પ્રેમ ફરીથી પાંગરશે!:દુલકર સલમાન અને પૂજા હેગડેની 'શ્રી શ્રી'નો ફર્સ્ટ લુક આઉટ, પહેલી વખત બંનેની જોડી જોવા મળશે

Last Updated: July 13, 2026By

દુલકર સલમાને પોતાની 41મી ફિલ્મનું ટાઇટલ જાહેર કરી દીધું છે. અત્યાર સુધી ‘DQ41’ના નામથી ઓળખાતી આ ફિલ્મનું નામ ‘શ્રી શ્રી’ રાખવામાં આવ્યું છે. દુલકરે સોશિયલ મીડિયા પર ફિલ્મનો ફર્સ્ટ લુક પોસ્ટર શેર કરીને તેની જાહેરાત કરી છે. ફિલ્મના ફર્સ્ટ લુક પોસ્ટરમાં દુલકર અને પૂજા હેગડે સુંદર પ્રાકૃતિક વાદીઓ વચ્ચે જોવા મળી રહ્યા છે. પોસ્ટર પર ‘લવ વિલ સ્પાર્ક અગેઇન’ (પ્રેમ ફરીથી પાંગરશે) ટેગલાઇન પણ લખવામાં આવી છે, જે ફિલ્મની રોમેન્ટિક થીમની ઝલક આપે છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મ દ્વારા દુલકર અને પૂજા પહેલીવાર મોટા પડદા પર સાથે જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ ઘણા સમય પહેલા શરૂ થઈ ગયું હતું, પરંતુ હવે જઈને મેકર્સે તેનું નામ જાહેર કર્યું છે. આ પહેલા મેકર્સે ફિલ્મના શૂટિંગની કેટલીક ઝલક શેર કરી હતી. ફિલ્મમાં દીક્ષિત શેટ્ટી પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે ફિલ્મનું લેખન અને ડિરેક્શન રવિ નેલાકુડિટીએ કર્યું છે. જ્યારે તેનું નિર્માણ સુધાકર ચેરુકુરીએ SLV સિનેમાઝના બેનર હેઠળ કર્યું છે. આમાં દીક્ષિત શેટ્ટી પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે અને સંગીત જી.વી. પ્રકાશ કુમારે આપ્યું છે. ફિલ્મને મલ્ટી લેંગ્વેજ પાન ઇન્ડિયા ફિલ્મ તરીકે 2026માં રિલીઝ કરવામાં આવશે. જોકે, મેકર્સે હજુ સુધી તેની રિલીઝ ડેટ જાહેર કરી નથી.

Leave A Comment