Manish Paul Mother Urmil Paul Passes Away Age 76 Delhi Photos

Last Updated: July 9, 2026By

4 કલાક પેહલા

  • કૉપી લિંક

ટેલિવિઝન હોસ્ટ અને એક્ટર મનીષ પોલના માતા ઉર્મિલ પોલનું બુધવારે નવી દિલ્હીમાં નિધન થયું. તેઓ 76 વર્ષના હતા. મનીષ પોલની ટીમે એક સત્તાવાર નિવેદન બહાર પાડીને આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરી છે.

નિવેદનમાં ચાહકોને દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવા અપીલ કરવામાં આવી છે. જોકે, પરિવાર દ્વારા હજુ સુધી તેમના મૃત્યુના કારણોનો ખુલાસો કરવામાં આવ્યો નથી.

મનીષ પોલની પોસ્ટ.

મનીષ પોલની પોસ્ટ.

મનીષ તેના માતાની ખૂબ નજીક હતો અને અવારનવાર સોશિયલ મીડિયા પર તેમની સાથે તસવીરો શેર કરતો રહેતો હતો.

મનીષ પોલના માતા ઉર્મિલ પોલ.

મનીષ પોલના માતા ઉર્મિલ પોલ.

મનીષની ટીમે નિવેદન બહાર પાડ્યું મનીષ પોલની ટીમે નિવેદન બહાર પાડીને જણાવ્યું કે, એક્ટરના માતાનું દિલ્હીમાં અવસાન થયું છે. ટીમે કહ્યું કે, ‘ખૂબ જ દુઃખ સાથે જણાવવું પડી રહ્યું છે કે, મનીષ પોલના માતાનું આજે દિલ્હીમાં નિધન થયું છે. અમે આપ સૌને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવા વિનંતી કરીએ છીએ.’ આ સમાચાર સામે આવ્યા બાદ ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીના લોકો મનીષ અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે.

મનીષ પોલે માતાનો ફોટો શેર કર્યો.

મનીષ પોલે માતાનો ફોટો શેર કર્યો.

માતા સાથે ખાસ સંબંધ હતો મનીષ પોલ માતા ઉર્મિલ પોલની ખૂબ નજીક હતો. તે અવારનવાર સોશિયલ મીડિયા પર તેમની માતા સાથે તસવીરો અને વીડિયો શેર કરતો હતો. વર્ષ 2022માં તેમની માતાના જન્મદિવસ પર, મનીષે એક ભાવુક પોસ્ટ લખી હતી. તેણે માતા સાથે ફોટો શેર કરીને જીવન પ્રત્યેનો તેમનો દૃષ્ટિકોણ બદલવા બદલ આભાર માન્યો હતો.

મનીષે લખ્યું હતું કે, ‘મને ‘બિન્દાસ’ રહેતા શીખવવા બદલ તમારો આભાર.’ ઉર્મિલ પોલના પરિવારમાં પતિ જગમોહન પોલ, દીકરી જ્યોતિ પોલ મોહન અને બે પુત્રો મનીષ પોલ અને વિવેક પોલ છે.

મનીષ પોલ તેની માતાની ખૂબ નજીક હતો. તે અવારનવાર સોશિયલ મીડિયા પર તસવીરો અને વીડિયો શેર કરતા હતા.

મનીષ પોલ તેની માતાની ખૂબ નજીક હતો. તે અવારનવાર સોશિયલ મીડિયા પર તસવીરો અને વીડિયો શેર કરતા હતા.

રેડિયો જોકી તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી મનીષ પોલે પોતાની કારકિર્દીની શરૂઆત રેડિયો જોકી (આરજે) અને વીડિયો જોકી (વીજે) તરીકે કરી હતી. ત્યારબાદ તેણે એક્ટિંગ, હોસ્ટિંગ અને સ્ટેન્ડ-અપ કોમેડીની દુનિયામાં પગ મૂક્યો.

તેણે ટેલિવિઝન પર ‘રાધા કી બેટિયાં કુછ કર દિખાએંગી’, ‘શશશ…ફિર કોઈ હૈ’ અને ‘ઘર-ઘર મેં’ જેવા ઘણા લોકપ્રિય શોમાં કામ કર્યું. તેણે ફિલ્મોમાં નાના રોલથી શરૂઆત કરી હતી.

ત્યારબાદ વર્ષ 2013માં આવેલી ફિલ્મ ‘મિકી વાયરસ’થી તેણે લીડ એક્ટર તરીકે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેણે કમ્પ્યુટર હેકર મિકીનું પાત્ર ભજવ્યું હતું.

મનીષ પોલના તાજેતરના પ્રોજેક્ટ્સ મનીષ પોલને ભારતીય ટેલિવિઝનનો સૌથી લોકપ્રિય હોસ્ટમાંથી એક માનવામાં આવે છે. તેણે ‘સા રે ગા મા પા છોટે ઉસ્તાદ’, ‘ઝલક દિખલા જા’, ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર્સ’ અને ‘નચ બલિયે’ જેવા ઘણા મોટા રિયાલિટી શોને હોસ્ટ કર્યા છે. તેની શાનદાર કોમિક ટાઈમિંગ અને એન્કરિંગ માટે તે જાણીતો છે. મનીષે સંયુક્તા પોલ સાથે લગ્ન કર્યા છે. તાજેતરમાં તે વરુણ ધવન સાથે ફિલ્મ ‘હે જવાની તો ઇશ્ક હોના હૈ’ માં જોવા મળ્યો હતો.

Leave A Comment