Don’t turn Siya Goyal’s case into a spectacle like Rhea Chakraborty’s: Sanjay Gupta Trolled for Backing Pune Murder Accused

Last Updated: July 2, 2026By

  • Gujarati News
  • Entertainment
  • Don’t Turn Siya Goyal’s Case Into A Spectacle Like Rhea Chakraborty’s: Sanjay Gupta Trolled For Backing Pune Murder Accused

25 મિનિટ પેહલા

  • કૉપી લિંક

પુણેના બિઝનેસમેન કેતન અગ્રવાલ મર્ડર કેસમાં ફિલ્મ ડિરેક્ટર સંજય ગુપ્તા સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે. સંજય ગુપ્તાએ X (અગાઉ ટ્વિટર) પર એક ટ્વીટ કરીને મુખ્ય આરોપી સિયા ગોયલનો બચાવ કર્યો છે. તેમણે સિયા ગોયલના કેસની સરખામણી વર્ષ 2020ના રિયા ચક્રવર્તી મીડિયા ટ્રાયલ સાથે કરી છે.

ડિરેક્ટરે લખ્યું કે, પુરાવા આવે તે પહેલાં ટીવી પર કેસ ચલાવવો યોગ્ય નથી. આ નિવેદન પછી સોશિયલ મીડિયા યુઝર્સે સંજય ગુપ્તાની સખત ટીકા કરી છે અને તેમના આ નિવેદનને અત્યંત વાહિયાત ગણાવ્યું છે.

સંજય ગુપ્તાએ 'શુટઆઉટ એટ લોખંડવાલા', 'શુટઆઉટ એટ વડાલા', 'કાંટે', 'કાબિલ' સહિતની ફિલ્મો બનાવી છે.

સંજય ગુપ્તાએ ‘શુટઆઉટ એટ લોખંડવાલા’, ‘શુટઆઉટ એટ વડાલા’, ‘કાંટે’, ‘કાબિલ’ સહિતની ફિલ્મો બનાવી છે.

સંજય ગુપ્તાએ સોશિયલ મીડિયા પર શું લખ્યું? ફિલ્મ ડિરેક્ટર સંજય ગુપ્તાએ X પર ટ્વીટ કરીને સિયા ગોયલનો એક રીતે બચાવ કર્યો. તેમણે લખ્યું, ‘હું કોઈના પર આંગળી નથી ચીંધી રહ્યો અને ન તો કોઈની સાઈડ લઈ રહ્યો છું. હું બસ એટલું કહી રહ્યો છું કે, શું આપણે સિયા સાથે તે બધું કરવાનું બંધ કરી શકીએ, જે આપણે રિયા ચક્રવર્તી સાથે કર્યું હતું? આપણે બધાએ તે તમાશો જોયો હતો. ટીવી પર જ કેસ ચલાવવામાં આવ્યો અને પુરાવા આવે તે પહેલાં જ ચુકાદો સંભળાવી દેવામાં આવ્યો. આ પછી પણ આપણે લોકો કંઈ શીખતા નથી.’

સંજય ગુપ્તાની ટ્વીટ.

સંજય ગુપ્તાની ટ્વીટ.

લોકોએ ડિરેક્ટરને ફટકાર લગાવી સંજય ગુપ્તાનું આ નિવેદન સોશિયલ મીડિયા યુઝર્સને પસંદ ન આવ્યું. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું, ‘ક્યારેક તમે દલીલમાં સૌથી વાહિયાત પક્ષ પસંદ કરો છો. આટલો પ્રયત્ન ન કરો સર, કોની નજરમાં ઊંચા બનવું છે?’ લોકો સિયા ગોયલનો બચાવ કરવા પર ડિરેક્ટરથી ખૂબ નારાજ થયા.

શું હતો રિયા ચક્રવર્તીનો આખો વિવાદ વર્ષ 2020માં એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત પછી તેની મંગેતર અને એક્ટ્રેસ રિયા ચક્રવર્તી વિવાદોમાં આવી હતી. સુશાંત કેસની તપાસ દરમિયાન રિયા અને તેના ભાઈને નાર્કોટિક્સ બ્યુરો (NCB)એ ડ્રગ્સ સંબંધિત એક કેસમાં ધરપકડ કરી હતી.

