સર ગેરી સોબર્સનું 89 વર્ષની ઉંમરે નિધન:વેસ્ટ ઇન્ડિઝ માટે 93 ટેસ્ટ રમ્યા, ફર્સ્ટ-ક્લાસમાં પહેલી વખત 6 બોલમાં 6 છગ્ગા ફટકાર્યા

Last Updated: July 17, 2026By

વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ઓલરાઉન્ડર સર ગેરી સોબર્સનું 89 વર્ષની વયે નિધન થયું છે. એક ઓવરની તમામ 6 બોલ પર 6 છગ્ગા ફટકારવાનો પ્રથમ વર્લ્ડ રેકોર્ડ તેમણે બનાવ્યો હતો. તેમણે આ પરાક્રમ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં કર્યું હતું. તેમણે 1968માં નોટિંગહામશાયર તરફથી રમતા ગ્લેમોર્ગન સામે સેન્ટ હેલેન્સ મેદાન પર એક ઓવરમાં 6 છગ્ગા ફટકાર્યા હતા. 16 વર્ષની ઉંમરે ડેબ્યૂ સોબર્સે 1953માં 16 વર્ષની ઉંમરે બાર્બાડોસ માટે પોતાની ફર્સ્ટ-ક્લાસ ડેબ્યૂ કરી હતી. તેના પછીના જ વર્ષે 1954 માં તેમને વેસ્ટ ઈન્ડિઝની ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યા. વર્ષ 1958માં પાકિસ્તાન સામે તેમણે પોતાની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી અને અણનમ 365 રનની ઇનિંગ રમી. આ ટેસ્ટ મેચની એક ઇનિંગ્સમાં કોઈપણ બેટર દ્વારા બનાવવામાં આવેલો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર હતો, જેને 1994માં વેસ્ટ ઈન્ડિઝના જ બ્રાયન લારાએ તોડ્યો. 38 વર્ષની ઉંમરે લીધો સંન્યાસ સોબર્સે 1974માં 38 વર્ષની ઉંમરે નિવૃત્તિ લીધી હતી. વિઝડને 1975માં ટિપ્પણી કરી હતી કે તેઓ માનસિક અને શારીરિક રીતે થાકી ગયા હતા અને રમત પ્રત્યેનો તેમનો ઉત્સાહ ઓછો થઈ ગયો હતો. 93 ટેસ્ટ મેચમાં 8 હજારથી વધુ રન બનાવ્યા સર ગેરી સોબર્સે 1954થી 1974 સુધી વેસ્ટ ઈન્ડિઝ માટે 93 ટેસ્ટ મેચ રમી હતી, જેમાં 57.78ની સરેરાશથી 8,032 રન બનાવ્યા હતા અને 235 વિકેટ લીધી હતી. પોતાના કરિયરના છેલ્લા દિવસોમાં સાઉથ ઓસ્ટ્રેલિયા અને નોટિંગહામશાયર માટે રમનારા સોબર્સે 383 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 28,000થી વધુ રન બનાવ્યા હતા અને 1,000થી વધુ વિકેટ ઝડપી હતી. વર્ષ 1975માં તેમને ‘નાઈટહુડ’ (સર)નો ખિતાબ અને 2009માં ICC હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા હતા.

Leave A Comment