આર્ચર અને બરાર ચાલુ મેચમાં બાખડ્યા:શ્રેયસના શોર્ટથી સીગલ બર્ડ ઘાયલ થયું, કોહલીના રોહિત સાથે 8 હજાર પાર્ટનરશિપ રન પૂરા; મેચ મોમેન્ટ્સ-રેકોર્ડ્સ

Last Updated: July 17, 2026By

ઇંગ્લેન્ડે બીજી વનડેમાં ભારતને 4 વિકેટે હરાવ્યું. કાર્ડિફના સોફિયા ગાર્ડન્સમાં ઘણા રેકોર્ડ બન્યા અને રસપ્રદ ઘટનાઓ પણ જોવા મળી. વિરાટે ઇંગ્લેન્ડ સામે પોતાનો 14મો 50+ સ્કોર બનાવીને વેસ્ટ ઇન્ડિઝના સર વિવિયન રિચર્ડ્સની બરાબરી કરી લીધી. વિરાટ કોહલી અને રોહિત શર્માએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 8 હજાર રનની ભાગીદારીનો આંકડો પણ પાર કરી લીધો. બીજી તરફ, શ્રેયસ ઐયરનો એક શોટ મેદાન પર બેઠેલા સીગલ પક્ષીને વાગ્યો, જેના કારણે થોડીવાર રમત પણ અટકી. IND Vs ENG મેચના ટોપ રેકોર્ડ્સ મોમેન્ટ્સ… 1. રોહિત-કોહલીએ પૂરા કર્યા 8 હજાર પાર્ટનરશિપ રન રોહિત શર્મા અને વિરાટ કોહલી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 8,021 રનની ભાગીદારી પૂરી કરનાર ભારતની ત્રીજી સૌથી સફળ જોડી બની. કાર્ડિફમાં બંનેએ બીજી વિકેટ માટે 60 રન જોડ્યા. આ યાદીમાં સચિન તેંડુલકર-સૌરવ ગાંગુલી (12,400 રન) પ્રથમ અને સચિન તેંડુલકર-રાહુલ દ્રવિડ બીજા સ્થાને છે. 2. કોહલીનો ઇંગ્લેન્ડ સામે 14મો 50+ સ્કોર વિરાટ કોહલીએ 65 રનની ઇનિંગ્સ દરમિયાન ઇંગ્લેન્ડ સામે પોતાનો 14મો 50+ સ્કોર બનાવ્યો. આ મામલે તેણે વેસ્ટ ઇન્ડિઝના વિવિયન રિચર્ડ્સની બરાબરી કરી લીધી. ઇંગ્લેન્ડ સામે સૌથી વધુ 15 વખત 50+ સ્કોર બનાવવાનો રેકોર્ડ શ્રીલંકાના કુમાર સંગાકારાના નામે છે. 3. બુમરાહે પહેલી જ બોલ પર ડકેટને આઉટ કર્યો જસપ્રીત બુમરાહે ઇંગ્લેન્ડની ઇનિંગ્સના પહેલા જ બોલ પર બેન ડકેટને વિકેટકીપર ઇશાન કિશનના હાથે કેચ કરાવ્યો. તે ઇંગ્લેન્ડ સામે વનડેમાં ઇનિંગ્સના પહેલા બોલ પર વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બન્યો. 4. રૂટે કોહલીને પાછળ છોડ્યો જો રૂટે અણનમ 99 રનની ઇનિંગ્સ રમી. આ સાથે વનડેમાં રન ચેઝ દરમિયાન તેની બેટિંગ એવરેજ 91.59 થઈ ગઈ. ઓછામાં ઓછા 2 હજાર રન બનાવનાર બેટરોમાં હવે તેનાથી આગળ માત્ર એમએસ ધોની (102.71) છે. વિરાટ કોહલી (89.07) ત્રીજા સ્થાને સરકી ગયો. રૂટ વનડેમાં 99 રન પર અણનમ રહેનાર ઇંગ્લેન્ડનો પ્રથમ બેટર પણ બન્યો. મેચની ટોપ મોમેન્ટ્સ… 1. શ્રેયસના શોટથી સીગલ પક્ષી ઘાયલ થયું ભારતની ઇનિંગ્સની 33મી ઓવરમાં શ્રેયસ ઐયરનો કવર ડ્રાઇવ મેદાન પર બેઠેલા એક સીગલ પક્ષીને વાગ્યો. ઈજા થયા બાદ પક્ષી મેદાન પર જ બેસી રહ્યું. ઇંગ્લેન્ડના ખેલાડી જેકબ બેથેલે તેને ઉઠાવીને બાઉન્ડ્રી લાઇન બહાર હાજર સ્ટાફને સોંપ્યું. 2. આર્ચર અને બરાર વચ્ચે બોલાચાલી ભારતીય ઇનિંગ્સની 40મી ઓવરમાં જોફ્રા આર્ચરે ગુરનૂર બરાર પર સતત બાઉન્સર ફેંક્યા. ચોથી બોલ બરારના હાથ પર વાગી અને તેનું બેટ છૂટી ગયું. આ પછી બંને ખેલાડીઓ વચ્ચે થોડીવાર દલીલ થઈ, જોકે અમ્પાયરના હસ્તક્ષેપ પછી રમત ફરી શરૂ થઈ ગઈ. 3. બુમરાહે એક ઓવરમાં 18 રન બનાવ્યા ભારતીય ઇનિંગ્સની 43મી ઓવરમાં જસપ્રીત બુમરાહે બેટથી શાનદાર રમત બતાવી. તેણે સાકિબ મહેમૂદની ઓવરમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો. આ ઓવરમાં ભારતને 18 રન મળ્યા. 4. બરારનો બોલ બ્રુકના હેલ્મેટ પર વાગ્યો ઇંગ્લેન્ડની ઇનિંગ્સની 9મી ઓવરમાં ગુરનૂર બરારનો શોર્ટ બોલ હેરી બ્રુકના હેલ્મેટની ગ્રિલ પર વાગ્યો. આ પછી રમત થોડા સમય માટે રોકવી પડી અને ફિઝિયો મેદાન પર આવ્યા. બ્રુકનો કનકશન ટેસ્ટ કરવામાં આવ્યો, જોકે તે બેટિંગ ચાલુ રાખવામાં સફળ રહ્યો.

Leave A Comment