'ધુરંધર' ફેમ સિંગરે પરફોર્મન્સ રોકી સગાઈની જાહેરાત કરી:મંગેતરને સ્ટેજ પર બોલાવીને કહ્યું- ધીસ ઇઝ માય મેન, દોડીને ગળે લગાવી લીધો
પંજાબી સિંગર જેસ્મિન સેન્ડલસના ‘ધ ડ્રીમ ગર્લ ઇન્ડિયા ટૂર’ના પહેલા કોન્સર્ટ દરમિયાન એક એવી ક્ષણ સામે આવી, જેણે હજારો ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા. લાઇવ પરફોર્મન્સની વચ્ચે જેસ્મિને પોતાના સંબંધોને સાર્વજનિક કરતા સ્ટેજ પર એક વ્યક્તિને બોલાવ્યા અને જણાવ્યું કે તે જ તેનો મંગેતર છે. કોન્સર્ટ પૂરા રંગમાં હતો અને ચાહકો જેસ્મિનના ગીતો પર ઝૂમી રહ્યા હતા. આ દરમિયાન અચાનક મ્યુઝિક ધીમું પડી ગયું. જેસ્મિને એક વ્યક્તિનો હાથ પકડીને તેને સ્ટેજ પર બોલાવ્યા અને કહ્યું- આઇ હેવ અ લિટલ સિક્રેટ… આઇ હેવ અ લિટલ, મેસિવ સિક્રેટ. આ પછી તેણે ચાહકોને ઉત્સાહ સાથે કહ્યું- કેન યુ સે શેખર? કેન યુ સે શેખર? કેન યુ સે ચૌધરી સાહેબ? આ દરમિયાન આખું સ્ટેડિયમ તાળીઓ અને હૂટિંગથી ગુંજી ઉઠ્યું. આ પછી જાસ્મિને પોતાના સંબંધોનો ખુલાસો કરતા કહ્યું- મેં બોલાવી લીધા સ્ટેજ પર… ધીસ ઇઝ અ મેન હૂ પુટ અ રિંગ ઓન ઇટ. ધીસ ઇઝ માય મેન, એવરીબડી. જેસ્મિનની આ જાહેરાત સાંભળતા જ સ્ટેડિયમમાં હાજર હજારો ચાહકો ખુશીથી ઝૂમી ઉઠ્યા. ત્યારબાદ જેસ્મિન દોડીને શેખરને ગળે લાગી ગઈ. શેખરે તેને પ્રેમથી પોતાના હાથોમાં ઉઠાવી. બંનેએ બેકગ્રાઉન્ડમાં વાગી રહેલા રોમેન્ટિક પંજાબી ગીત પર સાથે ડાન્સ પણ કર્યો. સ્ટેજ પર ચાલી રહેલી સ્પાર્કલર્સની આતશબાજીએ આ ખાસ પળને વધુ યાદગાર બનાવી દીધી. દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં શનિવારે રાત્રે આયોજિત કોન્સર્ટનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. ચાહકો જેસ્મિન સેન્ડલસને નવી શરૂઆત માટે અભિનંદન આપી રહ્યા છે. જેસ્મિનના કોન્સર્ટના PHOTOS જુઓ….
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

