FIFA World Cup 2026 Today: Belgium vs Senegal, USA vs Bosnia, England vs DR Congo
- Gujarati News
- Sports
- FIFA World Cup 2026 Today: Belgium Vs Senegal, USA Vs Bosnia, England Vs DR Congo
સ્પોર્ટ્સ ડેસ્ક10 કલાક પેહલા
- કૉપી લિંક
FIFA વર્લ્ડ કપ 2026માં ઇંગ્લેન્ડ અને કોંગો ડીઆરનો મુકાબલો થશે. બંને ટીમ પ્રથમ વખત એકબીજા સામે રમશે. આ મેચ એટલાન્ટા સ્ટેડિયમમાં આજે રાત્રે 9:30 વાગ્યાથી રમાશે.
આ પછીની 2 મેચ ભારતીય સમય અનુસાર બીજા દિવસે એટલે કે 2 જુલાઈએ રમાશે. બેલ્જિયમ અને સેનેગલ વચ્ચેની ટક્કર રાત્રે 01:30 વાગ્યાથી સિએટલ સ્ટેડિયમમાં થશે. આ પછી અમેરિકા અને બોસ્નિયા એન્ડ હર્ઝેગોવિનાનો મુકાબલો થશે. આ મેચ સવારે 5:30 વાગ્યાથી સાન ફ્રાન્સિસ્કો બે એરિયા સ્ટેડિયમમાં શરૂ થશે.
મેચ 80: ઇંગ્લેન્ડ અને કોંગો ડીઆરની પ્રથમ ટક્કર
ઇંગ્લેન્ડ અને કોંગો ડીઆર વચ્ચે અત્યાર સુધી કોઈ મેચ રમાય નથી. ફૂટબોલમાં બંનેની સિનિયર ટીમ પહેલીવાર આમને-સામને થશે. આ મેચમાં ઇંગ્લેન્ડ ફેવરિટ તરીકે મેદાનમાં ઉતરશે.
ગ્રુપ સ્ટેજમાં બંને ટીમનું પ્રદર્શન
ઇંગ્લેન્ડની ટીમ ગ્રુપ સ્ટેજમાં એક પણ મેચ હાર્યા વિના નોકઆઉટમાં પહોંચી છે. ટીમ 3 મેચમાં 2 જીત અને 1 ડ્રો સાથે ગ્રુપ-Lમાં પ્રથમ સ્થાને રહી.
બીજી તરફ, કોંગો ડીઆરની સફર ઉતાર-ચઢાવ ભરી રહી. ગ્રુપ-Kમાં ટીમે 3 મેચમાં 1 જીત, 1 હાર અને 1 ડ્રો રમીને રાઉન્ડ ઑફ 32માં પોતાની જગ્યા પાક્કી કરી છે.

ઇંગ્લેન્ડને તેના કેપ્ટન અને અનુભવી સ્ટ્રાઈકર હેરી કેન પાસેથી ગોલ કરવાની અપેક્ષા હશે. જ્યારે કોંગો ડીઆર તરફથી ઇન-ફોર્મ ફોરવર્ડ યોઆન વિસા પર નજર રહેશે.
બંને ટીમની સંભવિત સ્ટાર્ટિંગ-11:
ઇંગ્લેન્ડ: પિકફોર્ડ, વોકર, સ્ટોન્સ, ગુએહી, ટ્રિપિયર, રાઇસ, મેનુ, સાકા, બેલિંગહામ, ફોડેન, કેન.
કોંગો ડીઆર: મ્પાસી, વાન-બિસાકા, મ્બેમ્બા, તુઆનઝેબે, માસુઆકુ, સિપેન્ગા, મુતુસામી, સાદિકી, મ્બુકુ, બકામ્બુ, વિસા.
મેચ 81: બેલ્જિયમ સામે સેનેગલ પડકાર ફેંકશે
બેલ્જિયમ અને સેનેગલ પહેલીવાર એકબીજાની સામે હશે. બંને ટીમો શાનદાર ફોર્મમાં છે. જોકે, ગ્રુપ સ્ટેજની પરફોર્મન્સને જોતા બેલ્જિયમ ફેવરિટ તરીકે ઉતરશે.
ગ્રુપ સ્ટેજમાં બંને ટીમનું પ્રદર્શન
બેલ્જિયમ ગ્રુપ સ્ટેજમાં એક પણ મેચ હાર્યા વિના નોકઆઉટમાં પહોંચ્યું છે. તેણે ગ્રુપ-Gની 3 મેચમાં 1 જીત નોંધાવી અને 2 મેચ ડ્રો રમી. ટીમ ગ્રુપમાં ટોપર હતી. સેનેગલ ગ્રુપ-Iમાં 3 મેચમાં 1 જીત અને 2 હાર પછી રાઉન્ડ ઑફ-32માં પહોંચ્યું છે. વધુ સારા ગોલ ડિફરન્સના આધારે તેને નોકઆઉટમાં સ્થાન મળ્યું.

