England Wins FIFA World Cup Clash vs DR Congo 2-1; Faces Mexico Next

Last Updated: July 4, 2026By

અટલાન્ટા3 દિવસ પેહલા

  • કૉપી લિંક

હેરી કેને મેચમાં 2 ગોલ કર્યા.

ઇંગ્લેન્ડે FIFA વર્લ્ડ કપના રાઉન્ડ ઓફ 32 મુકાબલામાં કોંગો ડીઆરને 2-1થી હરાવ્યું. એટલાન્ટા સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ઇંગ્લેન્ડ પહેલા હાફ સુધી પાછળ હતું. બીજા હાફમાં ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી કેને 2 ગોલ કરીને ટીમને જીત અપાવી.

આ જીત સાથે ઇંગ્લેન્ડ રાઉન્ડ ઑફ-16માં પહોંચી ગયું છે. જ્યાં તેનો મેક્સિકો સામે મુકાબલો થશે. આ મેચ ભારતીય સમય અનુસાર 6 જુલાઈએ મેક્સિકો સ્ટેડિયમમાં રમાશે.

જીતની ઉજવણી કરતા ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી કેન.

જીતની ઉજવણી કરતા ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી કેન.

અહીંથી મેચ રિપોર્ટ

ઇંગ્લેન્ડ vs કોંગો ડીઆર

કોંગોએ સાતમી મિનિટમાં જ લીડ લીધી

પ્રથમ વખત વર્લ્ડ કપની નોકઆઉટ મેચ રમી રહેલા કોંગો ડીઆરએ શરૂઆતમાં જ ગોલ કરીને બધાને ચોંકાવી દીધા. મેચની સાતમી મિનિટે ચાન્સલ મ્બેમ્બાના પાસ પર બ્રાયન સિપેંગાએ લો-શોટ માર્યો. બોલ ઇંગ્લેન્ડના ગોલકીપર જોર્ડન પિકફોર્ડને ચકાવીને ગોલ પોસ્ટમાં જતો રહ્યો. આ બ્રાયનનો પહેલો ઈન્ટરનેશનલ ગોલ હતો.

ત્યારબાદ કોંગોના ડિફેન્સ અને ગોલકીપર લિયોનેલ મ્પાસીએ શાનદાર રમત બતાવી. મ્પાસીએ પહેલા હાફમાં ઘણા ઉત્તમ સેવ કરીને ઇંગ્લેન્ડના એટેકને રોકી રાખ્યા. હાફ ટાઈમ સુધી કોંગો 1-0થી આગળ હતું.

બ્રાયન સિપેંગાએ આંતરરાષ્ટ્રીય મેચમાં પોતાનો પહેલો ગોલ કર્યો.

બ્રાયન સિપેંગાએ આંતરરાષ્ટ્રીય મેચમાં પોતાનો પહેલો ગોલ કર્યો.

હેરી કેને છેલ્લી 15 મિનિટમાં રમત પલટી નાખી

મેચની 75મી મિનિટે ઇંગ્લેન્ડ તરફથી બરાબરીનો ગોલ આવ્યો. આ ગોલ ઇંગ્લેન્ડના સ્ટાર ફોરવર્ડ હેરી કેને કર્યો હતો. એન્થોની ગોર્ડનના શાનદાર પાસ પર, કેને જોરદાર હેડરથી ગોલ કરીને ઇંગ્લેન્ડને 1-1ની બરાબરી અપાવી.

પ્રથમ ગોલ કર્યા પછી હેરી કેન.

પ્રથમ ગોલ કર્યા પછી હેરી કેન.

તેના બરાબર 11 મિનિટ પછી, એટલે કે 86મી મિનિટે, કેને ગોલ કરીને ઇંગ્લેન્ડને 2-1ની લીડ અપાવી. આ વખતે કેને મ્પાસીને ચકમો આપીને બોલને ટોપ કોર્નરમાં નાખી દીધો.

કેને 86મી મિનિટે બીજો ગોલ કરીને ઇંગ્લેન્ડને લીડ અપાવી.

કેને 86મી મિનિટે બીજો ગોલ કરીને ઇંગ્લેન્ડને લીડ અપાવી.

ઇન્જરી ટાઇમમાં ફ્રી-કિક પર કોંગો ગોલ કરી શક્યું નહીં

સેકન્ડ હાફના ઇન્જરી ટાઇમમાં કોંગોને બોક્સની બરાબર બહાર ફ્રી-કિક મળી. યોઆન વિસાએ બરાબરીની છેલ્લી તક સંભાળતા શોટ લીધો. જોકે બોલ ક્રોસબારની ઉપરથી નીકળી ગયો અને કોંગો આ હાર સાથે જ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું.

કાંગો ડીઆરના ખેલાડીઓ હાર બાદ નિરાશ દેખાયા.

કાંગો ડીઆરના ખેલાડીઓ હાર બાદ નિરાશ દેખાયા.

ઇંગ્લેન્ડ 60 વર્ષ પછી હાફ ટાઇમમાં પાછળ રહ્યા બાદ જીત્યું

ઇંગ્લેન્ડ ફૂટબોલ ટીમની આ જીત ઐતિહાસિક રહી. 1966ના વર્લ્ડ કપ ફાઇનલ પછી આ પહેલો પ્રસંગ છે, જ્યારે ઇંગ્લેન્ડ વર્લ્ડ કપની કોઈ મેચમાં હાફ-ટાઇમ સુધી પાછળ રહ્યા બાદ મેચ જીત્યું છે.

જીત બાદ દર્શકોનું અભિવાદન કરતી ઇંગ્લેન્ડની ટીમ.

જીત બાદ દર્શકોનું અભિવાદન કરતી ઇંગ્લેન્ડની ટીમ.