Anshula Kapoor Wedding: Boney Kapoor Emotional Before Vidaai; Kalire Falls On Arjun Kapoor Head, Inside Photos
- Gujarati News
- Entertainment
- Anshula Kapoor Wedding: Boney Kapoor Emotional Before Vidaai; Kalire Falls On Arjun Kapoor Head, Inside Photos
9 મિનિટ પેહલા
- કૉપી લિંક
બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મમેકર બોની કપૂરની દીકરી અને એક્ટર અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂરના આજે રોહન ઠક્કર સાથે લગ્ન છે. લગ્ન પહેલાં તેણે પરંપરાગત પંજાબી વિધિ, કલીરે અને ચૂડા સેરેમની પૂર્ણ કરી હતી. દીકરીને વિદાય આપતા પહેલાં બોની કપૂરની આંખો ભરાઈ આવી હતી. પિતા બોની અને ભાઈ અર્જુને પ્રી-વેડિંગ ફંક્શન્સના સુંદર ફોટો શેર કરીને લાડકવાયી પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો છે.
‘અંશુલા અને રોહન એકબીજા માટે જ બન્યા છે’
બોની કપૂરે દીકરીના ફોટો શેર કરીને લખ્યું, ‘મારી પ્રતિભાશાળી અને સુંદર દીકરી અંશુલાની રોહન સાથે નવી સફર શરૂ થઈ રહી છે, તેઓ બંને એકબીજા માટે જ બન્યા છે અને ચોક્કસપણે આ સફરને હંમેશ માટે ખુશહાલ બનાવશે.’

મોટી દીકરી અંશુલાને વિદાય આપતા પહેલા બોની કપૂર ભાવુક થયા.
ચૂડા અને કલીરે સેરેમની દરમિયાન અંશુલા પોતાના ભાઈ અર્જુન કપૂરને ગળે લગાવીને ભાવુક થઈ ગઈ અને રડી પડી.

ભાઈ અર્જુનને ગળે લગાડીને અંશુલા રડી પડી.
તે જ સમયે, એક અન્ય પરંપરાગત વિધિ દરમિયાન જ્યારે અંશુલાએ કલીરા પાછળની તરફ ફેંક્યું, ત્યારે તે સીધું અર્જુન કપૂરના માથા પર પડ્યું. કલીરા પડતા જ અર્જુન કપૂર હસવા લાગ્યા, જેના પછી ત્યાં હાજર પરિવારના લોકોએ તેને ચીડવવાનું શરૂ કરી દીધું. આ લગ્ન સમારોહમાં આખો કપૂર પરિવાર સામેલ થયો છે.
જુઓ મહેંદી સેરેમનીની અંદરની તસવીરો..

અર્જુન કપૂર અને નાની બહેન ખુશીએ અંશુલાને હાથમાં ચૂડા (બંગળીઓ) પહેરાવ્યો.

અંશુલાએ ઓરી પર કલીરે તોડવાનો પ્રયાસ કર્યો.

બોની કપૂરે ચારેય બાળકો- જાહ્નવી, અર્જુન, અંશુલા અને ખુશી સાથેનો ફોટો શેર કર્યો.

અંશુલાએ ખુશી કપૂર પર પણ કલીરે તોડવાનો પ્રયત્ન કર્યો.

અર્જુને બહેનને ચીડવી. વરુણ ધવન પણ કપૂર પરિવારની ખુશીઓમાં સામેલ થયો.

કાકા સંજય કપૂરે સીટી મારીને ખાસ પળોને વધાવી લીધી.

અંશુલાની મહેંદી સેરેમની યોજાઈ.

અંશુલાએ ખુશી સાથે મન મૂકીને ડાન્સ કર્યો.

સોનમ કપૂરે અંશુલાની મહેંદીમાં ચાર ચાંદ લગાવ્યા.
કલીરા પડતા જ અર્જુનના ચહેરા પર સ્મિત આવ્યું અંશુલા કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કલીરા સેરેમનીનો એક વીડિયો શેર કર્યો છે. પંજાબી લગ્નોની પરંપરા મુજબ, દુલ્હન તેની બહેનો અને બહેનપણીઓના માથા પર કલીરા પાડવાની વિધિ કરે છે. અંશુલાએ જ્યારે કલીરા પાછળની તરફ ઉછાળ્યું, ત્યારે તે કોઈ છોકરીને બદલે સીધું તેના ભાઈ અર્જુન કપૂર પર પડ્યું.

