ભારત સામે સિરીઝ બચાવવાનો પડકાર:આજે ઇંગ્લેન્ડ સામે ચોથી ટી-20; વૈભવ સૂર્યવંશી 2 મેચમાં માત્ર 27 રન બનાવી શક્યો

Last Updated: July 9, 2026By

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20 સીરીઝની ચોથી મેચ ગુરુવારે બ્રિસ્ટલના કાઉન્ટી ગ્રાઉન્ડમાં રમાશે. મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10 વાગ્યે શરૂ થશે. ઇંગ્લેન્ડ શ્રેણીમાં 2-0થી આગળ છે. પ્રથમ મેચ વરસાદને કારણે અનિર્ણિત રહી હતી, જ્યારે બીજી અને ત્રીજી T20માં યજમાન ટીમે જીત મેળવી હતી. ભારત માટે આ મેચ કરો યા મરોની છે. હાર મળતા જ ટીમ સીરીઝ ગુમાવી દેશે. 2018-19 પછી આ પહેલી તક હશે, જ્યારે ભારત સતત બે T20 સીરીઝ હારી શકે છે. 15 વર્ષના વૈભવ સૂર્યવંશી પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા રહેશે. તેણે તેની શરૂઆતની બે T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 14 અને 13 રન બનાવ્યા છે. એટલે કે અત્યાર સુધી 2 મેચમાં માત્ર 27 રન જ બનાવી શક્યો છે. શ્રેયસની કેપ્ટનશીપ પર સવાલ T-20 કેપ્ટન બન્યા પછી શ્રેયસ ઐયર અત્યાર સુધી એક પણ ઇન્ટરનેશનલ મેચ જીતી શક્યો નથી. ઇંગ્લેન્ડ સામે ત્રીજી T-20 માં 125 રનની હાર પછી તેમણે ટીમના પ્રદર્શનને ખૂબ જ ખરાબ ગણાવ્યું હતું. IPL સહિત શ્રેયસ પોતાની છેલ્લી 11 T-20 કેપ્ટનશીપમાં 10 મેચ હારી ચૂક્યો છે. જોકે, કોચ ગૌતમ ગંભીરે કહ્યું કે એક હારથી ટીમ ખરાબ નથી થઈ જતી. તેમના મતે ભારત પોતાની એટેકિંગ અપ્રોચ નહીં બદલે. ઇંગ્લેન્ડ સિરીઝ જીતવાથી એક કદમ દૂર હેરી બ્રુકની કેપ્ટનશીપમાં ઇંગ્લેન્ડ શાનદાર ફોર્મમાં છે. ટીમે છેલ્લા 21 ટી-20 મુકાબલામાં 18 જીત્યા છે. ઇંગ્લેન્ડ પાસે ઇતિહાસ રચવાની તક છે, કારણ કે તેણે અત્યાર સુધી ભારત સામે ક્યારેય બે કે તેથી વધુ મેચોની ટી-20 સીરીઝ જીતી નથી. દુબે પાસેથી પાવર હિટિંગની અપેક્ષા બેથેલ-આર્ચર ટોપ પ્લેયર આંકડાઓમાં મુકાબલો પિચ રિપોર્ટ અને હવામાન બ્રિસ્ટલનું કાઉન્ટી ગ્રાઉન્ડ ટી-20માં બેટ્સમેનો માટે ફાયદાકારક માનવામાં આવે છે. અહીં સીધી બાઉન્ડ્રી નાની છે, જોકે આ સિઝનમાં ડોમેસ્ટિક ટી-20 બ્લાસ્ટમાં પ્રથમ ઇનિંગ્સનો સરેરાશ સ્કોર લગભગ 156 રન રહ્યો છે. હવામાન સ્વચ્છ અને ગરમ રહેવાની સંભાવના છે. ભારત બદલાવ કરી શકે છે ભારત ત્રીજા ટી-20ની હાર બાદ બદલાવ કરી શકે છે. સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર, સૂર્યાંશ શેડગે, રવિ બિશ્નોઈ અને પ્રસિદ્ધ કૃષ્ણા વિકલ્પ તરીકે ઉપલબ્ધ છે. સંભવિત પ્લેઇંગ-11 ભારત: અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ ઐયર (કેપ્ટન), તિલક વર્મા, શિવમ દુબે/સૂર્યાંશ શેડગે, અક્ષર પટેલ/વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ, વરુણ ચક્રવર્તી. ઇંગ્લેન્ડ: ફિલ સોલ્ટ, જોસ બટલર (વિકેટકીપર), હેરી બ્રૂક (કેપ્ટન), જેકબ બેથેલ, ટોમ બેન્ટન, સેમ કરન, વિલ જેક્સ, લિયામ ડોસન, આદિલ રશીદ, જોફ્રા આર્ચર, જોશ ટંગ. ——————————————– ભારતના ઇંગ્લેન્ડ પ્રવાસ સંબંધિત આ સમાચાર પણ વાંચો… ઇન્ડિયા ત્રીજા ટી-20માં 76 રન પર ઓલઆઉટ, ઇંગ્લેન્ડે 125 રનથી હરાવ્યું ભારતે ટી-20 ઇન્ટરનેશનલમાં પોતાનો બીજો સૌથી ઓછો સ્કોર બનાવ્યો. ટ્રેન્ટ બ્રિજમાં 202 રનના ટાર્ગેટનો પીછો કરતા ટીમ 11.4 ઓવરમાં 76 રન પર ઓલઆઉટ થઈ ગઈ. ઇંગ્લેન્ડે મુકાબલો 125 રનથી જીતીને 5 મેચની સિરીઝમાં 2-0ની લીડ બનાવી લીધી.

Leave A Comment