'વૈભવને અભિનંદન ને ભારતીય ટીમને સમર્થન':કેપ્ટનશીપમાંથી કાઢ્યા બાદ સૂર્યકુમાર નારાજ હોવાના નિવેદન ખોટા, ક્રિકેટરે કહ્યું- કોઈ કડવાશ નથી

Last Updated: July 7, 2026By

ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન સૂર્યકુમાર યાદવે વૈભવ સૂર્યવંશીને ઇન્ટરનેશનલ ડેબ્યૂ પર અભિનંદન પાઠવ્યા છે. સૂર્યાએ કહ્યું કે વૈભવ હજુ પોતાની શાનદાર સફરની શરૂઆતમાં છે. પૂર્વ કેપ્ટને કહ્યું- વૈભવ, તું દરેક પળનો આનંદ માણ અને પોતાના દેશનું ગૌરવ વધારવાનું ચાલુ રાખ. સૂર્યાએ સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા તે નિવેદનને ખોટું ગણાવ્યું, જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે તે ટીમમાંથી બહાર થવા અને કેપ્ટનશીપ છીનવી લેવાને કારણે નારાજ છે. સૂર્યાએ મંગળવારે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને કહ્યું- હું હંમેશા ટીમની સાથે છું અને સોશિયલ મીડિયા પર ફરતું તેમનું નિવેદન ખોટું છે. 2026નો ટી-20 વર્લ્ડ કપ જીત્યા પછી સૂર્યકુમાર યાદવની જગ્યાએ શ્રેયસ ઐયરને નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તેને આયર્લેન્ડ, ઇંગ્લેન્ડ પ્રવાસ અને એશિયન ગેમ્સની ટીમમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યો હતો. સૂર્યાની પોસ્ટ, વૈભવને અભિનંદન વૈભવે માત્ર 15 વર્ષ અને 99 દિવસની ઉંમરે ઇંગ્લેન્ડ સામે ટી-20 મેચમાં આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું. તેણે સચિન અને શેફાલી વર્માનો સૌથી ઓછી ઉંમરે ડેબ્યૂ કરવાનો રેકોર્ડ તોડ્યો. આ મેચમાં વૈભવે માત્ર 14 રન બનાવ્યા. સૂર્યકુમારે મંગળવારે કરેલી પોસ્ટમાં તેને અભિનંદન આપ્યા. ટીમમાંથી ડ્રોપ થવા પર કડવાશ નથી – સૂર્યા સૂર્યકુમારે X પર લખ્યું- કેપ્ટનશીપ ગુમાવવા કે ટીમમાંથી ડ્રોપ થવાને લઈને કોઈ કડવાશ નથી. ભારતીય ટીમને સંપૂર્ણ સમર્થન મળતું રહેશે. મને જાણવા મળ્યું છે કે ઇન્ટરનેટ પર વાઇરલ થયેલું એક નિવેદન ખોટી રીતે મારી સાથે જોડવામાં આવી રહ્યું છે. ‘હું સ્પષ્ટ કરવા માંગુ છું કે મેં આવું કોઈ નિવેદન આપ્યું નથી. આવી અપ્રમાણિત ખબરો પર વિશ્વાસ ન કરો અને તેને શેર પણ ન કરો. ભારતીય ટીમ માટે હું ખૂબ ખુશ છું અને તમામ ખેલાડીઓને શુભકામનાઓ આપું છું. ટીમનો દરેક ખેલાડી દેશ માટે પોતાનું સર્વશ્રેષ્ઠ આપી રહ્યો છે અને તેમને હંમેશા પૂરો ટેકો મળશે.’ સૂર્યા ટી-20માં સૌથી સફળ ભારતીય કેપ્ટન સૂર્યા ટી-20માં ભારતના સફળ કેપ્ટન છે. તેની કપ્તાની હેઠળ ભારતે 52 ટી-20 મેચ રમી. જેમાં 42 જીત્યા, 8 હાર્યા અને બે મેચનું કોઈ પરિણામ આવ્યું નહીં. તેમની જીતની ટકાવારી 80.76% છે. સૂર્યકુમારની આગેવાની હેઠળ ભારતે 2026 ટી-20 વર્લ્ડ કપ, 2025 એશિયા કપ પોતાના નામે કર્યો હતો. ઝિમ્બાબ્વે પ્રવાસ પર પણ વૈભવ ટીમમાં, સેમસન બહાર

Leave A Comment