કલીરા અર્જુન કપૂરના માથે પડ્યું.
કલીરા પડતા જ ત્યાં હાજર જાહ્નવી કપૂર, ખુશી કપૂર અને બાકીના સંબંધીઓ હસવા લાગ્યા. અર્જુન કપૂર પણ કલીરા પડ્યા પછી પોતાનું સ્મિત રોકી શક્યો નહીં. તેની આ પ્રતિક્રિયાનો વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

કલીરા મળતા જ અર્જુન કપૂર ખુશ થઈ ગયો.
અંશુલાએ લખ્યું- આ કલીરા પર સ્માઈલ લખેલું હતું આ વીડિયો પોસ્ટ કરતા અંશુલાએ ભાઈ અર્જુન કપૂરની મજાક પણ ઉડાવી. તેણે લખ્યું કે, તેણે આજ સુધી કોઈને કલીરા દ્વારા પસંદ થવા માટે આટલા ઉત્સાહિત જોયો નથી. અંશુલાએ એ પણ જણાવ્યું કે, અર્જુન પર જે કલીરા પડ્યું, તેના પર અંગ્રેજીમાં ‘સ્માઈલ’ લખેલું હતું અને કલીરા પડતાં જ અર્જુન આખો સમય હસતો રહ્યો. પંજાબી રીતિ-રિવાજોમાં એવું માનવામાં આવે છે કે દુલ્હનનું કલીરા જે અપરિણીત વ્યક્તિ પર પડે છે, તેના લગ્ન તરત થાય છે. આ કારણે સોશિયલ મીડિયા પર લોકો અર્જુનને અભિનંદન આપી રહ્યા છે.

ખુશી કપૂર કલીરા લઈને અર્જુન સાથે મસ્તી કરતી જોવા મળી.
ભાઈને ગળે લગાડીને ભાવુક થઈ અંશુલા મજાક અને મસ્તી વચ્ચે ચૂડા સેરેમની દરમિયાન એક અત્યંત ભાવુક ક્ષણ પણ જોવા મળી. અંશુલા કપૂર પોતાની વિધિઓ દરમિયાન ભાઈ અર્જુન કપૂરને ગળે લગાડીને રડી પડી. મા મોના શૌરીના નિધન પછી અર્જુન કપૂરે જ પોતાની બહેન અંશુલાની સંભાળ રાખી છે, તેથી બંને વચ્ચે ખૂબ જ મજબૂત બોન્ડિંગ છે. ભાઈ-બહેનની આ ભાવનાત્મક તસવીરને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. ચાહકો બંનેના આ જોડાણની પ્રશંસા કરી રહ્યા છે.

કપૂર પરિવાર પણ હાજર રહ્યો અંશુલા કપૂર અને રોહન ઠક્કરના આ લગ્નમાં આખો કપૂર પરિવાર એકસાથે જોવા મળ્યો. મુંબઈમાં યોજાયેલા આ ફંક્શનમાં પિતા બોની કપૂર, બહેન જાહ્નવી કપૂર, ખુશી કપૂર, શનાયા કપૂર અને સંજય કપૂર હાજર રહ્યા. આ ઉપરાંત સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઓરી (ઓરહાન અવત્રામણિ) પણ આ સેલિબ્રેશનનો ભાગ બન્યો. આ ઉપરાંત કરિશ્મા કપૂર, નિતુ સિંહ સહિતનો કપૂર પરિવાર પણ આ ખાસ પ્રસંગે હાજર રહ્યો.
,
અંશુલાના લગ્ન સંબંધિત આ સમાચાર પણ વાંચો…
બોની કપૂરની લાડલીની મહેંદી સેરેમની:ગુજરાતી સાસરિયાને સરપ્રાઇઝ આપવા અંશુલાએ પટોળું પહેર્યું, પતિ રોહન સાથે સ્વીટ મોમેન્ટ; સોનમ-કરિશ્માનો WOW લુક

અંશુલા કપૂરની મહેંદી સેરેમનીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થઈ રહ્યા છે. આ ખાસ પ્રસંગે અંશુલા કપૂરે પરંપરાગત લાલ કે લીલા રંગને બદલે અત્યંત આકર્ષક ‘ટીલ બ્લુ’ કલરનો લહેંગો પસંદ કર્યો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો…
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


