કરવામાં અત્યંત મહત્વની ભૂમિકા ભજવી હતી. બંને ટીમમાં એવા ધાકડ બેટર્સ હાજર છે જે સપાટ પીચ પર રનનો પહાડ ખડકી શકે છે. પરંતુ જો પીચ એવી ન રહી, તો બંને પક્ષના મોટા હિટર્સની ધીરજ અને પરિસ્થિતિને અનુકૂળ થવાની ક્ષમતાની આકરી પરીક્ષા થશે.

ટીમ સંયોજનની મથામણ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની T20 સિરીઝ દરમિયાન સૌથી વધુ જો કોઈ વાત પર નજર રહેશે, તો તે એ છે કે 15 વર્ષના વૈભવ સૂર્યવંશી ડેબ્યૂ કરી શકે છે કે નહીં. ટીમ મેનેજમેન્ટના તાજેતરના નિવેદનો અને સંકેતોને જોવામાં આવે તો, યુવા ખેલાડી વૈભવને તેના ઈન્ટરનેશનલ ડેબ્યૂ માટે હજુ થોડી વધુ રાહ જોવી પડી શકે છે. એ જોવાનું બાકી રહેશે કે શું મેનેજમેન્ટ એ વાત પર અડગ રહેશે કે સૂર્યવંશીએ પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ, જ્યારે આ વિસ્ફોટક બેટરને ટીમમાં સામેલ કરવાની માગ તેજ થઈ રહી છે.

આયર્લેન્ડ સામે સંજુ સેમસનની બેવડી નિષ્ફળતા તેને બહાર બેસાડવા અને સૂર્યવંશીને અભિષેક શર્મા સાથે ઇનિંગ્સની શરૂઆત કરવાની તક આપવાનું કારણ બની શકે છે. અભિષેકને બેલફાસ્ટમાં પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 20 બોલમાં 49 રનની ઇનિંગ્સના કારણે ફરી તક મળી શકે છે. ઈશાન કિશન પણ આયર્લેન્ડ સામેની બે મેચની સિરીઝમાં કોઈ ખાસ કમાલ બતાવી શક્યો નહોતો અને 1 તથા 12 રન પર આઉટ થઈ ગયો હતો. સૂર્યવંશીને તક આપવા માટે ઈશાનને પણ બહાર કરવામાં આવી શકે છે પરંતુ તેઓ એ વાત પર વિચાર કરશે કે આવા પગલાની બહાર કરાયેલા બેટરના મનોબળ પર શું અસર પડી શકે છે.

ભારતીય બેટર્સ સામે પડકાર

ફાસ્ટ બોલરોને અનુકૂળ બેલફાસ્ટની પીચ પર કોઈ પણ ભારતીય બેટર્સ સહજ દેખાતો નહોતો. જ્યારે સ્થિતિ અને આયર્લેન્ડના બોલરોની સચોટ બોલિંગે આક્રમક બેટિંગના રસ્તા બંધ કરી દીધા તો ભારતીય બેટર્નેસને ભારે મુશ્કેલી પડી. બીજી T20 ઈન્ટરનેશનલ મેચમાં તિલક વર્માએ સમજી-વિચારીને રમતા ફિફ્ટી ફટકારી પરંતુ તેમની ધીરજ પણ ખૂટી ગઈ હતી. આયર્લેન્ડના સરળતાથી મેળવી શકાય તેવા 183 અને 155 રનના ટાર્ગેટ સામે ભારતના અન્ય બેટર્સમાં પણ ઉતાવળ સાફ દેખાઈ આવતી હતી. આ માટે IPLની સપાટ પીચ પર બેટિંગ કરવાની પદ્ધતિથી અલગ વિચારની જરૂર હતી પરંતુ એવું જોવા મળ્યું નહીં. ભારતીય બેટર્સે પોતાની વિચારસરણી અને રમવાની શૈલીમાં ફેરફાર કરવો પડશે કારણ કે ઇંગ્લેન્ડમાં પણ લગભગ આવી જ પરિસ્થિતિ હશે અને ત્યાં વધુ સારા અને અનુભવી ખેલાડીઓનોસામનો કરવો પડશે.

વરુણનું કમબેક, કેવી રીતે મળશે તક?

ભારતીય ટીમ મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીની વાપસીથી મજબૂત થઈ છે. વરુણને પ્લેઇંગ-11માં જગ્યા આપવા માટે ટીમ મેનેજમેન્ટે અર્શદીપ સિંહ, હર્ષિત રાણા અને પ્રિન્સ યાદવમાંથી કોઈ એકને બહાર બેસાડવાનો આકરો નિર્ણય લેવો પડશે. આયર્લેન્ડ સામેની બંને મેચમાં ભારતીય બોલરોએ શરૂઆતમાં પકડ મેળવ્યા બાદ મિડલ ઓવર્સમાં વિરોધી બેટર્સને સરળતાથી રન બનાવવા દીધા હતા.

બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11

ભારત (IND): સંજુ સેમસન/વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, સૂર્યાંશ શેડગે, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, પ્રિન્સ યાદવ/વરુણ ચક્રવર્તી.

ઇંગ્લેન્ડ (ENG): ફિલ સોલ્ટ, જોસ બટલર (વિકેટકીપર), હેરી બ્રુક (કેપ્ટન), જેકબ બેથલ, ટોમ બેન્ટન, વિલ જેક્સ, સેમ કરન, લિયામ ડોસન, લ્યુક વુડ, સાકિબ મહમૂદ, આદિલ રશીદ.