Gunday Boys Ranveer Singh Arjun Kapoor Reunion; Dance Anshula Kapoor Wedding Reception Photos
13 કલાક પેહલા
- કૉપી લિંક
અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂરે 6 જુલાઈએ સ્ક્રીનરાઈટર રોહન ઠક્કર સાથે લગ્ન કર્યા. ત્યારબાદ મંગળવારે સાંજે મુંબઈમાં તેમનું ભવ્ય વેડિંગ રિસેપ્શન યોજવામાં આવ્યું. આ પ્રસંગે બોલિવૂડના અનેક સિતારાઓ હાજર રહ્યા.
રિસેપ્શનમાં સૌથી વધુ ચર્ચા રણવીર સિંહ અને અર્જુન કપૂરના ડાન્સ પરફોર્મન્સની થઈ. બંનેએ તેમની ફિલ્મ ‘ગુંડે’ (2014)ના પ્રખ્યાત ગીત ‘તુને મારી એન્ટ્રિયાં’ પર ડાન્સ કર્યો. આ દરમિયાન બંનેની ઓન-સ્ક્રીન જોડી બિક્રમ અને બાલાની યાદો પણ તાજી થઈ ગઈ. તેમજ બંને ‘ધુરંધર’ના ગીત પર પણ ઝૂમતા જોવા મળ્યા.
કાર્યક્રમમાં સિંગર હિમેશ રેશમિયાએ લાઈવ પરફોર્મન્સ આપ્યું. રણવીર અને અર્જુન સ્ટેજ પર તેમની સાથે જોવા મળ્યા અને ‘મુજકો યાદ સતાયે તેરી’ સહિત અનેક ગીતો પર ગાતા અને ઝૂમતા જોવા મળ્યા.
જુઓ રણવીર અને અર્જુનના ડાન્સની તસવીરો…

રણવીર અને અર્જુને ‘તુને મારી એન્ટ્રીયાં’ ગીત પર જોરદાર ડાન્સ કર્યો.

રણવીર અને અર્જુનના સ્ટેપ્સ જોઈને ચાહકોને તેમની જૂની ઓન-સ્ક્રીન જોડી યાદ આવી ગઈ.

રણવીર સિંહે સ્ટેજ પર એન્ટ્રી લેતા જ પોતાની અદાથી માહોલ બનાવી દીધો.

અર્જુન અને રણવીરે હિમેશ રેશમિયા સાથે ગીત પણ ગાયું.
રિસેપ્શનમાં બોની કપૂર, જાહ્નવી કપૂર, શનાયા કપૂર, રેખા, બોબી દેઓલ, ચંકી પાંડે અને રિતેશ દેશમુખ સહિત બોલિવૂડની અનેક હસ્તીઓ હાજર રહી હતી.
જુઓ રિસેપ્શનની તસવીરો-

અર્જુન કપૂરે બહેન અંશુલા અને જીજાજી રોહન સાથે ડાન્સ કર્યો.

અંશુલા અને રોહનનો સ્પેશિયલ ડાન્સ.

રિસેપ્શનની પાર્ટીમાં અંશુલાએ વ્હાઇટ ટોપ અને રેડ સ્કર્ટ સાથે સ્નીકર્સ પહેર્યાં હતા.

રોહન અને અંશુલા ડીજેના તાલે ઝુમ્યાં હતાં.

અંશુલાએ ‘વાઇફ ઓફ ધ પાર્ટી’ અને રોહને ‘હસબન્ડ’ નામના ટીશર્ટ પહેર્યાં હતાં.

પરિવારના લોકોએ ખાસ ડાન્સ કર્યો હતો.

અંશુલાએ પતિ રોહન સાથે પોઝ આપ્યા.

રોહન ઠક્કર સાથે અંશુલા કપૂર.

અર્જુન કપૂરે વાઇન કલરનો સૂટ પહેર્યો.

રિસેપ્શનમાં જાહ્નવી કપૂરે સાડી પહેરી.

જાહ્નવીએ હેવી જ્વેલરી સાથે લુક કમ્પ્લીટ કર્યો.

અંશુલાના કાકા અનિલ કપૂર ઓલ બ્લેક આઉટફિટમાં પહોંચ્યા.

