Microsoft Announces 3,200 Layoffs in Historic Xbox Restructuring | Gujarat News
ગેમિંગ ઉદ્યોગ માટે મંગળવારનો દિવસ એક મોટા આંચકા સમાન રહ્યો. ટેક દિગ્ગજ માઇક્રોસોફ્ટે તેના પ્રખ્યાત Xbox ગેમિંગ વિભાગમાં 3,200 કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી છે, જે કંપનીના ઇતિહાસની સૌથી મોટી છટણી માનવામાં આવે છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ કંપનીના ગેમિંગ બિઝનેસનું નબળું પ્રદર્શન અને વધતા જતા ખર્ચને અંકુશમાં લેવાનું છે.
1600 કર્મચારીઓને તાત્કાલિક છૂટા કરાયા
Xbox ના સીઈઓ આશા શર્માએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક વિસ્તૃત પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે આ પુનર્ગઠનનો હેતુ વર્ષ 2027 સુધીમાં વ્યવસાયિક લક્ષ્યોને પ્રાપ્ત કરવાનો અને ઓપરેશનલ કામગીરીને સરળ બનાવવાનો છે. કંપનીના આંકડા મુજબ, 1600 કર્મચારીઓને તાત્કાલિક અસરથી છૂટા કરવામાં આવશે, જ્યારે બાકીના 1600 કર્મચારીઓને નાણાકીય વર્ષ 2027 સુધીમાં તબક્કાવાર છૂટા કરવામાં આવશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

