Vaibhav Surya Vanshi Hints International Debut

Last Updated: July 4, 2026By

માન્ચેસ્ટર1 કલાક પેહલા

  • કૉપી લિંક

વૈભવ સૂર્યવંશીએ ટીમ ઇન્ડિયામાંથી ઇન્ટરનેશનલ ડેબ્યૂના સંકેત આપ્યા છે. તેણે શુક્રવારે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી પોસ્ટ કરી. તેમાં પોતાના ફોટો સાથે ‘New Chapter’ લખ્યું.

વૈભવની આ પોસ્ટ પછી ઇન્ટરનેશનલ ડેબ્યૂના અનુમાન લગાવવામાં આવી રહ્યા છે. જોકે, ટીમ મેનેજમેન્ટે તેના ડેબ્યૂ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી-20 સિરીઝની બીજી મેચ આજે સાંજે 7 વાગ્યે માન્ચેસ્ટરમાં રમાશે.

વૈભવે શુક્રવારે રાત્રે આ સ્ટોરી પોસ્ટ કરી છે.

વૈભવે શુક્રવારે રાત્રે આ સ્ટોરી પોસ્ટ કરી છે.

બોલિંગ કોચે કહ્યું- ટીમ વધુ બદલાવ કરવા માગતી નથી

ભારતના બોલિંગ કોચ મોર્ને મોર્કેલે એક દિવસ પહેલા કહ્યું હતું કે, ‘બીજી મેચથી ટીમ વધુ ફેરફાર કરવા માંગતી નથી. અભિષેક શર્મા ટી-20ના નંબર-1 બેટર છે. સંજુ સેમસન ટી-20 વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ રહ્યા હતા. અમને કોચિંગ સ્ટાફ તરીકે ખેલાડીઓ પર વિશ્વાસ દર્શાવવો જરૂરી છે.’

વૈભવને ડેબ્યૂ ન કરાવવા પર પૂર્વ ક્રિકેટરો ભડક્યા

વૈભવ હાલમાં ભારતીય ટીમ સાથે આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડના પ્રવાસે છે. આયર્લેન્ડ સામે તેના ડેબ્યૂની અપેક્ષા હતી, પરંતુ તેમ થયું નહીં. આયર્લેન્ડમાં ભારતીય ટીમ શ્રેણી હારી ગઈ. ઓપનર અભિષેક અને સંજુ ખાસ પ્રદર્શન કરી શક્યા નહીં. આનાથી ઇંગ્લેન્ડ સામેની પ્રથમ મેચમાં વૈભવના ડેબ્યૂની અપેક્ષા ફરી વધી ગઈ. પરંતુ, તેને તક મળી નહીં. આના પર સુનીલ ગાવસ્કર, રવિ શાસ્ત્રી અને એબી ડિવિલિયર્સ જેવા દિગ્ગજ ક્રિકેટરોએ નારાજગી વ્યક્ત કરી હતી.

વૈભવ સૌથી ઓછી ઉંમરે ટીમ ઇન્ડિયામાં પસંદ થયો

વૈભવ 15 વર્ષ 71 દિવસની ઉંમરે ટીમ ઇન્ડિયા માટે પસંદ થનાર સૌથી યુવા ક્રિકેટર છે. તેણે આ મામલે શેફાલી વર્મા અને સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો. શેફાલી પહેલીવાર 15 વર્ષ 220 દિવસની ઉંમરે ભારતીય ટીમમાં પસંદ થઈ હતી, જ્યારે સચિનને 16 વર્ષ 194 દિવસની ઉંમરે રાષ્ટ્રીય ટીમમાં તક મળી હતી.

વૈભવ સૂર્યવંશીને ટીમ ઇન્ડિયાની 3 નંબરની જર્સી મળી

BCCI તરફથી વૈભવને ટીમ ઇન્ડિયાની 3 નંબરની જર્સી મળી. થ્રોડાઉન સ્પેશિયાલિસ્ટ રઘુએ તેમને જર્સી આપી. સૂર્યવંશી પહેલા રઘુને પગે લાગ્યો, પછી જર્સી લીધી.

વૈભવને ICCની ચાઇલ્ડ સેફગાર્ડિંગ પોલિસી હેઠળ ઇંગ્લેન્ડ પ્રવાસ પર અલગ ચેન્જિંગ રૂમ આપવામાં આવ્યો. તેમના પરિવારને પણ ટીમ હોટલમાં રોકાવાની મંજૂરી મળી.

શ્રીલંકા સામે 11 બોલમાં ફિફ્ટી ફટકારી

ગયા મહિને વૈભવે ટ્રાઇ સિરીઝની ફાઇનલમાં ઇન્ડિયા-એ તરફથી શ્રીલંકા-એ સામે 11 બોલમાં ફિફ્ટી ફટકારી હતી, જે લિસ્ટ-એ ક્રિકેટની સૌથી ઝડપી ફિફ્ટી છે. IPL 2026માં તેણે રાજસ્થાન રોયલ્સ માટે 776 રન બનાવ્યા. તેનો સ્ટ્રાઇક રેટ 237.31 રહ્યો અને તેણે એક સદી પણ ફટકારી.

—————————————————–

ભારતના ઇંગ્લેન્ડ પ્રવાસના આ સમાચાર પણ વાંચો…

ભારત-ઇંગ્લેન્ડ બીજી T20માં પણ વરસાદની શક્યતા:માન્ચેસ્ટરમાં આજે 55% ચાન્સ; આર્ચરનું કમબેક, વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂ પર સસ્પેન્સ યથાવત

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20 સિરીઝની બીજી મેચ આજે સાંજે 7 વાગ્યે ઓલ્ડ ટ્રેફર્ડ, માન્ચેસ્ટરમાં રમાશે. પહેલી મેચની જેમ આ મેચમાં પણ વરસાદ રમત બગાડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 55% સુધી વરસાદની સંભાવના છે. સિરીઝની પહેલી મેચ પણ વરસાદના કારણે અનિર્ણિત રહી હતી… વાંચો પૂરા સમાચાર