પાંચમી T20માં ઇંગ્લેન્ડે ભારતને 56 રનથી હરાવ્યું:સિરીઝ 4-0થી જીતી, બટલરની સદી; T20 રેન્કિંગમાં ઈન્ડિયાને પછાડીને ઇંગ્લિશ ટીમ નંબર-1 બની

Last Updated: July 11, 2026By

ઇંગ્લેન્ડે પાંચમી T20માં ભારતને 56 રનથી હરાવીને 5 મેચની સિરીઝ 4-0થી પોતાના નામે કરી લીધી. સાઉથેમ્પ્ટનના રોઝ બાઉલ સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 3 વિકેટે 257 રન બનાવ્યા. જવાબમાં ભારતીય ટીમ 20 ઓવરમાં 201/9 રન જ બનાવી શકી. આજની મેચમાં જીત સાથે ઇંગ્લેન્ડ ભારતીય ટીમને પાછળ છોડીને T20 ઇન્ટરનેશનલ રેન્કિંગમાં નંબર-1 ટીમ બની ગઈ છે. ભારત તરફથી ઈશાન કિશને 56 રન બનાવ્યા. તિલક વર્માએ 53 રનની ઇનિંગ રમી. કેપ્ટન શ્રેયસ અય્યરે 28 રન બનાવ્યા. ઇંગ્લેન્ડ તરફથી સેમ કરનને 3 વિકેટ મળી હતી. જોસ બટલરે 64 બોલમાં 131 રનની ઇનિંગ રમી. કેપ્ટન હેરી બ્રુક 45 બોલમાં 95 રન બનાવીને અણનમ પરત ફર્યો. બંનેએ બીજી વિકેટ માટે 233 રનની ભાગીદારી કરીને ભારત સામે T20માં કોઈપણ વિકેટ માટે સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ બનાવ્યો. ભારત તરફથી શિવમ દુબેએ 2 વિકેટ લીધી, જ્યારે પ્રસિદ્ધ ક્રિષ્નાને 1 સફળતા મળી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, શિવમ દુબે, સૂર્યાંશ શેડગે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. ઇંગ્લેન્ડ (ENG): ફિલ સોલ્ટ, જોસ બટલર (વિકેટકીપર), હેરી બ્રુક (કેપ્ટન), જેકબ બેથેલ, ટોમ બેન્ટન, સેમ કરન, વિલ જેક્સ, લિયામ ડૉસન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ અને જોશ ટંગ

Leave A Comment