FIFA World Cup Final | Spain Vs Argentina New Jersey Match Live
સ્પોર્ટ્સ ડેસ્ક2 મિનિટ પેહલા
- કૉપી લિંક
FIFA ફૂટબોલ વર્લ્ડ કપની ફાઈનલ ન્યૂયોર્ક-ન્યૂ જર્સી સ્ટેડિયમમાં સ્પેન અને આર્જેન્ટિના વચ્ચે રમાઈ રહી છે. મેચ શરૂ થયાની થોડી જ મિનિટો બાદ સ્પેનનો લામિન યમાલ ગોલ કરવાનું ચૂક્યો. ત્યારબાદ આર્જેન્ટિનાના લિયોનેલ મેસ્સીએ એટેક કર્યો, પરંતુ 24 મિનિટ સુધી કોઈ પણ ટીમ લીડ મેળવી શકી નથી.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ સ્ટેડિયમ પહોંચીને ફાઇનલ જોઈ રહ્યા છે. સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે.
સ્પેન 2010 પછી બીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવા મેદાને ઉતર્યું છે. બીજી તરફ ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિના પાસે ચોથી વખત ટ્રોફી જીતવાની અને સતત બીજો વર્લ્ડ કપ પોતાના નામે કરવાની તક છે. જો આર્જેન્ટિના જીતશે, તો તે 1938માં ઇટાલી અને 1962માં બ્રાઝિલ પછી સતત બે વર્લ્ડ કપ જીતનારી ત્રીજી ટીમ બની જશે.
ક્લોઝિંગ સેરેમનીની 5 તસવીરો…

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ VIP બોક્સમાં ફિફા અધ્યક્ષ જિયાની ઇન્ફૅન્ટિનો સાથે.

હોલીવુડ સુપરસ્ટાર ટૉમ ક્રૂઝ ક્લોઝિંગ સેરેમની સમયે.

અમેરિકન સિંગર પોસ્ટ માલોને ક્લોઝિંગ સેરેમનીમાં પરફોર્મ કર્યું.

ક્લોઝિંગ સેરેમનીમાં પોસ્ટ માલોન અને રેપર સવે લી.

યુટ્યુબ ક્રિએટર સ્પીડે પરફોર્મ કર્યું.
બંને ટીમની સ્ટાર્ટિંગ-11
સ્પેન: ઉનાઈ સિમોન (ગોલકીપર), પેડ્રો પોરો, એમેરિક લાપોર્ટે, પાઉ ક્યુબાર્સી, માર્ક કુકુરેલા, ફાબિયન રુઇઝ, એલેક્સ બાએના, રોડ્રી (કેપ્ટન), દાની ઓલ્મો, લામિન યામાલ, મિકેલ ઓયારજાબાલ.
આર્જેન્ટિના: એમિલિયાનો માર્ટિનેઝ (ગોલકીપર), નિકોલસ ટેગ્લિયાફિકો, ગોન્ઝાલો મોન્ટિએલ, લિસાન્ડ્રો માર્ટિનેઝ, ક્રિસ્ટિયન રોમેરો, રોડ્રિગો ડી પોલ, નિકો ગોન્ઝાલેઝ, એલેક્સિસ મેક એલિસ્ટર, એન્ઝો ફર્નાન્ડેઝ, જુલિયન અલ્વારેઝ, લિયોનેલ મેસી (કેપ્ટન).
લાઈવ અપડેટ્સ
2 મિનિટ પેહલા
- કૉપી લિંક
રોડ્રીનો દબદબો, સ્પેનની હાઈ પ્રેસમાં અટવાયું આર્જેન્ટિના
શરૂઆતની 20 મિનિટમાં સ્પેનનો રોડ્રી આખા મેદાન પર દેખાઈ રહ્યો છે. ડિફેન્સમાં તે ત્રીજા સેન્ટર-બેકની ભૂમિકા ભજવી રહ્યો છે, બોલ મળવા પર પ્લેમેકર બની રહ્યો છે અને એટેકમાં પણ સ્પેન માટે મુખ્ય વિકલ્પ બનેલો છે. એટલું જ નહીં, તે આર્જેન્ટિનાના હાફમાં સતત હાઈ પ્રેસ કરી રહ્યો છે.
સ્પેનની આ જ પ્રેસિંગના કારણે આર્જેન્ટિના કેટલીય વાર બોલ ગુમાવી ચૂક્યું છે અને સ્પેનને કેટલીક તકો પણ મળી છે. જોકે, આર્જેન્ટિનાની ટીમ સામાન્ય રીતે મેચ આગળ વધવાની સાથે લય પકડે છે.