તે સમયે રિયા ચક્રવર્તી વિરુદ્ધ સોશિયલ મીડિયા અને ટીવી ચેનલો પર મોટો મીડિયા ટ્રાયલ ચાલ્યો હતો. કોર્ટનો નિર્ણય આવે તે પહેલા જ લોકોએ તેને દોષિત માની લીધી હતી. લગભગ 5 વર્ષની કાનૂની લડાઈ પછી વર્ષ 2025માં કોર્ટમાંથી રિયાને રાહત મળી હતી કારણ કે તેની વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા મળી શક્યા ન હતા.

રિયા ચક્રવર્તીનો સુશાંત સિંહ રાજપુત કેસ દરમિયાનનો ફાઇલ ફોટો.

રિયા ચક્રવર્તીનો સુશાંત સિંહ રાજપુત કેસ દરમિયાનનો ફાઇલ ફોટો.

મંગેતર સિયાએ બોયફ્રેન્ડ સાથે મળીને કરી હત્યા પોલીસ તપાસ મુજબ, 26 વર્ષના રિયલ એસ્ટેટ કારોબારી કેતન અગ્રવાલની હત્યાનું કાવતરું તેની મંગેતર સિયા ગોયલે પોતાના બોયફ્રેન્ડ ચેતન ચૌધરી સાથે મળીને રચ્યું હતું. કેતન અને સિયાની સગાઈ આ જ વર્ષે ફેબ્રુઆરીમાં થઈ હતી અને બંને આ વર્ષે નવેમ્બરમાં લગ્ન કરવાના હતા. પોલીસે સિયા અને ચેતન બંનેની ધરપકડ કરી લીધી છે અને હાલ બંને ન્યાયિક કસ્ટડીમાં છે.

સિયા ગોયલ અને કેતન અગ્રવાલની સગાઈનો ફોટો.

સિયા ગોયલ અને કેતન અગ્રવાલની સગાઈનો ફોટો.

પહેલાં પ્રયાસમાં ઝાડી પકડીને બચ્યો હતો કેતન પોલીસે જણાવ્યું કે, આરોપીઓએ કેતનને મારવાનો પહેલો પ્રયાસ 14 જૂને કર્યો હતો. સિયા તે દિવસે કેતનને મહારાષ્ટ્રના લોહાગઢ કિલ્લા પર લઈ ગઈ હતી અને ત્યાં તેને ખીણમાં ધક્કો મારી દીધો હતો. જોકે, કેતન એક ઝાડીને પકડીને લટકી ગયો અને તેનો જીવ બચી ગયો. તે સમયે સિયાએ વાતને ફેરવવા માટે સાપ દેખાવાનું નાટક કર્યું અને કેતનનું ધ્યાન ભટકાવી દીધું. આ પછી તે કેતનને ભરોસો અપાવીને પાછી ઘરે લઈ આવી.

કેતન અને સિયાના નવેમ્બર 2026માં લગ્ન થવાના હતા.

કેતન અને સિયાના નવેમ્બર 2026માં લગ્ન થવાના હતા.

બીજી વારમાં કિલ્લા પરથી નીચે ધકેલ્યો પહેલો પ્રયાસ નિષ્ફળ રહ્યા બાદ સિયાએ થોડા દિવસો પછી ફરીથી કેતનને કિલ્લા પર ચાલવા માટે રાજી કર્યો. આ વખતે ત્યાં સિયાનો બોયફ્રેન્ડ ચેતન ચૌધરી પણ પહેલાથી હાજર હતો. જ્યારે કેતન ત્યાં પહોંચ્યો, ત્યારે સિયા અને ચેતને પાછળથી આવીને તેને જોરદાર ધક્કો મારી દીધો. ઊંડી ખીણમાં પડવાને કારણે કેતન અગ્રવાલનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. પોલીસે મામલાનો ખુલાસો કરતા બંને આરોપીઓને જેલ ભેગા કર્યા છે.

