Anurag Kashyap on Diljits Film Removal; IT Rule 2021 & Piracy
3 દિવસ પેહલા
- કૉપી લિંક
દિલજીત દોસાંઝની ફિલ્મ ‘સતલજ’ 2 જુલાઈએ OTT પ્લેટફોર્મ ZEE5 પર રિલીઝ થઈ હતી, જેને કોઈ કારણ જણાવ્યા વિના 5 જુલાઈએ અચાનક હટાવી દેવામાં આવી. ફિલ્મને હટાવવાથી વિવાદ ઊભો થયો. ઘણા સેલેબ્સ તેનો વિરોધ કરતા દિલજીત અને ફિલ્મમેકર્સને સમર્થન આપી રહ્યા છે. દિલજીતે પણ ચાહકોને વધુમાં વધુ ડાઉનલોડ કરેલી ફિલ્મ શેર કરવાની અપીલ કરી છે. નવા અહેવાલો અનુસાર, ફિલ્મને IT રૂલ 2021 હેઠળ સરકારી આદેશ પર OTT પ્લેટફોર્મ પરથી હટાવવામાં આવી છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, કેન્દ્ર સરકારે ફિલ્મ ‘સતલજ’ને ZEE5 પરથી હટાવવાનો નિર્દેશ આપ્યો. સરકારી સૂત્રો અનુસાર, આ નિર્ણય સુરક્ષા સંબંધિત ચિંતાઓ અને સૂચના પ્રૌદ્યોગિકી (IT) રૂલ, 2021 હેઠળ નિર્ધારિત જવાબદારીઓનો હવાલો આપતા લેવામાં આવ્યો.
એક સરકારી અધિકારીના મતે, ફિલ્મ નિર્માતાઓએ 2022માં ‘પંજાબ 95’ ટાઈટલથી CBFC પાસેથી સર્ટિફિકેશન માટે અરજી કરી હતી. જોકે, સેન્સર બોર્ડ દ્વારા સૂચવવામાં આવેલા 127 કટ સ્વીકારવામાં આવ્યા ન હતા, જેના પછી ફિલ્મની રિલીઝ રોકી દેવામાં આવી.
અધિકારીએ કહ્યું, “ફિલ્મમેકર્સે સેન્સર બોર્ડ દ્વારા સૂચવેલા કટ લાગુ કર્યા ન હતા અને બાદમાં ફિલ્મનું નામ બદલીને ચૂપચાપ OTT પર રિલીઝ કરી દીધી. કારણ કે OTT, CBFC ના અધિકારક્ષેત્રમાં આવતું નથી, તેથી જ્યારે આ મામલો સરકારના ધ્યાનમાં આવ્યો ત્યારે ZEE5 ને ફિલ્મ હટાવવા માટે કહેવામાં આવ્યું.”

OTT પ્લેટફોર્મ પર રિલીઝ થતી કન્ટેન્ટનું નિયમન કેન્દ્રીય ફિલ્મ પ્રમાણન બોર્ડ કરતું નથી. તે સૂચના પ્રૌદ્યોગિકી (મધ્યસ્થી દિશાનિર્દેશ અને ડિજિટલ મીડિયા આચાર સંહિતા) નિયમ, 2021ના ભાગ-3 હેઠળ સંચાલિત થાય છે.
ફિલ્મમેકર અનુરાગ કશ્યપે ઈરાની ફિલ્મમેકર સાથે સરખામણી કરી
ફિલ્મ OTT પ્લેટફોર્મ પરથી હટાવવામાં આવતા ફિલ્મમેકર અનુરાગ કશ્યપે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી લખ્યું છે કે, ‘સતલજ, મેં ક્યારેય વિચાર્યું ન હતું કે એક દિવસ હની ત્રેહાનને એવી જ પરિસ્થિતિનો સામનો કરવો પડશે, જેનો સામનો ઈરાનમાં જાફર પનાહીને કરવો પડ્યો હતો.’

