'માહી વે' પર આલિયા ભટ્ટના બ્રાઇડ્સમેડ સાથે ઠુમકા, VIDEO:બેસ્ટી આકાંક્ષાની સંગીત સેરેમની ચમકાવી; જાહ્નવી કપૂર, સોનાક્ષી સહિત અનેક સેલેબ્સ હાજર
આલિયા ભટ્ટની બેસ્ટફ્રેન્ડ અને એક્ટ્રેસ આકાંક્ષા રંજન લગ્ન કરવા જઈ રહી છે. શુક્રવારે મુંબઈમાં તેની મહેંદી સેરેમની અને સંગીતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આલિયા ભટ્ટ, સોનાક્ષી સિંહા, જાહ્નવી કપૂર, વાણી કપૂર, ગુરુ રંધાવા સહિત અનેક સેલેબ્સ હાજર રહ્યા હતા. આ દરમિયાન આલિયાએ તેની મિત્ર માટે ડાન્સ પરફોર્મન્સ આપ્યું હતું. આલિયા ભટ્ટે આકાંક્ષા રંજનની બહેન અનુષ્કા રંજન, આદિત્ય સીલ અને વાણી કપૂર સાથે શાહરુખ ખાનની ફિલ્મ ‘કલ હો ના હો’ના ગીત ‘માહી વે’ પર પરફોર્મન્સ આપ્યું હતું. જુઓ પરફોર્મન્સની ઝલક- આલિયા ભટ્ટે આકાંક્ષાની સંગીત સેરેમનીમાં પર્પલ બનારસી સાડીને વેસ્ટર્ન સ્ટાઇલમાં સ્ટાઇલ કરી છે. સ્લીક બન, મિનિમલ મેકઅપ અને જ્વેલરી સાથે આલિયાએ લુક કમ્પ્લીટ કર્યો છે. આકાંક્ષાની સંગીત સેરેમનીમાં હાજર રહ્યા આ સેલેબ્સ:- આલિયાની બાળપણની મિત્ર છે આકાંક્ષા રંજન આલિયા ભટ્ટ અને આકાંક્ષા રંજન બાળપણની મિત્રો છે. બંને અવારનવાર સાથે પાર્ટી કરે છે અને વેકેશન પર જાય છે. આકાંક્ષા પહેલાં તેની બહેન અનુષ્કાના લગ્નમાં પણ આલિયાએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેણે અનુષ્કાના સંગીતમાં ‘છલકા રે’ ગીત પર પરફોર્મન્સ આપ્યું હતું. જુઓ આલિયા અને આકાંક્ષાના બાળપણની તસવીરો- કોણ છે આકાંક્ષા રંજન
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

