Neha Dhupia Slams Paparazzi Over Video Controversy
23 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગોલ્ડ સ્ટ્રીમિંગ એવોર્ડ સેરેમનીમાં નેહા ધૂપિયા પાપારાઝી પર ભડકી ગઈ છે. એક્ટ્રેસે બેક શોટ લેવા અને તેને પોસ્ટ કરવા પર નારાજગી વ્યક્ત કરી અને પાપારાઝીને કડક શબ્દોમાં ચેતવણી પણ આપી.
સેરેમનીમાંથી નેહા ધૂપિયા એવોર્ડ લઈને નીકળી રહી હતી. ત્યારે જ પાપારાઝીએ તેના ગ્રે હેર પર કોમેન્ટ કરી, જેના જવાબમાં ભડકતા તેણે કહ્યું છે, ‘બોલી લીધું? કરી લીધું? આ બદતમીઝીથી બેક શોટ કોણ લે છે તમારામાંથી? કોણ લે છે? ન કરો. મારું નથી કરવાનું, કોઈનું નથી કરવાનું. બોલી-બોલીને થાકી ગયા છીએ.’

પાપારાઝી પર બરાબરની ભડકી નેહા
આગળ એક્ટ્રેસે કહ્યું, ‘આ અમારું કામ નથી. અમે બહાર આવીએ છીએ, ત્યારે તમે લોકો ત્યાં આ બધું કરો છો, બેગ ઉઠાવીને, બુક ઉઠાવીને, પાછળથી ચાલતા, આ બધું હવે નહીં ચાલે. આ બધું બંધ કરો. અમે તમને ખૂબ જ આદરથી વાત કરીએ છીએ, આ બધું ન કરો, બિલકુલ આ બધું ન કરો.’
થોડા સમય પહેલા જ નેહા ધૂપિયાનો સોનાક્ષી સિંહા અને ઝહીર સાથે દોડતો એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં તેના બેક શોટનો ઉપયોગ થયો હતો.

મલાઈકા અરોરાએ પાાપારાઝીનો ક્લાસ લીધો હતો
થોડા સમય પહેલા જ મલાઈકા અરોરાનો એક વીડિયો વાયઈલ થયો હતો, જેમાં તે પાપારાઝી પર ગુસ્સે થતી જોવા મળી હતી. એક ઇવેન્ટ પછી મલાઈકા એક વ્યક્તિ સાથે વાત કરી રહી હતી, પરંતુ પાપારાઝી પ્રાઇવસી આપવાને બદલે સતત તેનો વીડિયો લઈ રહ્યા હતા. આ જોઈને એક્ટ્રેસ ભડકી ગઈ અને કહ્યું- અહીં જ આવી જાઓ.

આ એક્ટ્રેસે પણ ખોટા એંગલથી ફોટો લેવા બદલ નારાજગી વ્યક્ત કરી હતી
‘ખોટા એંગલને કવર બનાવે છે’
જ્હાનવી કપૂરે ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા ઇન્ટરવ્યુમાં ખોટા એંગલથી વીડિયો બનાવવામાં આવતા હોવા પર કહ્યું હતું કે, ‘પાપારાઝીએ એક્ટ્રેસની પ્રાઇવસીનું સન્માન કરવું જોઈએ, કેટલાક પાપારાઝી આવું કરે છે પરંતુ કેટલાક આવું કરતા નથી. કેટલાક સામાન્ય વીડિયોમાં પણ ખોટા એંગલથી લઈને ફોટોનું કવર લગાવી દે છે અને તેને સનસનાટીભર્યા બનાવી દે છે, ખાસ કરીને આવું ત્યારે થાય છે જ્યારે તે વીડિયો કોઈ એક્ટ્રેસનો હોય.’
‘આ ખોટું અને ચિંતાજનક છે’
નેહા શર્માએ પણ ખોટા એંગલથી ફોટા પાડવા બદલ પાપારાઝીઓ સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો. તેણે કહ્યું, ‘કેટલાક એવા દિવસો આવે છે જ્યારે તમે નથી ઈચ્છતા કે કોઈ તમને જુએ. તમે બ્રેક લેવા માંગો છો જે મેં છેલ્લા દિવસોમાં લીધો. જ્યાં સુધી ખોટા એંગલથી ફોટા લેવાની વાત છે, તો તે ખૂબ જ ખોટું અને ચિંતાજનક છે. આનાથી એક મહિલા હોવાને નાતે તમે એ સ્વતંત્રતા ગુમાવી દો છો કે તમે કેવા કપડાં પહેરવા માંગો છો. જો તમે પબ્લિક ફિગર છો તો તમારે ખૂબ જ સાવચેત રહેવું પડે છે કારણ કે ઘણી વાર વસ્તુઓ હાથમાંથી નીકળી જાય છે.’
‘આ ખૂબ જ ડિસ્ટર્બિંગ છે’
મોના સિંહે પાપારાઝીઓ પર ભડકતા કહ્યું હતું કે, ‘પાપારાઝીઓ મહિલાઓના શરીર પર ખોટી જગ્યાએ ફોકસ કરે છે જે ખૂબ જ ડિસ્ટર્બિંગ છે. શું તેઓ કોઈ પુરુષ અભિનેતાના આ રીતે ખોટા એંગલથી ફોટા લે છે? ના, પણ દરેક મહિલા સાથે તેઓ આવું જ કરે છે.’
આગળ તેણે કહ્યું, ‘જ્યારે પણ કોઈ ઇવેન્ટ કે ફંક્શનમાં જાઓ છો, ત્યારે પછીથી પોતાના આવા વીડિયો જોવા મળે છે. મને લાગે છે કે દરેક મહિલાએ આની વિરુદ્ધ અવાજ ઉઠાવવો જોઈએ. પાપારાઝી જે કરી રહ્યા છે, તે કૂલ નથી. એવું લાગે છે કે બસ તે કોઈ વોર્ડરોબ માલફંક્શનની રાહમાં હોય છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