મિડફિલ્ડમાં સ્પેનનો રોડ્રી અને આર્જેન્ટિનાનો એન્ઝો ફર્નાન્ડીઝ.
7 મિનિટ પેહલા
- કૉપી લિંક
મેસ્સીનો શાનદાર પાસ, પરંતુ ઓફસાઇડ થયો
લિયોનેલ મેસ્સી મિડફિલ્ડ સુધી પાછો આવ્યો અને ત્યાંથી શાનદાર થ્રૂ બોલ રમીને નિકો ગોન્ઝાલેઝને બોક્સની અંદર મોકલ્યો. જોકે બોલ તેના કદમથી થોડો પાછળ રહી ગયો, જેના કારણે તે યોગ્ય રીતે શોટ મારી શક્યાોનહીં. ત્યારબાદ આસિસ્ટન્ટ રેફરીએ ઓફસાઇડનો ઝંડો ઉઠાવી દીધો. 22 મિનિટની રમત પછી પણ સ્પેન અને આર્જેન્ટિના 0-0 ની બરાબરી પર છે.

મેસ્સીનો શોટ સ્પેનના ગોલકીપરે રોક્યો.
14 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઓલ્મોએ મેસ્સીને રોક્યો, ફ્રી-કિક નકામી ગઈ
સ્પેનના દાની ઓલ્મોએ લિયોનેલ મેસ્સીને સ્પેનિશ હાફની બરાબર અંદર ફાઉલ કરીને રોકી દીધો. આર્જેન્ટિનાને ફ્રી-કિક મળી, પરંતુ બોક્સમાં મોકલવામાં આવેલો લાંબો બોલ કોઈ ખેલાડી સુધી પહોંચ્યો નહીં અને સીધો જ ગોલ લાઇન પાર કરી ગયો. 16 મિનિટ પછી પણ મુકાબલો 0-0 થી બરાબરી પર છે.
21 મિનિટ પેહલા
- કૉપી લિંક
ટ્રમ્પ વર્લ્ડ કપ ફાઇનલ જોવા પહોંચ્યા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ફિફા વર્લ્ડ કપ ફાઇનલ જોવા સ્ટેડિયમ પહોંચ્યા છે. ટ્રમ્પ VIP બોક્સમાં ફિફા અધ્યક્ષ જિયાની ઇન્ફન્ટિનો સાથે બેઠા છે.

ટ્રમ્પ VIP બોક્સમાં ફીફા અધ્યક્ષ જિયાની ઇન્ફૅન્ટિનો સાથે.
22 મિનિટ પેહલા
- કૉપી લિંક
યમાલે પ્રથમ તક બનાવી, આર્જેન્ટિનાના ગોલકીપરે બચાવ્યો
સ્પેને મેચની પાંચમી મિનિટે પ્રથમ હુમલો કર્યો. લામિન યમાલે શાનદાર વન-ટુ પાસ પછી બોક્સમાં જગ્યા બનાવી, પરંતુ તેનો શોટ આર્જેન્ટિનાના ગોલકીપરે રોકી દીધો. શરૂઆતની મિનિટોમાં સ્પેને આક્રમક શરૂઆત કરી છે, જ્યારે 5 મિનિટ પછી સ્કોર 0-0 થી બરાબર છે.
41 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગોલ્ડન બૂટની રેસમાં એમ્બાપ્પે સૌથી આગળ
એમ્બાપ્પે ગોલ્ડન બૂટની દોડમાં સૌથી આગળ છે. તેણે આ વર્લ્ડ કપમાં 10 ગોલ અને 4 આસિસ્ટ કર્યા છે. બીજી તરફ, મેસ્સી બીજા નંબરે છે. તેણે આ વર્લ્ડ કપમાં 8 ગોલ અને 4 આસિસ્ટ કર્યા છે. બીજી બાજુ સ્પેનના મિકેલ ઓયારઝાબાલ 5 ગોલ સાથે ટીમની તરફથી ટૉપ ગોલ સ્કોરર છે, જ્યારે 19 વર્ષનો યમાલ 30 સફળ ડ્રિબલ સાથે ટુર્નામેન્ટનો સૌથી ઇમ્પેક્ટફુલ વિંગર રહ્યો છે.

સેમિફાઈનલમાં ઇંગ્લેન્ડને હરાવ્યા બાદ સેલિબ્રેટ કરતો મેસ્સી.
41 મિનિટ પેહલા
- કૉપી લિંક
બંને ટીમ બરાબરી પર
બંને ટીમ વચ્ચે અત્યાર સુધી 14 મુકાબલા રમાયા છે. બંનેએ 6-6 મેચ જીતી છે અને 2 મુકાબલા ડ્રો રહ્યા છે. વર્લ્ડ કપમાં બંને વચ્ચે અત્યાર સુધી માત્ર એક જ ટક્કર થઈ છે. 1966માં આર્જેન્ટિનાએ સ્પેનને 2-1થી હરાવ્યું હતું. જ્યારે છેલ્લી ટક્કર 2018ની ફ્રેન્ડલી મેચમાં થઈ હતી, જેમાં સ્પેને આર્જેન્ટિનાને 6-1થી મ્હાત આપી હતી.

