પૂર્વ ભારતીય અંડર-19 ક્રિકેટર મનજોત કાલરાની શ્રીલંકામાં ધરપકડ:ખેલાડીને લાંચ આપવાનો આરોપ, કોર્ટે 31 જુલાઈ સુધી રિમાન્ડ પર મોકલ્યો

Last Updated: July 17, 2026By

ભૂતપૂર્વ ભારતીય અંડર-19 ક્રિકેટર અને લંકા પ્રીમિયર લીગ (LPL)ની ટીમ જાફના કિંગ્સના સહ-માલિક મનજોત કાલરાની શ્રીલંકામાં ધરપકડ કરી છે. તેના પર એક ખેલાડીને લાંચ આપવાનો પ્રયાસ કરવાનો આરોપ છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ધરપકડ ટુર્નામેન્ટની છઠ્ઠી સીઝન શરૂ થવાના થોડા કલાકો પહેલા થઈ હતી. 27 વર્ષીય કાલરાની રમત સંબંધિત ગુનાઓની રોકથામ માટે બનેલી પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન યુનિટે ધરપકડ કરી હતી. તેને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યો હતો, જ્યાંથી તેમને 31 જુલાઈ સુધી રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યો હતો. આ મામલે કાલરાના સહયોગી અને ભારતીય નાગરિક યુવરાજ પુષ્પાની પણ ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો હતો. શ્રીલંકાના ખેલાડીઓએ ફરિયાદ નોંધાવી હતી શ્રીલંકાઈ પોલીસ અનુસાર, કાલરા પર ટુર્નામેન્ટના સંબંધમાં એક ખેલાડીને પૈસાની લાલચ આપવાનો આરોપ છે. તપાસકર્તાઓએ જણાવ્યું કે ખેલાડીએ લગભગ 10 દિવસ પહેલા સંપર્ક કરવામાં આવતા અધિકારીઓને જાણ કરી હતી. કોર્ટને જણાવવામાં આવ્યું કે આ ફરિયાદ ભાનુકા રાજપક્ષે, અવિષ્કા ફર્નાન્ડો, દુનિથ વેલાલાગે અને અન્ય બે ખેલાડીઓએ નોંધાવી હતી. લંકા પ્રીમિયર લીગના પહેલા દિવસે ધરપકડ આ ધરપકડ LPL 2026ના પહેલા દિવસે થઈ, જ્યારે કોલંબોના SSC ગ્રાઉન્ડ્સમાં જાફના કિંગ્સ અને ગાલે ગેલન્ટ્સ વચ્ચે મેચ થવાની હતી. પાંચ ટીમવાળી આ ટુર્નામેન્ટ 24 મેચની છે અને 8 ઑગસ્ટ સુધી ચાલશે. આ પહેલા આ વર્ષે એક અન્ય ફ્રેન્ચાઇઝી માલિકને ખેલાડીને પ્રભાવિત કરવાના આરોપમાં સજા થઈ ચૂકી છે. 2018 અંડર-19 વર્લ્ડ કપ ફાઇનલમાં સદી ફટકારી હતી શ્રીલંકા ક્રિકેટ બોર્ડે એક નિવેદનમાં જણાવ્યું કે તેમણે ધરપકડની નોંધ લીધી છે અને તેઓ તપાસમાં સંપૂર્ણ સહયોગ કરશે. બોર્ડે સ્પષ્ટ કર્યું કે ટુર્નામેન્ટ નિર્ધારિત કાર્યક્રમ મુજબ ચાલુ રહેશે. આ સાથે, બોર્ડે ભ્રષ્ટાચાર અને અનૈતિક પ્રથાઓ સામે ‘ઝીરો-ટોલરન્સ’ની નીતિનું પુનરાવર્તન કર્યું છે. કાલરા 2018 અંડર-19 વર્લ્ડ કપ ફાઈનલમાં સદી માટે જાણીતો છે.

Leave A Comment