અંશુલાની કઝિન શનાયાએ સિલ્વર-ગોલ્ડન ડ્રેસ પહેર્યો હતો.

રિતેશ દેશમુખ પત્ની જેનેલિયા સાથે પહોંચ્યો.

રેખાએ સાડી સાથે હેવી જ્વેલરી પહેરી હતી.

ચંકી પાંડે પત્ની ભાવના પાંડે સાથે પહોંચ્યા.
6 જુલાઈના રોજ થયા લગ્ન, જુઓ લગ્નની તસવીરો-



લગ્નની તસવીરો સાથે અંશુલાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘06.07.2026. આટલા બધા લોકોમાં, આટલી બધી જગ્યાઓમાં અને આટલા બધા સમયની વચ્ચે, તે તું હતો. અને જીવનના દરેક વળાંક, દરેક ઉતાર-ચઢાવ અને દરેક અનપેક્ષિત સફર પછી પણ. આજે પણ તું જ છે. મારી સૌથી મનપસંદ વાતચીત. મારી સૌથી શાંતિપૂર્ણ જગ્યા. મારી સૌથી સરળ અને સૌથી સુંદર પસંદગી. હંમેશા તું જ રોહન ઠક્કર.’

બહેનના લગ્નમાં અર્જુન કપૂર ભાવુક થયો
અર્જુન કપૂરે પણ લગ્ન પછી સોશિયલ મીડિયા પર અંશુલા માટે ભાવુક પોસ્ટ શેર કરી. તેણે લખ્યું, ‘મારી અંશના નામે, તું હંમેશા મારી રહીશ, પણ હવે સમય આવી ગયો છે કે, હું તને નવા રસ્તે જવા દઉં. આજે તું રોહન સાથે તારા નવા જીવનની શરૂઆત કરી રહી છે. તને હસતી જોઈને મારું હૃદય, મારું મન અને મારી આત્મા ખૂબ ખુશ છે. મેં તને બાળપણથી મોટી થતી જોઈ છે અને આજે તું એક એવી શાનદાર મહિલા બની ગઈ છે, જે દરેક પગલે આપણી માતાની છબીને પોતાનામાં સમાવી રહી છે.’

તેણે આગળ લખ્યું, ‘ક્યારેય ચિંતા ન કરશો, કારણ કે માતા હંમેશા તમને જોઈ રહી છે અને દરેક પળે તમને પોતાના આશીર્વાદ આપી રહી છે. હું હંમેશા તમારી સાથે છું, હંમેશા તમારો સાથ આપીશ અને હંમેશા એ સુનિશ્ચિત કરીશ કે તમારા ચહેરા પરની સ્મિત ક્યારેય ઝાંખી ન પડે. ખૂબ પ્રેમ, તમારો અર્જુન ભૈયા.’
,
અંશુલા કપૂરના લગ્ન સંબંધિત આ સમાચાર પણ વાંચો…
અમદાવાદી ગર્લે કપૂર પરિવારની લાડલીના લગ્ન હીટ કર્યા:અંશુલાના લગ્નમાં ઢોકળા અને છોલેનો ચટકારો, મુશળધાર વરસાદમાં ‘ટુ-સ્ટેટ્સ’ વેડિંગને ફેરીટેલ બનાવ્યા

બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મમેકર બોની કપૂરની લાડકવાયી દીકરી અંશુલા કપૂરે ગુજરાતી વેપારી રોહન ઠક્કર સાથે લગ્ન કર્યાં છે. આ ટુ-સ્ટેટ્સ વેડિંગને ફેરીટેલ વેડિંગ બનાવવામાં સૌથી મોટો ફાળો અમદાવાદી યુવતી દેવાંશી પટેલનો છે. અંશુલા અને રોહનનાં વેડિંગ પ્લાનર દેવાંશી પટેલે દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં લગ્નની થીમ, કપૂર પરિવારના સભ્યો વચ્ચેનો પ્રેમ, ગુજરાતી-પંજાબી સંસ્કૃતિ અને મુશળધાર વરસાદ વચ્ચે લગ્નને કેવી રીતે ‘સંપૂર્ણ’ કર્યા તેના વિશે ખૂલીને જણાવ્યું. સંપૂર્ણ સમાચાર વાંચો…
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