બેલ્જિયમના સ્ટાર મિડફિલ્ડર કેવિન ડી બ્રુઈન પાસ અને ઉત્તમ ગેમ કંટ્રોલ માટે જાણીતો છે. તેની પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા રહેશે. જ્યારે સેનેગલ દિગ્ગજ ફોરવર્ડ સાદિયો માનેની રમતની મદદથી ઉલટફેર કરવાનો પ્રયાસ કરશે.
બંને ટીમની સંભવિત સ્ટાર્ટિંગ-11:
બેલ્જિયમ: કાસ્ટીલ્સ, ફાએશ, વર્તોંઘેન, થીએટ, કાસ્ટાગ્ને, ઓનાના, મોંગાલા, ડોકુ, ડી બ્રુઈન, ટ્રોસાર્ડ, લુકાકુ.
સેનેગલ: એડ્યુઆર્ડ મેન્ડી, જેકબ, કૌલીબાલી, નિઆખાતે, ગાસામા, પાપે ગુએયે, લેમિન કમારા, સિસ, ઇસ્માઇલા સાર, જેક્સન, સાદિયો માને.
મેચ 82: બોસ્નિયા સામે અમેરિકાનું પલડું ભારે
અમેરિકા અને બોસ્નિયા એન્ડ હર્ઝેગોવિના વચ્ચે અત્યાર સુધીમાં 3 મેચ રમાઈ છે. આમાં અમેરિકાનું પલડું ભારે રહ્યું છે. અમેરિકાએ 2 મેચ જીતી છે, જ્યારે 1 મેચ ડ્રો રહી છે. બોસ્નિયાને પ્રથમ જીતની રાહ છે. ફિફા વર્લ્ડ કપમાં બંનેની આ પ્રથમ ટક્કર હશે.

ગ્રુપ સ્ટેજમાં બંને ટીમનું પ્રદર્શન
અમેરિકા ગ્રુપ-D માં 2 જીત અને 1 હાર સાથે નોકઆઉટમાં પહોંચ્યું છે. જ્યારે બોસ્નિયા એન્ડ હર્ઝેગોવિના ગ્રુપ-Bમાં 1 જીત, 1 હાર અને 1 ડ્રો સાથે પહોંચ્યું છે.

અમેરિકી ટીમને સ્ટાર વિંગર ક્રિશ્ચિયન પુલિસિક પાસેથી ગોલની અપેક્ષા હશે. જ્યારે બોસ્નિયા કેપ્ટન અને સ્ટ્રાઈકર એડિન ઝેકો પર નિર્ભર રહેશે.
બંને ટીમોની સંભવિત સ્ટાર્ટિંગ-11:
અમેરિકા: ટર્નર, સ્કાલી, રિચાર્ડ્સ, રીમ, રોબિન્સન, મેકેની, એડમ્સ, મુસાહ, વેઆ, રાઈટ, પોલિસ.
બોસ્નિયા એન્ડ હર્ઝેગોવિના: વાસિલિજ, માલિચ, કતિચ, રાડેલિચ, કોલાસિનાક, બાજરાક્તારેવિચ, સુન્જિચ, બાસિચ, અલાજબેગોવિચ, ડેમિરોવિચ, ઝેકો.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