ત્રણ પુરાવા; સિયાનું જૂઠ, CCTV ફૂટેજ, 2004 વાર કોલ

પહેલો પુરાવો: સિયાના હાવભાવથી કેતનની બહેનને શંકા થઈ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 21 જૂને સિયા કેતનના ઘરે પહોંચી. કેતનની બહેને પૂછ્યું- કેતન કેવી રીતે પડ્યો? આ સવાલ પર સિયાના હાવભાવ અચાનક બદલાઈ ગયા. તે બરાબર જવાબ આપી રહી ન હતી.

કેતનની બહેનને શંકા ગઈ અને તેણે પિતા વિશાલ અગ્રવાલને કહ્યું- ભાઈ સારો ટ્રેકર છે, તેનું મૃત્યુ અકસ્માત ન હોઈ શકે. સિયા બરાબર જવાબ આપી રહી નથી.

વિશાલને પણ પહેલાથી શંકા હતી કે કંઈક બરાબર નથી. આ પછી વિશાલ ફરીથી પુણે પોલીસને મળ્યા અને સિયા પર શંકા વ્યક્ત કરી. તેમણે એમ પણ કહ્યું કે સિયા કોઈ છોકરા સાથે વાત કરે છે, તેની પણ તપાસ થવી જોઈએ.

બીજો પુરાવો: કિલ્લાના CCTV ફૂટેજમાં ગરમીમાં હુડી પહેરેલો છોકરો દેખાયો

પોલીસે લોહગઢ કિલ્લાના સીસીટીવી ફૂટેજ કાઢ્યા. આમાં 18 જૂને એક શખ્સ ત્યાં પહોંચેલા કેતન અને સિયાની આસપાસ ઘણી વાર દેખાયો.

ગરમીની મોસમ, ઉપરથી કિલ્લાની ચઢાઈ, તેમ છતાં કિલ્લાની સીડીઓના ફૂટેજમાં દેખાયું કે તે હુડી પહેરેલો હતો. પોલીસના મતે, છોકરો પોતાનો ચહેરો છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

ત્રીજો સુરાગ: સિયાના એક નંબર પર 2000થી વધુ કોલ્સ

પોલીસે સિયાના કોલ-રેકોર્ડ્સ તપાસ્યા. આમાં એક મોબાઈલ નંબર પર જાન્યુઆરીથી કેતનની હત્યાના દિવસે સવારે 7 વાગ્યા સુધી સિયાએ 2004 કોલમાં લગભગ 338 કલાક વાતચીત કરી હતી એટલે કે બંને રોજ લગભગ 11 કોલ્સમાં 2 કલાક વાત કરતા હતા.

આ નંબર પુણેના બીજા એક વેપારી પરિવારના પુત્ર ચેતન ચૌધરીનો હતો. ચેતનનું ઘર પુણેના એ જ વિસ્તારમાં હતું જ્યાં સિયાના પિતાની ઓફિસ આવેલી છે.

હત્યાના બે સંભવિત કારણો; દાવો – સિયા લગ્ન માટે તૈયાર નહોતી.

સિયા લગ્ન માટે તૈયાર નહોતી: પોલીસને શંકા છે કે મુખ્ય આરોપી સિયા ગોયલ લગ્ન માટે માનસિક રીતે તૈયાર નહોતી અને પરિવારના દબાણમાં કેતન સાથે લગ્ન કરવા જઈ રહી હતી. પોલીસ આ પાસાને હત્યાના સંભવિત કારણોમાંના એક તરીકે તપાસ કરી રહી છે.

બદનામીના ડરથી પ્રેમી સાથે ભાગી ન હતી: તેના પ્રેમી ચેતને ખુલાસો કર્યો કે સિયા સગાઈ તોડીને ભાગી જવાના પક્ષમાં નથી. તેને લાગ્યું કે આમ કરવાથી તેના પરિવારની બદનામી થશે.

કેતન એક રિયલ એસ્ટેટનો વેપારી હતો; લગ્ન માટે ₹17 કરોડના ખર્ચે એક મહેલ બુક કરવામાં આવ્યો હતો.

