બ્રાઝિલને વર્લ્ડકપમાંથી બહાર કરનાર કોચની કહાની:25 વર્ષ પહેલાં 7 મિનિટ સુધી હૃદયના ધબકારા થંભી ગયા હતા; હવે નોર્વેને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચાડ્યું
નોર્વેએ 5 વખતની વર્લ્ડ ચેમ્પિયન બ્રાઝિલને હરાવીને અમેરિકામાં ચાલી રહેલા ફૂટબોલ વર્લ્ડ કપનો સૌથી મોટો અપસેટ સર્જ્યો. આ ઐતિહાસિક જીત પછી નોર્વેના મુખ્ય કોચ સ્ટૉલ સોલબાકેન પરિવારને ગળે મળતા જોવા મળ્યા. આ ક્ષણ તેમના માટે માત્ર એક જીતની ઉજવણી નહોતી, પરંતુ જીવનની સૌથી મોટી વાપસીનું પ્રતીક પણ હતી. લગભગ 25 વર્ષ પહેલાં સોલબાકેનનું હૃદય 7 મિનિટ સુધી ધબકતું બંધ થઈ ગયું હતું અને તે 26 કલાક સુધી કોમામાં રહ્યા. ડોકટરોએ ખેલાડી તરીકે તેમની કારકિર્દી સમાપ્ત માની લીધી હતી. તે સમયને યાદ કરતા સોલબાકેને કહ્યું હતું- ‘મારી માતા મારા અંતિમ સંસ્કારની તૈયારી કરી રહી હતી.’ પરંતુ મૃત્યુને માત આપનાર એ જ સોલબાકેન હવે નોર્વેને પહેલીવાર ફૂટબોલ વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચાડીને ઇતિહાસ રચી ચૂક્યા છે. 1998માં ખેલાડી તરીકે પણ બ્રાઝિલને હરાવ્યું હતું સોલબાકેન 1990ના દાયકામાં નોર્વેના મુખ્ય મિડફિલ્ડર હતા. તેમણે 1994 અને 1998 વર્લ્ડ કપ રમતી ટીમનો ભાગ રહીને દેશની ઘણી મોટી સફળતાઓમાં યોગદાન આપ્યું હતું. 1998ના વર્લ્ડ કપમાં નોર્વેએ ગ્રુપ સ્ટેજના છેલ્લા મુકાબલામાં બ્રાઝિલને 2-1થી હરાવ્યું હતું. તે જીતથી ટીમ પ્રથમ વખત પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી હતી. હવે લગભગ ત્રણ દાયકા પછી, સોલબાકેને કોચ તરીકે ફરીથી બ્રાઝિલને હરાવીને નોર્વે માટે નવો ઇતિહાસ રચ્યો છે. ખેલાડીથી સફળ કોચ બનવા સુધીની સફર ફૂટબોલ છોડ્યા પછી સોલબાકેને કોચિંગ શરૂ કર્યું. તેમણે ડેનમાર્ક, ઇંગ્લેન્ડ અને જર્મનીમાં કામ કર્યું, પરંતુ સૌથી વધુ સફળતા એફસી કોપનહેગન સાથે મળી. ડિસેમ્બર 2020માં તેમને નોર્વેની રાષ્ટ્રીય ટીમના મુખ્ય કોચ બનાવવામાં આવ્યા. શરૂઆત સરળ ન હતી. ટીમ 2022 વર્લ્ડ કપ અને 2024 યુરોપિયન ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય કરી શકી નહીં, પરંતુ ફૂટબોલ સંઘે તેમના પર વિશ્વાસ જાળવી રાખ્યો. 2026 વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં નોર્વેએ તમામ આઠ મેચ જીતીને સીધા ટૂર્નામેન્ટમાં સ્થાન બનાવ્યું. વર્લ્ડ કપમાં ટીમે ગ્રુપ સ્ટેજ પાર કર્યા પછી પહેલા આઇવરી કોસ્ટ અને પછી બ્રાઝિલને હરાવીને પ્રથમ વખત ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. હાલેન્ડ અને ઓડેગાર્ડની પેઢીએ તસવીર બદલી સોલબાકેનની ટીમમાં અર્લિંગ હાલેન્ડ, માર્ટિન ઓડેગાર્ડ અને એલેક્ઝાન્ડર સોરલોથ જેવા સ્ટાર ખેલાડીઓ છે. બ્રાઝિલ સામે હાલેન્ડે બે ગોલ કર્યા. આ વર્લ્ડ કપમાં તેના સાત ગોલ થઈ ચૂક્યા છે. બ્રાઝિલ પર જીત પછી સોલબાકેને કહ્યું, ‘આ નોર્વેના ફૂટબોલ ઇતિહાસનો સૌથી મોટો દિવસ છે. આ ખેલાડીઓએ માત્ર ફૂટબોલનો જ નહીં, પરંતુ આખા દેશનો ઇતિહાસ બદલી નાખ્યો છે.’ —————————————————- ફૂટબોલ વર્લ્ડ કપ સંબંધિત આ સમાચાર પણ વાંચો… ટ્રમ્પે ફિફા અધ્યક્ષને ફોન કરી ખખડાવ્યા!:અમેરિકી ખેલાડીનું રેડ-કાર્ડ રદ કરાવ્યું, ઇતિહાસનો પહેલો કિસ્સો ફિફા વર્લ્ડ કપમાં અમેરિકન ફૂટબોલર ફોલારિન બાલોગુનનું રેડ કાર્ડ રદ થવા પર વિવાદ થયો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફિફા અધ્યક્ષ જિયાની ઇન્ફન્ટિનોને ફોન કર્યા બાદ રેડ કાર્ડ રદ કરવામાં આવ્યું. વાંચો પૂરા સમાચાર
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