જાફર પનાહીને ઈરાનમાં પોતાની ફિલ્મો અને અભિવ્યક્તિની આઝાદીને લઈને સરકારી પ્રતિબંધો, ધરપકડ અને સેન્સરશીપનો સામનો કરવો પડ્યો હતો.
સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે ફિલ્મ
ફિલ્મ OTT પ્લેટફોર્મ પરથી હટાવવામાં આવ્યા બાદ દિલજીત દોસાંઝે કહ્યું, ‘મને કોઈ ચિંતા નથી. મને લાગતું હતું કે ફિલ્મ પહેલાથી જ હટાવી દેવામાં આવશે. ઘણા લોકોએ આ ફિલ્મને પહેલાથી જ ડાઉનલોડ કરી લીધી છે. શક્ય હોય તેટલું, ફિલ્મને શેર કરો અને વધુને વધુ લોકો સુધી પહોંચાડો.’
દિલજીતનું આ નિવેદન સામે આવ્યા બાદ ઘણા ચાહકો યુટ્યુબ અને સોશિયલ મીડિયા પર ફિલ્મ અપલોડ કરી રહ્યા છે.

ઝી 5 એ પાઇરેસી રોકવા અપીલ કરી
દિલજીતનું નિવેદન સામે આવ્યા બાદ ઝી 5 એ સત્તાવાર નિવેદન જારી કરીને કહ્યું છે કે, ‘અમને આશા છે અને અમે તેના માટે બધું જ કરી રહ્યા છીએ. કૃપા કરીને પાઇરેસીને સપોર્ટ ન કરો. અમે સતલજ ફિલ્મને પાછી લાવવા માટે દરેક પ્રયાસ કરી રહ્યા છીએ.’

શા માટે વિવાદોમાં છે ફિલ્મ ‘સતલજ’
- ફિલ્મ ‘સતલજ’ પંજાબના માનવાધિકાર કાર્યકર્તા જસવંત સિંહ ખાલરાના જીવન પર આધારિત છે.
- ફિલ્મ 2023માં બનીને તૈયાર થઈ હતી, ત્યારે તેનું ટાઇટલ ‘પંજાબ 95’ હતું.
- સેન્સર બોર્ડે ફિલ્મના ટાઇટલ પર વાંધો ઉઠાવ્યો અને ઘણા સીનમાં ફેરફારની માંગ કરી.
- સેન્સર બોર્ડના વાંધા પછી ફિલ્મનું નામ ‘પંજાબ 95’થી ‘સતલજ’ કરવામાં આવ્યું.
- 7 ફેબ્રુઆરી 2025ના રોજ તેને પસંદગીના દેશોમાં રિલીઝ કરવામાં આવી.
- વર્ષ 2023માં ફિલ્મનું વર્લ્ડ પ્રીમિયર ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં થયું હતું, જ્યાં તેની વાર્તા અને દિલજીત દોસાંઝના અભિનયને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા મળી હતી.
- તેને OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવાની છૂટ મળી. તેમાં કોઈપણ પ્રકારના કટ લગાવવામાં આવ્યા ન હતા.
- 2 જુલાઈના રોજ ઓટીટી પ્લેટફોર્મ ઝી 5 પર સ્ટ્રીમ કરવામાં આવ્યું.
- 5 જુલાઈના રોજ ઝી 5 એ ફિલ્મ હટાવી દીધી અને સત્તાવાર નિવેદન જારી કરીને કહ્યું કે આગળના આદેશ સુધી ફિલ્મ હટાવી દેવામાં આવી છે.

કેન્દ્ર સરકાર સાથે સંકળાયેલા સૂત્રો અનુસાર, ફિલ્મના કેટલાક ભાગોનો ભારત વિરોધી તાકાતો દ્વારા દુરુપયોગ થવાની આશંકા છે. સૂત્રો અનુસાર, ચિંતા છે કે ફિલ્મના કેટલાક દ્રશ્યો અને સામગ્રીનો ઉપયોગ ખાલિસ્તાન સમર્થક આંદોલનની તરફેણમાં વાતાવરણ બનાવવા માટે થઈ શકે છે, ખાસ કરીને પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા આવું થઈ શકે છે. સરકારનું માનવું છે કે “આવા કિસ્સાઓમાં રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત મુદ્દાઓ સર્વોપરી હોય છે. આ રાજકારણનો વિષય નથી.”
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


