શું તમારા ફોટા ઇન્સ્ટાગ્રામ પર સુરક્ષિત છે? સોશિયલ મીડિયા જગતમાં ત્યારે ખળભળાટ મચી ગયો જ્યારે મેટાએ એક AI ફીચર રજૂ કર્યું જેણે યુઝરની પ્રાઈવસીને ખતરામાં નાખી દીધી. ઇન્ટરનેટ પર ભારે વિરોધ બાદ, મેટાને આ AI મોડેલની એક ચોક્કસ ફીચરને બંધ કરવું પડ્યું. લોન્ચ થયાના થોડા દિવસો પછી મેટાએ તેના નવા AI ટૂલની ખાસ ફીચર પર રોક લગાવી પડી. ઇન્સ્ટાગ્રામ યુઝર્સના વિરોધના જવાબમાં મેટાએ તેના નવા AI ઇમેજ જનરેશન ટૂલ Muse Imageમાંથી આ ફીચરને સંપૂર્ણપણે દૂર કરી દીધું છે.
મેટાએ તાજેતરમાં Muse Image ટૂલ લોન્ચ કર્યું હતું. આ ફીચરની મદદથી કોઈપણ યૂઝર કોઈપણ પબ્લિક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ વાળા યૂઝરના યૂઝરનેમ પ્રોમ્ટ ટેગ કરી, તેની AI ઈમેજ બનાવી શકેછે.
આ ફીચરના આવચા જ પ્રાઈવસી અંગે તાત્કાલિક હોબાળો મચી ગયો. એક મોટી ચિંતા એ હતી કે બધા પબ્લિક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિફોલ્ટ રૂપે પસંદ કરવામાં આવ્યા હતા; આનો અર્થ એ થયો કે જો તમે ઇચ્છતા ન હોવ કે કોઈ તમારા ફોટાનો ઉપયોગ AI ઇમેજ બનાવવા માટે કરે છે, તો તમારે જાતે સેટિંગ્સમાં જઈને બંધ કરવું પડતું હતું. વધુમાં, જો કોઈ તમારી પ્રોફાઇલનો ઉપયોગ AI ઇમેજ જનરેટ કરવા માટે કરે તો Instagram કોઈ નોટિફિકેશન આપી રહ્યું હતું.
જોકે, મેટાએ શરૂઆતથી જ આ સુવિધામાંથી પ્રાઈવેટ એકાઉન્ટ્સ અને 18 વર્ષથી ઓછી ઉંમરના યૂઝર્સના એકાઉન્ટ્સને બાકાત રાખ્યા હતા.
હોલીવુડથી લઈને સામાન્ય યૂઝર્સે કર્યો વિરોધ
આ સુવિધાથી કોઈપણ વ્યક્તિની ઇમેજનો દુરુપયોગ થવાનું જોખમ વધ્યું. સામાન્ય વપરાશકર્તાઓ ઉપરાંત ટોમ ક્રૂઝ, ઝેન્ડાયા અને મેરિલ સ્ટ્રીપ જેવા સ્ટાર્સનું પ્રતિનિધિત્વ કરતી મુખ્ય હોલીવુડ પ્રતિભા એજન્સી CAA એ પણ વાંધો ઉઠાવ્યો.
મેટાએ ભૂલ સ્વીકારી અને બદલ્યો નિર્ણય
શુક્રવારે એક બ્લોગ પોસ્ટમાં, મેટાએ સુવિધાને સસ્પેન્ડ કરવાની પુષ્ટિ કરી. કંપનીએ જણાવ્યું હતું કે જ્યારે તેમનો ધ્યેય ક્રિએટીવ આપવાનો હતો, ત્યારે ફીડબેક મળ્યો કે આ ફીચર તેના ઉદ્દેશથી પાછળ રહી ગયું છે. પરિણામે, તે હવે ઉપલબ્ધ નથી. હવે, જો કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિના Instagram એકાઉન્ટને ટેગ કરીને Meta AI નો ઉપયોગ કરીને ઈમેજ જનરેટ કરવાનો પ્રયાસ કરે છે, તો AI ચેટબોટ વિનંતીને નકારી કાઢશે. વધુમાં, મેટાએ સેટિંગ્સમાંથી ” Allow people to reuse your content…પણ હટાવી દીધું છે. જોકે, મ્યૂઝ ઇમેજ ટૂલ સામાન્ય ફોટો બનાવવા માટે હજુ પણ કામ કરતું રહેશે.
આ પણ વાંચો: Tech Tips: USB Cable પણ હોય શકે છે તમારા ડિવાઈસ માટે ખતરનાક, જાણો કેમ?