41 મિનિટ પેહલા
- કૉપી લિંક
સ્પેને આખી ટુર્નામેન્ટમાં માત્ર એક જ ગોલ ખાધો
લુઈસ ડે લા ફુએન્ટેની ટીમની શરૂઆત કેપ વર્ડે સામે 0-0ના ડ્રો સાથે થઈ હતી. ત્યારબાદ સ્પેને સતત 6 મેચ જીતીને ફાઈનલમાં જગ્યા બનાવી. ટીમે ઓસ્ટ્રિયા, પોર્ટુગલ, બેલ્જિયમ અને સેમિફાઈનલમાં ફ્રાન્સને 2-0થી હરાવ્યું.
આખી ટુર્નામેન્ટમાં સ્પેને માત્ર એક જ ગોલ ખાધો છે. ગોલકીપર ઉનાઈ સિમોને વર્લ્ડ કપની એક સીઝનમાં સૌથી વધુ 6 ક્લીન શીટ રાખવાનો રેકોર્ડ બનાવ્યો. જ્યારે કેપ્ટન રોડ્રીએ રેકોર્ડ 648 સફળ પાસ પૂરા કર્યા.
42 મિનિટ પેહલા
- કૉપી લિંક
આર્જેન્ટિના સતત સાત જીત સાથે ફાઈનલમાં
ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાએ ગ્રુપ સ્ટેજમાં અલ્જીરિયા, ઓસ્ટ્રિયા અને જોર્ડનને હરાવ્યા. ત્યારબાદ કેપ વર્ડે, ઈજિપ્ત, સ્વિટ્ઝરલેન્ડ અને ઇંગ્લેન્ડને હરાવીને સતત બીજી વખત ફાઈનલમાં જગ્યા બનાવી.
ઈજિપ્ત સામે 0-2થી પાછળ રહ્યા પછી 3-2થી જીત મેળવવી અને સેમિફાઈનલમાં ઇંગ્લેન્ડ સામે પાછળ રહ્યા પછી 2-1થી મળેલી જીતે ટીમની ચેમ્પિયન માનસિકતા દર્શાવી છે. આર્જેન્ટિનાએ સતત 7 મેચ જીતી છે અને આ વર્લ્ડ કપમાં સૌથી વધુ 19 ગોલ કર્યા છે.

42 મિનિટ પેહલા
- કૉપી લિંક
સ્પેનનું ડિફેન્સ vs આર્જેન્ટિનાનો એટેક
ફાઈનલમાં સૌથી મોટી ટક્કર સ્પેનના ડિફેન્સ અને આર્જેન્ટિનાના એટેક વચ્ચે થશે. સ્પેને માત્ર એક ગોલ ખાધો છે, જ્યારે આર્જેન્ટિનાએ 19 ગોલ ફટકાર્યા છે. રોડ્રી, કુબાર્સી અને કુકુરેલા પર મેસ્સીને રોકવાની જવાબદારી રહેશે, જ્યારે આર્જેન્ટિનાની આશાઓ મેસ્સી, જૂલિયન અલ્વારેઝ અને એન્ઝો ફર્નાન્ડીઝ પર ટકેલી રહેશે.
42 મિનિટ પેહલા
- કૉપી લિંક
આશરે 19 વર્ષ પહેલા મેસ્સીએ યમાલને ખોળામાં રમાડ્યો હતો
આ ફાઈનલની સૌથી મોટી કહાની લિઓનેલ મેસ્સી અને લેમિન યમાલની છે. આશરે 19 વર્ષ પહેલા બાર્સિલોનાના એક ચેરિટી ફોટોશૂટમાં તે સમયે 20 વર્ષના મેસ્સીએ ત્રણ મહિનાના યમાલને ખોળામાં ઉઠાવીને નવડાવ્યો હતો. આજે એ જ યમાલ પહેલીવાર આંતરરાષ્ટ્રીય સ્તરે મેસ્સીની સામે ઉતરશે. આ તસવીર 2024માં વાઇરલ થઈ હતી અને હવે ફુટબોલ ઈતિહાસની સૌથી ચર્ચિત કહાનીઓમાં સામેલ છે.

2007માં કેમ્પ નોઉના ડ્રેસિંગ રૂમમાં ચેરિટી કેલેન્ડરના ફોટોશૂટ દરમિયાન 20 વર્ષના લિઓનેલ મેસ્સીએ 6 મહિનાના લામિન યમાલને ખોળામાં રમાડ્યો હતો. હવે બંને વર્લ્ડ કપ ફાઈનલમાં સામસામે હશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