કેતન અગ્રવાલ પુણેના ગહુનજેના રહેવાસી હતા. તેઓ રિયલ એસ્ટેટ ઉદ્યોગપતિ અને સક્સેસ ગ્રુપના ડિરેક્ટર વિશાલ અગ્રવાલના પુત્ર હતા. વિશાલ પુણેના રિયલ એસ્ટેટ વર્તુળમાં ‘લેન્ડ બેંક’ તરીકે ઓળખાય છે. કેતન પણ કંપનીમાં ડિરેક્ટર અને ચીફ માર્કેટિંગ ઓફિસર (CMO)ના પદ પર હતા.

તેમણે સિમ્બાયોસિસ યુનિવર્સિટીમાંથી BBA કર્યું હતું. અમેરિકાની બેબસન F.W. ઓલિન ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બિઝનેસમાંથી એન્ટરપ્રેન્યોરશિપમાં માસ્ટર ઓફ સાયન્સની ડિગ્રી લીધી. સિયા ડ્રાય ફ્રુટ્સના વેપારીની પુત્રી છે. નવેમ્બરમાં બંનેના લગ્ન થવાના હતા. આ માટે રાજસ્થાનમાં 17 કરોડ રૂપિયાનો એક મહેલ બુક કરવામાં આવ્યો હતો. મહેમાનો માટે બે ચાર્ટર્ડ પ્લેન બુક હતા.

પુણેની મેજિસ્ટ્રેટ કોર્ટે 22 જૂને સિયા ગોયલ અને તેના પ્રેમી ચેતન ચૌધરીને 29 જૂન સુધી પોલીસ કસ્ટડીમાં ધકેલ્યા છે.

પુણેની મેજિસ્ટ્રેટ કોર્ટે 22 જૂને સિયા ગોયલ અને તેના પ્રેમી ચેતન ચૌધરીને 29 જૂન સુધી પોલીસ કસ્ટડીમાં ધકેલ્યા છે.

મર્ડર પહેલાં સિયાનો મંગેતર સાથે ડાન્સ, રોમાન્સ; 3 તસવીરો

કેતનના મર્ડર કરતા પહેલાં સિયાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેતન અગ્રવાલ (26) સાથે ઘણી રોમેન્ટિક પોસ્ટ કરી હતી. ક્યારેક પ્રપોઝલની તસવીરો, ક્યારેક ફૂલ આપીને પ્રેમ વ્યક્ત કરતી પળો, તો ક્યારેક ડાન્સ અને ભેટવાના વીડિયો.

બંનેના નવેમ્બરમાં થનારા લગ્નની તૈયારીઓ પણ સોશિયલ મીડિયા પોસ્ટનો ભાગ હતી. આ વર્ષે ફેબ્રુઆરીમાં સગાઈ પછી સિયાએ ઇન્સ્ટાગ્રામ પર એક કેકની તસવીર શેર કરતા લખ્યું હતું- મારા દિલને તેનું ઘર મળ્યે એક મહિનો પૂરો થયો.

19 મેના રોજ સિયાએ તેના જન્મદિવસના કાઉન્ટડાઉનની સ્ટોરી પોસ્ટ કરી હતી, જેમાં બંને એક રોમેન્ટિક ગીત પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

19 મેના રોજ સિયાએ તેના જન્મદિવસના કાઉન્ટડાઉનની સ્ટોરી પોસ્ટ કરી હતી, જેમાં બંને એક રોમેન્ટિક ગીત પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

એક પોસ્ટમાં બંને કારની અંદર બેસીને ભેટતા જોવા મળ્યા હતા. કેતને પોતાની કારની અંદર અને બહાર ફૂલોથી સજાવટ કરી હતી.

એક પોસ્ટમાં બંને કારની અંદર બેસીને ભેટતા જોવા મળ્યા હતા. કેતને પોતાની કારની અંદર અને બહાર ફૂલોથી સજાવટ કરી હતી.

સગાઈના એક મહિના પછી સિયાએ કેકની તસવીર શેર કરતા લખ્યું હતું કે- મારા દિલને ઘર મળ્યે એક મહિનો થઈ ગયો છે.

સગાઈના એક મહિના પછી સિયાએ કેકની તસવીર શેર કરતા લખ્યું હતું કે- મારા દિલને ઘર મળ્યે એક મહિનો થઈ ગયો છે.